Oppo F7 કેમ ખરીદવો? તેના 7 કારણ વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

માર્ચ 26, 2018ના રોજ ઓપ્પોએ તેની નવી ફ્લેગશીપ મોબાઇલ OPPO F 7 પરથી પડદો ઊંચકીને તમામ લોકોની ઉત્સુકતાને વધારી દીધી છે. આ મોબઇલમાં શ્રેષ્ઠ સ્ટેટ ઓફ આર્ટ ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન સાથે જ નોચ સ્ક્રીન અને આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવે છે. જે તેને તમામ સ્માર્ટફોનથી અલગ કરે છે. ઓપ્પોની ખાસિયત જ તે છે કે તે દર વખતે તેના ગ્રાહકોને કંઇક ખાસ કંઇક નવું આપે છે. અને તેના કારણે જ ઓપ્પોને સ્માર્ટફોનની ઇન્ડસ્ટ્રીમાં "સેલ્ફી એક્સપર્ટ અને લીડર" માનવામાં આવે છે. ત્યારે જો તમે પણ આ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને તેની ખાસિયત જાણવા માટે ઉત્સુક છો તો આ આર્ટીકલ ચોક્કસથી તેમાં તમારી મદદ કરશે. કારણે કે અમે અહીં તમને આ ફોનની સાત ખૂબીઓ જણાવીશું.

સાત ખાસિયત

સાત ખાસિયત

1. AI- પાવર્ડ સેલ્ફી કેમેરા

ઓપ્પો તેના સેલ્ફી એક્સપર્ટ ફોન માટે જાણીતો છે. 2017માં ઓપ્પોએ એઆઇ પાવર્ડ સેલ્ફી ટેકનોલોજી વાળો ફોન પહેલીવાર રજૂ કર્યો હતો જેમાં ઇમેજને મલ્ટીપલ પેરામીટર સાથે જાતે જ શીખવાની ક્ષમતા હોય. જેથી કરીને યોગ્ય અને સુંદરતાને વધારે તેવી ઇમેજ રજૂ થઇ શકે.
સેલ્ફી ગેમને વધુ એક લેવલ વધારવા માટે નવા એફ 7માં છે 25 MP ફ્રંટ કેમેરા જેમાં રિયલ ટાઇમ હાઇ ડાયનેમિક રેન્જ ટેકનોલોજી છે. વધુમાં તે એઆઇ બ્યૂટી 2.0 ટેકનોલોજીથી ઇન બિલ્ટ છે જે ફેસ્યલ એક્સપ્રેશનની સુંદરતાને ઓળખીને પરફેક્ટ સેલ્ફી પાડે છે. સાથે જ ગ્રુપ સેલ્ફીમાં પણ છોકરો હોય કે છોકરી તે મુજબ બ્યૂટીફિકેશન ટચ પણ આપે છે. એઆઇ એલિગોરિધમ વપરાશકર્તાના બ્યૂટીફિકેશન પરફેક્શનને સમજે છે અને તે આધારે ઇમેજને એડિટ કરે છે. અને સાથે જ બીજા ફોટો માટે પણ ઓટોમેટિક એડજેસ્ટમેન્ટ શોધે છે.


2. ફૂલ સ્ક્રીન

ઓપ્પો એફ 7 સ્માર્ટફોનની દુનિયા તેવા અનેક નવા ફિચર સૌથી પહેલા લાવવામાં સફળ રહ્યું છે જે આ પહેલા કોઇ લાવી નથી શક્યું. એફ 7 વર્ઝનમાં પણ ઓપ્પોએ ઇન્ડસ્ટ્રીના ફર્સ્ટ નોચ સ્ક્રીન ડિવાઇઝ લાવ્યો છે તે પણ ઇમપ્રુવ્ડ 6.2 FHD+ સુપર ફુલ સ્ક્રીન સાથે. આ મોટી સ્ક્રીન તમારા વાંચવા અને ગેમિંગ કરવાના અનુભવને ખાસ બનાવશે. પણ આટલી સરસ ફૂલ સ્ક્રીન હોવા છતાં આ ફોન તમારા હાથમાં સરળતાથી સમાઇ જશે. વળી તેનું 2280x1080 રેજોલ્યુશન પણ હાલની સ્માર્ટફોનની દુનિયામાં સર્વોચ્ચ છે.

3. AI દ્વારા ફોટોના રિડિફાઇનને મેનેજ કરવું

3. AI દ્વારા ફોટોના રિડિફાઇનને મેનેજ કરવું

ઓપ્પો એફ 7 એઆઇ ઇમેજને ઓળખે છે. અને તે ઓટોમેટિકલી ગ્રુપ ફોટોમાં ફેસ, સ્થળ, સીન આધારે એક આલ્બમ પણ બનાવે છે જેથી યુર્ઝસને સારું પડે. સાથે જ AI ટેકનોલોજીના કારણે તમે સ્ક્રીમનના બે ભાગ પાડી શકો છો. જ્યાં તમે તમારા ફેવરેટ એપ પણ રાખી શકો છો. સાથે જ એઆઇ ટેકનોલોજી તમારા ઇમેલ અને એસએમએસના જરૂરી સંદેશા જેમ કે મીટિંગ, યાત્રા પ્લાન, મૂવી ટિકિટને પણ યોગ્ય સમયે તમને યાદ કરાવે છે.

4. ફોટોગ્રાફી સાથે મસ્તી

એફ 7માં અનેક ફન ફિચર છે. જે યુઝર્સને પર્સનલ બ્યૂટીને એક કલાકારની જેમ નીખારે છે. કવર શોર્ટ ફિચરનો ઉપયોગ કરીને તેમે સેલ્ફીના કલર અને સેટ્રૂરેશન સાથે રમી શકો છો. સાથે જ કપડાં કે બેકગ્રાઉન્ડના કલરને પણ નિખારી શકો છો. જેનાથી તમારી સેલ્ફી કોઇ ગ્લોસી મેગેઝીનના કવર શોટ જેવી બની શકે છે. વળી ઓપ્પોએ આર્ગ્યૂમેન્ટ રિયાલીટ એટલે કે એઆર પણ રજૂ કરી છે જેમાં સ્પેનચેટ જેવા સ્ટીકર્સ જેવું ઘણું છે. તમારી સેલ્ફીમાં તમે મૂવી સ્ટારથી લઇને ક્યૂટ રેબિટ પણ બની શકો છો. અને તે સોશ્યલ મીડિયામાં પણ સરળતાથી શેયર થાય તેવું છે.

5. ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન

5. ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન

એફ 7 તેની સટીક મોબાઇલ ડિઝાઇનના કારણે એન્જીનિયરિંગ દુનિયામાં પહેલા જ એક સ્ટેન્ડર્ડ સેટ કરી ચૂક્યો છે. ભારતના લાખો યુઝર્સ અને તેમની જરૂરિયાતોને દેખતા એફ 7 ત્રણ અલગ અલગ રંગમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ રંગ છે સોલર રેડ, મૂનલાઇટ સિલ્વર, સ્ટેરી બ્લૂ. આમાથી તમે તમારી પસંદ મુજબ કોઇ પણ રંગ પસંદ કરી શકો છો.

6. ઉત્તમ ઓપરેટિંગ સિસ્ટમ

ઓપ્પો એફ 7 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.1 પર આધારીત કલર ઓએસ 5. ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ થયો છે. જેના કારણે તમને સ્માર્ટફોન ચલાવવાનો એક બિલકુલ જ નવો અનુભવ થશે. એઆઇ ટેકનોલોજીના કારણે એફ 7 સ્માર્ટફોન ખાલી 0.08 સેકન્ડમાં અનલોક થાય છે. સાથે જ તેમાં એક સેફ બોક્સ ફંકશન પણ છે. જે તમારા એપ અને ફાઇલ પર નજર રાખે છે અને તમારા પ્રાઇવેટ મેસેજને થર્ડ પાર્ટી એપથી બચાવીને રાખે છે.

7. મજબૂત હાર્ડવેર

7. મજબૂત હાર્ડવેર

ઓપ્પો પોતાના સોફ્ટવેર પર જેટલી મહેનત કરે છે તેટલી જ મહેનત તેના હાર્ડવેરની ક્ષમતા પર પણ કરે છે. ઓપ્પો એફ 7 સ્માર્ટફોન 64 બિટ 4 જીબી ઓક્ટા કોર પ્રોસેસર પર રન થાય છે. તેમાં ત્રણ મેમરી સ્લોટ છે. જેમાં ફોનની મેમરી 256 જીબી સુધી વધારી શકાય છે. સાથે જ ફોનમાં બે 4જી વોલ્ટ કાર્ડ સ્લોટ છે. જેનાથી યુઝર્સ બે સિમ કાર્ડ સ્લોટને 4જી સિમ પર વાપરી શકે છે. સાથે જ તમને 4જી ફોન કોલ પર કનેક્ટ થતી વખતે બીજા 4જી કનેક્શનથી ગેમ પણ રમી શકો છો. તેવી ખાસયિત આ ફોનમાં છે.


તો જો તમે આ સીઝનમાં સરસ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો કે પછી તમારા કોઇ નજીકના વ્યક્તિને સ્માર્ટફોન ગીફ્ટ કરવાનું પ્લાન કરી રહ્યા છો તો ઓપ્પો એફ 7 વિષે પણ એક વાર વિચાર કરી શકાય તેમ છે.

English summary
7 Reasons Why You Should Own the OPPO F7 smartphone Right Away

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.