For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલેશનશિપમાં કમિટેડ રહેતી 50% મહિલાઓ રાખે છે બેકઅપ પાર્ટનર

રિલેશનશિપ વિશે ઘણા નવા નવા સંશોધન થતા રહે છે અને તેના આધારે ઘણા ચોંકાવનારા ખુલાસા પણ સામે આવતા રહે છે. હાલમાં જ રિલેશનશિપ પર આધારિત એક અનોખો અભ્યાસ સામે આવ્યો છે.

By Staff
|
Google Oneindia Gujarati News

રિલેશનશિપ વિશે ઘણા નવા નવા સંશોધન થતા રહે છે અને તેના આધારે ઘણા ચોંકાવનારા ખુલાસા પણ સામે આવતા રહે છે. હાલમાં જ રિલેશનશિપ પર આધારિત એક અનોખો અભ્યાસ સામે આવ્યો છે. આ અભ્યાસની માનીએ તો વર્તમાનમાં રિલેશનશિપમાં રહેતી લગભગ 50% મહિલાઓ બ્રેકઅપ બાદનો પ્લાન પણ વિચારીને રાખે છે. આનો અર્થ વર્તમાન પાર્ટનર સાથે રિલેશનશિપમાં રહેવા છતાં આગલા સંબંધ માટે બેકઅપ પાર્ટનર રાખવાનો છે. આ અભ્યાસ વિશે સાંભળીને ભલે તમને વિશ્વાસ ન આવે પરંતુ આ સત્ય છે. તમને જણાવી દઈએ કે આ અભ્યાસ પશ્ચિમી દેશોની મહિલાઓ પર કરવામાં આવ્યો.

સર્વેમાં શામેલ કરવામાં આવી 1 હજાર મહિલાઓ

સર્વેમાં શામેલ કરવામાં આવી 1 હજાર મહિલાઓ

આ સર્વે ઑનલાઈન અને મોબાઈલ પોલિંગમા સ્પેશિયલાઈઝ્ડ માર્કેટિંગ રિસર્ચ કંપની વનપોલ દ્વારા કરવામાં આવ્યો. તેણે યુકેની એક હજાર મહિલાઓને આ સર્વેમાં શામેલ કરવામાં આવી. આમાં 50 ટકા મહિલાઓ (પરિણીત અને અપરિણીત)એ માન્યુ કે તે એક વ્યક્તિ સાથે સંબંધમાં રહેવા છતાં પોતાનો બેકઅપ પ્લાન અર્થાત પાર્ટનર તૈયાર રાખે છે. વર્તમાન સંબંધમાં જો બ્રેકઅપ થાય તો તે પોતાના બેકઅપ પાર્ટનર પાસે જતી રહે છે.

પહેલા જ તૈયાર કરી લે છે પ્લાન બી

પહેલા જ તૈયાર કરી લે છે પ્લાન બી

સર્વેમાં શામેલ મહિલાઓમાંથી 50% એ સ્વીકાર્યુ કે જ્યારે તે રિલેશનશિપમાં હોય છે ત્યારે તેના દિમાગમાં સંબંધ તૂટી ગયા બાદની સ્થિતિ સામે લડવાની યોજનાઓ બનતી રહે છે. આના માટે તે બ્રેકઅપ બાદ પ્લાન બી પણ તૈયાર કરી લે છે. આ અભ્યાસથી એ વાત પણ સામે આવી છે કે લિવ-ઈનમાં રહેતી મહિલાઓની સરખામણીમાં પરિણીત મહિલાઓના દિમાગમાં બીજા પાર્ટનરનો ખ્યાલ વધુ રહે છે.

આ પણ વાંચોઃ હેપ્પી બર્થડેઃ ગુલ પનાગના 40માં જન્મદિવસે જાણો તેના વિશે ખાસ વાતો

દોસ્ત કે જાણકાર હોય છે બ્રેકઅપ પાર્ટનર

દોસ્ત કે જાણકાર હોય છે બ્રેકઅપ પાર્ટનર

આ અભ્યાસની માનીએ તો મોટાભાગના કેસમાં કોઈ એવો જૂનો દોસ્ત કે જે એ મહિલાની ભાવનાઓને સમજતા હોય, તે બેકઅપ પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવે છે. તે એક્સ બૉયફ્રેન્ડ કે પૂર્વ પતિ પણ હોઈ શકે છે. એટલુ જ નહિ ઓફિસમાં સાથે કામ કરતા સહયોગી કે પછી જિમમાં મળતા દોસ્ત પણ હોઈ શકે છે.

મહત્વપૂર્ણ પરિણામો

મહત્વપૂર્ણ પરિણામો

શોધમાં શામેલ 10માંથી એક મહિલાએ જણાવ્યુ કે વર્તમાન રિલેશનશિપમાં રહેવા છતાં તે પોતાની ફીલિંગ્ઝ વિશે બેકઅપ પાર્ટનરને જણાવે છે. 10માંથી 4 મહિલા સંબંધમાં રહેવા દરમિયાન કોઈ બીજા પુરુષ તરફ આકર્ષિત થઈ અથવા પછી તેણે પ્લાન બી વિશે વિચાર્યુ. એટલુ જ નહિ 12 ટકા મહિલાઓ અનુસાર તો તે વર્તમાન પાર્ટનની સરખામણીએ બેકઅપ પાર્ટનર માટે વધુ ભાવનાત્મક અનુભવે છે.

English summary
50% women have backup partner in relationship says new study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X