Fact check: શું ફોટામાં પીળા કપડામાં દેખાતો બાળક કોરોના વેક્સીનનો શોધક છે?

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં પીળા શર્ટવાળો બાળક બાયોએનટેકના સહ-સંસ્થાપક અને સીઈઓ પ્રો. ઉગુર સાહિન હોવાનો દાવો કરાયો છે. જાણો સચ્ચાઈ.

નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર હાલમાં એક અપ્રવાસી તૂર્કી પરિવારનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં પીળા કપડા પહેરેલ છોકરા માટે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બાળક જર્મનીની અગ્રણી દવા કંપની બાયોએનટેકના સહ-સંસ્થાપક અને સીઈઓ પ્રો. ઉગુર સાહિન છે. જેમણે ફાઈઝર સાથે મળીને કોરોનાની પહેલી વેક્સીન તૈયાર કરી છે. ફોટોને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફૉર્મ પર ઘણા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

fake

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ આ ફોટોમાં કેપ્શન લખ્યુ છે કે 1970માં તૂર્કીમાંથી એક અપ્રવાસી જર્મની આવ્યો હતો. આ જૂના ફોટોમાં પીળો શર્ટ પહેરેલ અને જૂતા પહેર્યા વિના ઉભેલો બાળક સાયન્ટિસ્ટ પ્રો. ઉગુર છે. જેમણે ફાઈઝર સાથે મળીને કોરોનાની પહેલી વેક્સીન તૈયાર કરી છે. વાયરલ ફોટોની વન ઈન્ડિયાની ફેક્ટ ચેક ટીમે તપાસ કરી તો ચોંકાવનારી સચ્ચાઈ સામે આવી.

અમે રિવર્સ ગૂગલ ઈમેજના માધ્યમથી જ્યારે ફોટાને સર્ચ કર્યો તો જાણવા મળ્યુ કે આ ફોટો એક તૂર્કી પરિવારનો છે. જે જર્મનીમાં શરણાર્થી તરીકે આવ્યો હતો પરંતુ આ ફોટામાં દેખાઈ રહેલ બાળક પ્રો. ઉગુર સાહિન નથી. ફોટાને જર્મન ફોટોગ્રાફર કેંડીડા હોફરે ક્લિક કર્યો હતો. આ ફોટો એ એક શ્રૃંખલાનો હિસ્સો હતો જેને તુર્કિશ ડ્યુચલેન્ડ 1970ના નામથી ઓળખવામાં આવે છે.

ફોટો સાથે શેર કરવામાં આવેલી માહિતીથી જાણવા મળ્યુ કે ફોટામાં દેખાઈ રહેલ તૂર્કીમાં રહેનાર વ્યક્તિ 1965માં જર્મની આવ્યો હતો. પરંતુ તે 10 વર્ષ બાદ પોતાના પરિવારને જર્મની લાવી શક્યો. ફોટો પરિવારના જર્મની આવ્યાના એક સપ્તાહ બાદ લેવામાં આવ્યો હતો. ડાયસ્પોરા તૂર્ક મુજબ, પીળા રંગના શર્ટમાં રહેલ છોકરો બાદમાં એક લેથ લેવલિંગનો મિકેનિક બની ગયો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે ફોટા વિશે જે દાવો કરવામાં આવી રહ્યો હતો તે એકદમ ખોટો હતો. જો કે ડૉ. સાહિનનો જન્મ 1965માં તૂર્કીના ભૂમધ્યસાગરીય તટ પર સ્થિત ઈસ્કેંડરનમાં થયો હતો. તે ચાર વર્ષ બાદ જર્મની જતા રહ્યા અને તેમણે પોતાના પિતાના પગલે ચાલીને ડૉક્ટર બનવાનો નિર્ણય કર્યો.

Fact Check

દાવો

ફોટમાં પીળા કપડા પહેરીને ઉભેલો બાળક કોરોના વેક્સીન બનાવનાર કંપની બાયોએનટેકના સહ-સંસ્થાપક અને સીઈઓ પ્રો. ઉગુર સાહિન છે.

નિષ્કર્ષ

ફોટોમાં દેખાઈ રહેલ પરિવાર તૂર્કીના શરણાર્થી જરૂર છે પરંતુ તે ઉગુર સાહિનનો પરિવાર નથી.

રેટિંગ

Misleading
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X