53 વર્ષમાં ગુજરાતમાંથી તૈયાર થયા 14 ''અર્જુન''
ગાંધીનગર, 2 સપ્ટેમ્બર: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ખેલાડીઓમાં ગુજરાતના રૂપેશ શાહનો પણ સમાવેશ થયો હતો. બિલિયડ્સ તથા સ્નૂકરમાં આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમદાવાદના રૂપેશ શાહે ચાર વર્ષ બાદ ગુજરાતને આ એવોર્ડ આપી ગૌરવ પ્રાપ્ત કરાવ્યું. આ પહેલાં બેડમિન્ટન ખેલાડી ( વિકલાંગ શ્રેણી) પારૂલ પરમારને વર્ષ 2009માં આ એવોર્ડ મળ્યો હતો.
ગુજરાતના 53 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી 14 ખેલાડીઓને અલગ-અલગ રમતો માટે અર્જુન એવોર્ડ મળી ચુક્યો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બિલિયર્ડ્સ ખેલાડી અમદાવાદના ગીત સેઠીને વર્ષ 1986માં અર્જુન એવોર્ડ બાદ વર્ષ 1992-93 માટે દેશનો સૌથી મોટો ખેલરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ વર્ષે અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર અમદાવાદના રૂપેશ શાહના જણાવ્યા અનુસાર ગુજરાત દ્વારા ઘણા ઓછા ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું પ્રદર્શન કરી શક્યા છે, પરંતુ તેમનું માનવું છે કે ગુજરાતમાં રમત માટે હજુ સુધી એ પ્રકારનું વાતાવરણ નથી બન્યું. રમત પ્રત્યે જાગૃતતા ઘણી જરૂરી છે.
રાજ્ય સરકાર દ્વારા રમતને લઇને મહાકુંભ તથા અન્ય સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે પરંતુ તેનો રાષ્ટ્રીય સ્તરે અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ પ્રભાવ જોવા મળી રહ્યો નથી.
ગુજરાત માટે પ્રથમ વાર આ એવોર્ડ 1970માં વડોદરાના સુધીર પરબને ખો-ખો માટે આપવામાં આવ્યો હતો. આ દાયકામાં 6 ખેલાડીઓ, 80ના દાયકામાં ચાર તથા 90ના દાયકામાં આ એવોર્ડ ફક્ત બે ખેલાડીઓને મળ્યો હતો.
વર્ષ 2000 બાદ આ બીજી વાર છે કે જ્યારે ગુજરાત રાજ્યના કોઇ ખેલાડીને અર્જુન એવોર્ડ મળ્યો હોય. 1993માં ક્રિકેટ માટે અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલા ભારતીય ટીમના પૂર્વ વિકેટકિપર તથા રાષ્ટ્રીય ટીમના મુખ્ય પસંદગીકર્તા રહી ચૂકેલા કિરણ મોરેનું રાજ્યમાં સ્કુલ સ્તરે પણ રમતોને ફરજિયાત બનાવવી જરૂરી છે.
દરેક રમત માટે સેન્ટર ઑફ એક્સલેંસ સ્થાપિત કરવી જરૂરી છે જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવસ્થા થઇ શકે. ફક્ત આયોજન મુજબ રમતોની સ્પર્ધા થવી ન જોઇએ, પરંતુ આ રમતોની ગુણવતા જાળવવી જોઇએ.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
ગીત સેઠીને બિલિયડ્સની રમતમાં 1986માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
કિરણ મોરેને ક્રિકેટની રમતમાં 1993માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
કૃપાલી પટેલને જિમ્નાસ્ટિકની રમતમાં 1989માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
નમન પરીખને રોલર સ્કેટિંગની રમતમાં 1988માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
નયન માંગિયાને ક્રિકેટની રમતમાં 1998માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
પારૂલ પરમારને બેડમિન્ટનની રમતમાં 2009માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
રૂપેશ શાહ પરમારને બિલિયડ્સ-સ્નૂકરની રમતમાં 2013માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
સુધીર પરબને ખો-ખોની રમતમાં 1970માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
અર્ચના દેવરેને ખો-ખોની રમતમાં 1971માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
ઉદયન ચિનુભાઇને નિશાનેબાજીની રમતમાં 1972માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
સતીષ મોહનને સ્નૂકરની રમતમાં 1972માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
ભાવના પરીખને ખો-ખોની રમતમાં 1973માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
કે કૃષ્ણનને વૉલીબોલની રમતમાં 1978-79માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અત્યાર સુધીના 14 ''અર્જુન''
પાર્થો ગાંગુલીને બેડમિન્ટનની રમતમાં 1982માં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.












Click it and Unblock the Notifications
