Fact Check: શું સુશાંતના દોસ્ત સંદીપનુ દાઉદ સાથે કનેક્શન છે? જાણો સચ્ચાઈ

સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સુશાંત કેસની લિંક અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ સાથે છે.

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂતના મોતને બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. અત્યાર સુધીની તપાસમાં મુંબઈ પોલિસ આને સુસાઈડ કેસ ગણાવી રહી છે જ્યારે સોશિયલ મીડિયા પર સતત નવા દાવા કરવામાં આવી રહ્યા છે. સુશાંતના પરિવાર અને ફેન્સે આ કેસમાં મોટા ષડયંત્રની શંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ હવે સીબીઆઈ ટીમ આ કેસના રાઝ પરથી પડદો હટાવશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સુશાંત કેસની લિંક અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ સાથે છે.

શું છે વાયરલ મેસેજમાં દાવો?

શું છે વાયરલ મેસેજમાં દાવો?

ફેસબુક પર જસ્ટીસ ફૉર સુશાંત સિંહ રાજપૂત નામના એક ગ્રુપમાં 'સુશાંત જસ્ટીસ' નામથી એક યુઝરે ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં દીપિકા પાદુકોણ, રણવીર અને સંદીપ સિંહ દેખાઈ રહ્યા છે. ફોટો જોઈને લાગી રહ્યુ છે કે ત્યાં કોઈ પાર્ટી થઈ રહી છે. આ ફોટોમાં એક વ્યક્તિ બેઠો છે, જેના પર લાલ સર્કલ બનાવવામાં આવ્યુ છે. ફોટો સાથે લખવામાં આવ્યુ છે કે જુઓ મારા દોસ્તો, દીપિકા, રણવીર, મહેશ અને સંદીપ... જો હું ખોટો ન હોઉં તો આ દાઉદ છે. ગ્રુપના લોકોનો આ ફોટો માટે આભાર.

સંદીપ શરૂઆતથી ફેન્સના નિશાના પર

સંદીપ શરૂઆતથી ફેન્સના નિશાના પર

વાસ્તવમાં સંદીપ સુશાંતનો નજીકનો દોસ્ત હતો. તે એ લોકોમાં પણ શામેલ હતો જે સુશાંતના મોત બાદ તેમના ફ્લેટ પર સૌથી પહેલા પહોંચ્યા હતા. તેમણે સુશાંત કેસમાં મીડિયા સામે ઘણી વાર પોતાનુ નિવેદન પલટ્યુ છે. જેના કારણે તે શરૂઆતથી જ ચર્ચામાં રહ્યા છે. ગ્રુપ પર ફોટો જતા જ લોકોનો ગુસ્સો સાતમાં આસમાન પર પહોંચી ગયો. તે દીપિકા, રણવીર અને સંદીપને જોરદાર ખરુ-ખોટુ સંભળાવા લાગ્યા. તેમણે સુશાંત કેસમાં અંડરવર્લ્ડનો હાથ બતાવ્યો છે પરંતુ આ ફોટોની સચ્ચાઈ કંઈક અલગ જ છે.

શું છે ફોટોની અસલિયત?

શું છે ફોટોની અસલિયત?

અમારી ટીમે તપાસમાં જોયુ કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલ દાવો સંપૂર્ણપણે ખોટો છે. ફોટોમાં જે લાલ સર્કલ બતાવીને દાઉદ ઈબ્રાહિમ બતાવવામાં આવ્યો છે તે પ્રોડક્શન ડિઝાઈનર અને આર્ટ ડાયરેક્ટર વાસિક ખાન છે. સાથે ફોટામાં મહેશ શેટ્ટી નથી. આ ફોટો ગોલિયોં કી રાસલીલા રામ લીલાનો સેટ છે. આ દરમિયાન ત્યાં ઈફ્તાર પાર્ટી થઈ હતી જેમાં બધા શામેલ થયા હતા. આના ઓરિજનલ ફોટામાં સંજય લીલા ભણશાળી પણ હતા જેને ક્રૉપ કરી દેવામાં આવ્યા હતા. આ વર્ષે 17 મેના રોજ સંદીપે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી આ ફોટો ફરીથી પોસ્ટ કર્યો હતો.

Fact Check

દાવો

સુશાતના દોસ્ત સંદીપનુ ડૉન દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શન છે

નિષ્કર્ષ

દાવો ખોટો છે.. ફોટો એડિટ કરીને ખોટી રીતે પોસ્ટ કરવામાં આવ્યો છે.

રેટિંગ

Misleading
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X