• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇન્ટર-કાસ્ટ લગ્નો સાથે જોડાયેલી રસપ્રદ વાતો

By Kumar Dushyant
|

અજય મોહન, 13 સપ્ટેમ્બર: છોકરી સમજણી થતાં જ પહેલાં તેના પિતાના માથે ચિંતાની લકીરો જોવા મળે છે. લગ્ન માટે પૈસા ક્યાંથી આવશે, આનાથી મોટી ચિંતા હોય છે પોતાની જ્ઞાતિમાં કોઇ સારો છોકરો મળશે? ઠીક આનાથી ઉલટું જ્યારે અલગ-અલગ જ્ઞાતિઓના છોકરા અને છોકરીઓ પ્રેમમાં હોય છે અને મોટોભાગે એકલા હોય છે ત્યારે વિચારે છે કે 'અમારા લગ્ન થઇ શકશે નહી? મમ્મી-પપ્પા માનશે? કાકા-કાકી, મામા-મામી તો સૌથી વધુ વિરોધ કરશે! શું કરીએ, સમજણ નથી પડતી?'

ભારત દેશમાં લગ્નના બંધનને જનમો-જનમનું બંધન માનવામાં આવે છે. એવામાં ભારતમાં તે દિવસો દુર નથી, જ્યારે ઇન્ટર-કાસ્ટ મેરેજ એટલે કે આંતરજ્ઞાતિય લગ્નો બધા હસતાં હસતાં સ્વિકાર કરશે. એવામાં ઇન્ટર-રિલીજન મેરેજ તો ખૂબ દુરની વાત છે. ભારતીય સમાજના આ જટિલ મુદ્દા ઉપર ઘેરાયેલા અનેક પડો અમે આ લેખમાં ઉકેલવા જઇ રહ્યાં છીએ.

આ લેખ અમેરિકામાં ન્યૂજર્સીની પ્રિંસિન્ટન યૂનિવર્સિટી માટે ભારતમાં કરવામાં આવેલા રિસર્ચ આધારિત છે. આ રિસર્ચ કુમુદિન દાસ, કેસી દાસ, કેસી દાસ, ટીકે રૉય અને પીકે ત્રિપાઠી દ્વારા કરવામાં આવી છે.

આ રિસર્ચમાં ભારત સરકારના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે સહિત કેટલીક અન્ય સરકારી તથા બિન સરકારી એજન્સીઓ પાસેથી આંકડા એકઠા કરવામાં આવ્યા. તેમાં આખા ભારતમાંથી 43, 102 પરણિત કપલો પર રિસર્ચ કરવામાં આવ્યું. તેમાં લગભગ બધા રાજ્યોના ભાગમાંથી લોકો સામેલ છે. જો તમે વિચારતા હશો કે ઇન્ટર-કાસ્ટ મેરેજનો મુદ્દે ઉપાડવાની એવી શું જરૂરિયાત આવી પડી, તો અમે તમને જણાવી દઇએ કે આજે દેશના નાના-મોટા શહેરો તથા ગામડાઓમાં ઇન્ટર-કાસ્ટ મેરેજના કારણે મારપીટ સામાન્ય છે.

દેશમાં 10% ઇન્ટર-કાસ્ટ મેરેજ

દેશમાં 10% ઇન્ટર-કાસ્ટ મેરેજ

આ રિસર્ચમાં જે સૌથી મોટી વાત સામે આવી છે તે એ છે કે ભારતમાં માત્ર 11 ટકા લગ્નો જ ઇન્ટર-કાસ્ટ મેરેજ થાય છે, જ્યારે 2.1 ટકા લગ્નો ઇન્ટર-રિલીજન થાય છે.

શહેરોમાં સૌથી વધુ

શહેરોમાં સૌથી વધુ

રિસર્ચ અનુસાર ભારતના મોટા શહેરોમાં સૌથી વધુ ઇન્ટર-કાસ્ટ મેરેજ થાય છે. બીજા નંબર પર 3-ટીયર સિટી આવે છે અને પછી ટાઉન તથા ગામડા.

શરૂઆત બોમ્બેથી થઇ

શરૂઆત બોમ્બેથી થઇ

એવું માનવામાં આવે છે કે ઇન્ટરકાસ્ટ મેરેજની શરૂઆત બોમ્બેથી થઇ. આમપણ ઔદ્યોગિક નગરી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું અહીં હોવું તેનું એક મોટું કારણ છે. રિસર્ચ અનુસાર 1963માં સૌથી વધુ 149 ઇન્ટર-કાસ્ટ મેરેજ બોમ્બેમાં થયા હતા.

જુના જમાનાની વિચારસણી

જુના જમાનાની વિચારસણી

તમે વિચારતા હશો કે જુના જમાનાની વિચારસણી ફક્ત પોતાના ધર્મમાં લગ્ન કરવા પર દબાણ કરે છે એવું નથી. 1958માં થયેલા એક સર્વેમાં 51 ટકા માતા-પિતાએ પોતાના બાળકોના ઇન્ટર-કાસ્ટ મેરેજ કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ સર્વે ડૉ. કાપડિયાએ કરાવ્યો હતો.

ઇન્ટર-કાસ્ટનો અર્થ પ્રેમલગ્ન

ઇન્ટર-કાસ્ટનો અર્થ પ્રેમલગ્ન

જોવામાં આવે તો ભારતમાં ઇન્ટર-કાસ્ટ મેરેજનો અર્થ પ્રેમલગ્ન જ છે, કારણ કે આંકડા મુજબ ભારતમાં જ થનાર કુલ ઇન્ટર-કાસ્ટ લગ્નોમાં 96.5 ટકા જ લવ મેરેજ થાય છે.

ઑનર કિલિંગનું કારણ

ઑનર કિલિંગનું કારણ

ભારતના હરિયાણા, પશ્વિમી ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન જેવા કેટલાક રાજ્યોમાં ઑનર કિલિંગમાં સૌથી મોટું કારણ ઇન્ટર-કાસ્ટ મેરેજ જ હોય છે. પરંતુ એમ કહીએ કે બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાના કારણે આવી ઘટનાઓ બને છે.

5.58% મહિલાઓના નીચી જ્ઞાતિમાં લગ્ન

5.58% મહિલાઓના નીચી જ્ઞાતિમાં લગ્ન

ભારતમાં કુલ થનાર ઇન્ટર-કાસ્ટ લગ્નોમાંથી 5.58% ટકા મહિલાઓ પોતાનાથી નીચી જ્ઞાતિના પુરૂષો સાથે લગ્ન કરે છે.

5.38% પુરૂષના નીચી જ્ઞાતિમાં લગ્ન

5.38% પુરૂષના નીચી જ્ઞાતિમાં લગ્ન

ભારતમં કુલ થનાર ઇન્ટર-જ્ઞાતિ લગ્નોમાંથી 5.38 ટકામાં પુરૂષ પોતાના કરતાં નીચી જ્ઞાતિની મહિલા સાથે લગ્ન કરે છે.

દક્ષિણ ભારતમાં ઇન્ટર-કાસ્ટ લગ્નો

દક્ષિણ ભારતમાં ઇન્ટર-કાસ્ટ લગ્નો

લોકો વિચારે છે કે શિક્ષિત અને ઉપલા વર્ગમાં લગ્નમાં કાસ્ટ ફેક્ટર વધુ મહત્વ ધરાવતું નથી, જ્યારે આ વાત ખોટી છે. ભારતના સામાજિક અને આર્થિક રીતે વિકસિત રાજ્યોમાં દક્ષિણ ભારત ગણવામાં આવે છે અને અહીં માત્ર 9.71 ઇન્ટર-કાસ્ટ થાય છે.

ગોવામાં સૌથી વધુ ઇન્ટર-કાસ્ટ લગ્ન

ગોવામાં સૌથી વધુ ઇન્ટર-કાસ્ટ લગ્ન

આંતરજ્ઞાતિય લગ્નના મુદ્દે ગોવા સૌથી આગળ છે. અહીંયા 20.69 ટકા લગ્નો ઇન્ટર-કાસ્ટ થાય છે.

સિક્કિમ બીજા, પંજાબ ત્રીજા ક્રમે

સિક્કિમ બીજા, પંજાબ ત્રીજા ક્રમે

આંકડા અનુસાર સિક્કિમ બીજા નંબરે છે. અહીં 20 ટકા લગ્નો ઇન્ટર-કાસ્ટ થાય છે, જ્યારે પંજાબ 19.90 ટકા સાથે ત્રીજા ક્રમ પર છે. કેરલ 19.65 ટકા સાથે ચોથા ક્રમે છે.

સૌથી વધુ મેઘાલય, રાજસ્થાનમાં

સૌથી વધુ મેઘાલય, રાજસ્થાનમાં

સૌથી વધુ ઇન્ટર-કાસ્ટ લગ્ન મેધાલયમાં (2.04 ટકા) થાય છે. રાજસ્થાનમાં (3.03 ટકા), તમિલનાડુમાં 2.96 ટકા, છત્તીસગઢમાં 3.4 ટકા, મધ્યપ્રદેશમાં 4.39 ટકા, જમ્મૂ-કાશ્મીરમાં 4.2 ટકા ઇન્ટર કાસ્ટ લગ્ન થાય છે.

બિહાર, હરિયાણા, ગુજરાત, ગુજરાત

બિહાર, હરિયાણા, ગુજરાત, ગુજરાત

બિહારમાં 6.14 ટકા, નાગાલેંડમાં 6.67 ટકા, હરિયાણા 18.50 ટકા, ત્રિપુરામાં 16 ટકા, ગુજરાતમાં 15.49 ટકા, મહારાષ્ટ્રમાં 17 ટકા અને કર્ણાટકમાં 16.41 ટકા.

મુસ્લિમ મહિલાઓ સૌથી આગળ

મુસ્લિમ મહિલાઓ સૌથી આગળ

ઇન્ટર-કાસ્ટ મેરેજના મુદ્દે હિન્દુ મહિલાઓની તુલનાઓમાં મુસ્લિમ મહિલાઓ આગળ છે. લગભગ 14 ટકા મુસ્લિમ મહિલાઓમાંથી 7.83 મહિલાઓએ નીચી જ્ઞાતિના પુરૂષો સાથે લગ્ન કર્યા, જ્યારે 6.23 ટકાએ પોતાનાથી ઉંચી જ્ઞાતિમાં લગ્ન કર્યા.

15-19 વર્ષની ઉંમરે લગ્ન

15-19 વર્ષની ઉંમરે લગ્ન

આંકડા અનુસાર પંજાબમાં 15-19 વર્ષની ઉંમરે સૌથી વધુ 35 ટકા ઇન્ટર-કાસ્ટ મેરેજ થયા, જેમાંથી 26 ટકા છોકરીઓએ પોતાનીથી નીચી જ્ઞાતિના છોકરાઓ સાથે લગ્ન કર્યા.

પંજાબની છોકરીઓ ફોરવર્ડ

પંજાબની છોકરીઓ ફોરવર્ડ

રિસર્ચમાં જોવા મળ્યું છે કે પંજાબની છોકરીઓ પોતાની પસંદના છોકરાને પસંદ કરવામાં સૌથી આગળ ફોરવર્ડ હોય છે.

કેરલમાં 25 ટકા

કેરલમાં 25 ટકા

15થી 19 વર્ષની ઉંમરની વાત કરીએ તો કેરલમાં 25 ટકા છોકરીઓ જ્ઞાતિથી બહાર જઇને લગ્ન કરે છે.

ભણેલા લોકો કરે છે ઇન્ટર-કાસ્ટ લગ્ન

ભણેલા લોકો કરે છે ઇન્ટર-કાસ્ટ લગ્ન

રિસર્ચ અનુસાર ભણેલા લોકો ઇન્ટર-કાસ્ટ લગ્ન કરવામાં વધુ રસ ધરાવે છે. રિસર્ચ અનુસાર પંજાબમાં 68 ટકા અને કેરલમાં 60 ટકા ભણેલા લોકોએ જ્ઞાતિની બહાર જઇને લગ્ન કર્યા.

હિન્દુઓમાં સૌથી વધુ

હિન્દુઓમાં સૌથી વધુ

પંજાબ અને કેરલના આંકડા કહે છે કે હિન્દુઓમાં સૌથી વધુ ઇન્ટર-કાસ્ટ મેરેજ થાય છે.

મહિલાઓ અને ઇન્ટરકાસ્ટ મેરેજ

મહિલાઓ અને ઇન્ટરકાસ્ટ મેરેજ

જો ફક્ત મહિલાઓની વાત કરીએ તો તમિલનાડુ અને રાજસ્થાનમાં માત્ર 3 ટકા મહિલાઓ જ ઇન્ટરકાસ્ટ મેરેજ કરે છે. આ બંને રાજ્યોમાં ઇન્ટરકાસ્ટ મેરેજ ખૂબ ઓછા થાય છે.

ગામડા વિરૂદ્ધ શહેર

ગામડા વિરૂદ્ધ શહેર

જો તમિલનાડુ અને રાજસ્થાનની વાત કરીએ તો બંને જગ્યાએ ગ્રામીણ વિસ્તારોના લોકો શહેરોની તુલનામાં ઇન્ટર-કાસ્ટ મેરેજમાં વધુ આગળ હોય છે.

વધુ ભણેલા પુરૂષો

વધુ ભણેલા પુરૂષો

રિસર્ચ અનુસાર પુરૂષો જેટલા વધુ ભણેલા હોય છે, તેમના ઇન્ટર-કાસ્ટ લગ્ન કરવાની આશા એટલી ઓછી હોય છે. વધુ ભણેલા લોકો અને ઓછું ભણેલા લોકોમાં આ મુદ્દે 25 ટકાનું અંતર છે.

વધુ ભણેલી સ્ત્રીઓ

વધુ ભણેલી સ્ત્રીઓ

તો બીજી તરફ માટે આંકડા એકદમ ઉલટા છે. અહીં પર વધુ ભણેલી મહિલાઓ ઇન્ટર-કાસ્ટ મેરેજ પ્રિફર કરે છે, જ્યારે ઓછી ભણેલી મહિલાઓ પોતાની કાસ્ટમાં જ લગ્ન કરે છે. બંને વચ્ચે 20 ટકાનો ફરક છે.

વર્કિંગ વુમન

વર્કિંગ વુમન

પંજાબથી પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર વર્કિંગ વુમેન, નોનવર્કિંગ વુમેનની તુલનામાં 78 ટકા તત્પર રહે છે. ઇન્ટર-કાસ્ટ મેરેજ માટે.

 મધ્યમ વર્ગની માનસિકતા

મધ્યમ વર્ગની માનસિકતા

ભારતના મધ્યમ વર્ગના પરિવારોમાં કરવામાં આવેલા સર્વે અનુસાર 57 ટકા લોકો જ ઇન્ટર-કાસ્ટ મેરેજને પસંદ કરે છે.

હાઇક્લાસની માન્યતા

હાઇક્લાસની માન્યતા

સર્વે અનુસાર હાઇક્લાસ સોસાયટીમાં 66 ટકા ઇન્ટર-કાસ્ટ લગ્નના ફેવરમાં રહે છે.

જો છોકરી નીચી જ્ઞાતિની છે

જો છોકરી નીચી જ્ઞાતિની છે

ઇન્ટર-કાસ્ટ મેરેજમાં જો છોકરી નીચી જ્ઞાતિની છે, તો ઘરમાં તેને સન્માન નથી મળતું. પરિવારની અન્ય મહિલાઓની તેની સાથે સાવકો વ્યવહાર કરે છે. ખાસ કરીને ધાર્મિક કે પારિવારીક અનુષ્ઠાનો અવસરો પર.

જો છોકરી નીચી જ્ઞાતિની છે

જો છોકરી નીચી જ્ઞાતિની છે

આને ભારતનું દુભાર્ગ્ય કહીશુ કે નીચી જ્ઞાતિમાંથી આવનાર વહુને તે સન્માન નથી મળતું, જેટલું સમાન જાતિમાંથી આવનાર વહુને મળે છે. આવી વહુઓને પરિવારના સભ્યોના દિલમાં જગ્યા બનાવવામાં ઘણો સંઘર્ષ કરવો પડે છે.

જો છોકરો નીચી જ્ઞાતિનો છે

જો છોકરો નીચી જ્ઞાતિનો છે

ભારતમાં જમાઇને ઉંચો દરજ્જો આપવામાં આવે છે. આ મુદ્દે ઇન્ટર-કાસ્ટ મેરેજનો કોઇ ખાસ પ્રભાવ પડતો નથી. મોટાભાગના કેસમાં જોવા મળ્યું છે કે પોતાનાથી ઉંચી જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરનારને સાસરીમાં એ જ સન્માન મળ્યું, જેમ કે સમજાતિવાળોને મળે છે.

પ્રેમલગ્ન કરનારાઓના બાળકોના લગ્ન

પ્રેમલગ્ન કરનારાઓના બાળકોના લગ્ન

મોટા ભાગના લોકો વિચારે છે કે પ્રેમલગ્ન કરનાર અથવા ઇન્ટરકાસ્ટ મેરેજ કરનારાઓના સંતાનોના લગ્નમાં ઘણી અડચણો આવે છે. જ્યારે સર્વેમાં ઇન્ટર-કાસ્ટ મેરેજ કરનાર માતા-પિતામાં 69 ટકાએ કહ્યું હતું કે તેમના બાળકોના લગ્નમાં કોઇ અડચણ આવતી નથી, જ્યારે 31 ટકાએ કહ્યું હતું કે થોડીઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.

English summary
Most of the people think that Inter-Caste Marriages is always bad. So there are 30 interesting facts about inter-caste marriages in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more