For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

100 Years Of Indira Gandhi : જાણો "પ્રિયદર્શની" વિષે

ભારતની પહેલી મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પ્રિયદર્શની નામ કોણે આપ્યું. જાણે ઇન્દિરા ગાંધી વિષે તેમના જન્મજયંતી પર એક ખાસ લેખમાં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ભારતીય રાજનૈતિક ફલક પર મહિલા વડાપ્રધાન તરીકે પોતાની એક આગવી આભા જો કોઇ ઊભી કરી હોય તો તે છે શ્રીમતી ઇન્દિરા ગાંધી. જ્યારે દેશનું નેતૃત્વ સંકટમાં મૂકાયુયં ત્યારે શરૂઆતમાં જેને લોકો ગૂંગી ગૂડિયા કહેતા હતા તે જ ઇન્દિરાએ ચમત્કારિક નેતૃત્વ કરીને દેશનું નેતૃત્વ સાચવ્યું અને ભારતને વિશ્વ મંચ પર એક આગવી ઓળખ આપી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કર્ણ સિંહ જણાવ્યું કે ઇન્દિરા ગાંધી એક અદ્ઘભૂત લીડર હતી. જેમના સક્રિય સહયોગથી બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. જેણે દેશના ઇતિહાસ અને વિશ્વના ભૂગોળ બન્નેને બદલ્યું. આઝાદી વખતે ઇન્દિરા ગાંધીએ વાનર સેના બનાવી હતી. પંડિત નેહરુ અને કમલા નેહરુને એક માત્ર પુત્રી તેવી ઇન્દિરા ગાંધીનો 19 નવેમ્બર 1917ના રોજ જન્મ થયો હતો. ફિરોઝ ગાંધી સાથે લગ્ન થયા પછી તેમને ઇન્દિરા ગાંધીનું ઉપનામ મળ્યું હતું. ઇન્દિરાએ પોતાની શિક્ષા શાંતિનિકેતનમાં મેળવી હતી. રવિન્દ્ર નાથ ટાગોરે તેમને પ્રિયદર્શની નામ આપ્યું હતું.

કોંગ્રેસ પાર્ટી

કોંગ્રેસ પાર્ટી

1950માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તેમણે એક પર્સનલ સલાહકાર તરીકે પોતાની સેવા આપી હતી. પિતાની મૃત્યુ પછી વર્ષ 1964માં તેમની નિયુક્ત રાજ્યસભા સદસ્યના રૂપે થઇ હતી. આ પછી તે લાલબહાદૂર શાસ્ત્રીના મંત્રીમંડળમાં સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા હતા. અને લાલબહાદૂર શાસ્ત્રીના આકસ્મિત નિધન પછી તે તેમને વખતના કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કે. કામરાજે ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવામાં મદદ કરી હતી.

હાર પણ નિરાશ નહીં

હાર પણ નિરાશ નહીં

1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં જીત મેળવ્યા પછી અસ્થિરતાની સ્થિતિમાં વર્ષ 1975માં કટોકટી લાગુ કરવામાં આવી હતી. તે પછી કોંગ્રેસ પાર્ટીને 1977માં પહેલીવાર ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 1980માં સત્તામાં પાછા ફરતા તેમણે પંજાબના અલગાવવાદી સંગઠનોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. અને આ જ કારણે 1984માં તેમના અંગરક્ષકો દ્વારા તેમની રાનૈતિક હત્યા કરવામાં આવી હતી.

ઇન્દિરા ગાંધી

ઇન્દિરા ગાંધી

ઇન્દિરા ગાંધીએ આધુનિકતાને પ્રાધાન્ય આપ્યું હતું. તેમની અનેક નીતિઓના કારણે ભારજનું સ્થાન વિશ્વફલકમાં પણ જાણીતું થયું હતું. બાંગ્લાદેશ મામલે તેમણે જે નિર્ણય લીધા તે પછી તેમને આર્યન લેડી પણ કહેવામાં આવતા હતા. જો કે તેમના પુત્ર સંજય ગાંધીની મોત પછી તે દુખમાં સરી પડ્યા હતા. પણ રાજીવ ગાંધીએ તેમને એ સ્થિતિમાં સંભાળ્યા હતા.

ઇન્દિરા ગાંધી

ઇન્દિરા ગાંધી

આજે ઇન્દિરા ગાંધીની 100મી જન્મજયંતી છે આ પ્રસંગે કોંગ્રેસ સમેત દેશના અનેક નેતાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાજંલિ અર્પી હતી. ત્યારે ભારતની પહેલી મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ એક આગળી ઓળખ ઊભી કરી હતી તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.

English summary
If Indira Gandhi had been alive today she would have been 100 years old, a child born in the same year as the Russian revolution whose life was one of storm and trouble.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X