For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: ભારતીય વિદ્યાર્થીએ ઘરેલૂ ઉપચાર શોધ્યો, WHOએ પણ આપી સ્વીકૃતિ? જાણો સચ્ચાઈ

Fact Check: ભારતીય વિદ્યાર્થીએ ઘરેલૂ ઉપચાર શોધ્યો, WHOએ પણ આપી સ્વીકૃતિ? જાણો સચ્ચાઈ

|
Google Oneindia Gujarati News

દેશભરમાં કોરોનાની બીજી લહેરનો આતંક એટલી હદે ફેલાયો છે કે હોસ્પિટલથી લઈ ઘર સુધી કોરોનાના દર્દીઓની લાઈન લાગી ગઈ છે. કોરોનાના આ મહાપ્રકોપથી સામાન્ય લોકો પણ ડરેલા છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એવા સમાચાર તેજીથી વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મધ, આદૂ અને કાળાં મરચાંથી ઘરે જ કોરોનાનો ઈલાજ સંભવ છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પોંડિચેરી યૂનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કોરોનાનો આ ઈલાજ શોધ્યો છે, જેને WHOએ પણ સ્વીકૃતિ આપી છે. આખરે વાયરલ પોસ્ટની સચ્ચાઈ શું છે.

coronavirus

વાયરલ પોસ્ટના દાવાને પીઆઈબી ફેક્ટે ફગાવી દીધો છે. પોતાના ટ્વીટમાં પીઆઈબીએ લોકોને જાગરૂક કરતા જણાવ્યું કે એક ફેક સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પોંડિચેરી વિશ્વવિદ્યાલયના એક વિદ્યાર્થીએ કોરોનાનો ઘરેલૂ ઉપચાર શોધી લીધો છે અને WHO દ્વારા પણ તેને સ્વીકૃતિ આપવામાં આવી છે. આ સમાચાર સંપૂર્ણપણે ફેક છે. લોકોને અપીલ કરતાં આવા ભ્રામક સંદેશ શેર ના કરવા કહ્યું છે. કોરોના સાથે જોડાયેલી સાચી જાણકારી માટે સત્તાવાર સૂત્રો પર જ વિશ્વાસ કરવાની અપીલ કરી છે.

હાલ કોરોનાના કહેર વચ્ચે લોકોમાં ચિંતા વધવા લાગી છે. કેટલાક લોકો પણ સમજ્યા વિચાર્યા વિના ફેક મેસેજ અને પોસ્ટ શેર કરી બેસતા હોય છે. એવામાં લોકોને અપીલ છે કે સંક્રમણના આ કાળમાં આવી ખોટી જાણકારી શેર કરતાં બચે અને જો કોઈપણ પ્રકારના સંક્રમણના લક્ષણ મહેસૂસ થાય તો ડૉક્ટરની સલાહ લો.

શું પીરિયડ્ઝ દરમિયાન મહિલાઓએ કોરોના વેક્સીન લેવી સુરક્ષિત છે? જાણો ડૉક્ટરનુ મંતવ્યશું પીરિયડ્ઝ દરમિયાન મહિલાઓએ કોરોના વેક્સીન લેવી સુરક્ષિત છે? જાણો ડૉક્ટરનુ મંતવ્ય

Fact Check

દાવો

પોંડિચેરી યૂનિવર્સિટીના વિદ્યાર્થીએ કોરોનાવાયરસનો ઘરેલૂ ઉપચાર શોધી લીધો છે, જેને WHOએ પણ સ્વીકૃતિ આપી દીધી છે. કાળું મરચું, હળદર અને મધ દ્વારા કોરોનાનો ઈલાજ કરી શકાય.

નિષ્કર્ષ

આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. WHOએ આવી કોઈપણ મંજૂરી નથી આપી.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact Check: Indian student discovers home remedies for corona, this message is fake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X