Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Anti-Valentines Week 2023 : આજથી એન્ટિ વેલેન્ટાઇન વીક, જાણો દરેક દિવસની ખાસ વાત

Anti-Valentines Week 2023 : 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કર્યા બાદ, 15મી ફેબ્રુઆરીથી એન્ટિ વેલેન્ટાઈન વીકની ઉજવણી કરવામાં આવે છે.

Anti-Valentines Week 2023 : વેલેન્ટાઇન વીક પ્રેમ કરવાવાળા માટે હોય છે. આ વિક સિંગલ લોકો માટે પીડાદાયક હોય છે. જે કારણે વેલેન્ટાઇન વિક બાદ એન્ટિ વેલેન્ટાઇન વીક ઉજવવામાં આવે છે. આ વીક દરમિયાન લોકો અલગ અલગ દિવસો ઉજવે છે.

આજથી એન્ટિ-વેલેન્ટાઇન વીક શરૂ થશે

આજથી એન્ટિ-વેલેન્ટાઇન વીક શરૂ થશે

આજથી એન્ટિ-વેલેન્ટાઇન વીક શરૂ થશે, જે સિંગલ લોકો માટે શ્રેષ્ઠ છે. 14 ફેબ્રુઆરી બાદ 15 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી લોકો એન્ટી વેલેન્ટાઈન વીકની ઉજવણી કરશે. આ દરમિયાન સ્લેપ ડે, કિક ડે, પરફ્યુમ ડે, ફ્લર્ટ ડે, કન્ફેશન ડે, મિસિંગ ડે અને બ્રેક-અપ ડેની ઉજવણી કરવામાં આવે છે. એન્ટિ-વેલેન્ટાઇન વીકનો પ્રેમ સાથે બિલકુલ સંબંધ નથી.

15 ફેબ્રુઆરી - સ્લેપ ડે (Slap Day)

15 ફેબ્રુઆરી - સ્લેપ ડે (Slap Day)

સ્લેપ ડે એ વેલેન્ટાઇન-વિરોધી સપ્તાહનો પ્રથમ દિવસ છે, જે વેલેન્ટાઇન ડેના બીજા દિવસે 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસતે લોકો માટે છે, જેઓ તેમની સાથે છેતરપિંડી કરવા, તેમની સાથે ગેરવર્તન કરવા અને તેમને નુકસાન પહોંચાડવા માટે તેમના પૂર્વપ્રેમીનેથપ્પડ મારવા માંગે છે.

જોકે, અમે નથી ઈચ્છતા કે, તમે વાસ્તવમાં જઈને કોઇને થપ્પડ મારો, તેના બદલે તમારે તમારા પૂર્વપ્રેમી પ્રત્યેનીતમારી લાગણીઓ પર કાબૂ મેળવવો જોઈએ અને તમારા જીવન સાથે આગળ વધવું જોઈએ.

16 ફેબ્રુઆરી - કિક ડે (Kick Day)

16 ફેબ્રુઆરી - કિક ડે (Kick Day)

કિક ડે 16મી ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે અને તે એન્ટી-વેલેન્ટાઈન વીકનો બીજો દિવસ છે. આ દિવસે તમારા જીવનમાંથી દરેકપ્રકારની નકારાત્મકતાને દૂર કરવા માટે તૈયાર રહો. તમે વિશ્વની તમામ ખુશીઓ માટે લાયક છો અને તમારા સપનાને પ્રાપ્ત કરવામાંતમને કંઈપણ રોકી શકશે નહીં. તેથી એવી દરેક વાતોને લાત મારી પોતાની જીવનમાંથી નકારાત્મક દુર કરવા માટેનો દિવસ છે.

17 ફેબ્રુઆરી - પરફ્યુમ ડે (Perfume Day)

17 ફેબ્રુઆરી - પરફ્યુમ ડે (Perfume Day)

પરફ્યુમ ડે એ એન્ટિ વેલેન્ટાઇન વીકનો ત્રીજો દિવસ છે, જે 17 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તમારે તમારી જાતને આ ખાસ ભેટઆપવી જોઈએ. ઘરની બહાર નીકળો અને તમારી જાતને તે પરફ્યુમ ગિફ્ટ કરો, જેની રાહ તમે લાંબા સમયથી જોઈ રહ્યા છો. આ તમારામાટે કંઈક કરવાનો દિવસ છે, જેથી તમે આનંદ અનુભવો.

18 ફેબ્રુઆરી - ફ્લર્ટ ડે (Flirt Day)

18 ફેબ્રુઆરી - ફ્લર્ટ ડે (Flirt Day)

ફ્લર્ટ ડે એ એન્ટિ વેલેન્ટાઇન વીકનો ચોથો દિવસ છે અને 18 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. જો તમે તમારા ક્રશને પ્રપોઝ કરવામાંગતા હો, તો તેઓ કેવી પ્રતિક્રિયા આપે છે, તે જોવા માટે પહેલા તેમની સાથે ફ્લર્ટ કરો.

19 ફેબ્રુઆરી - કન્ફેશન ડે (Confession Day)

19 ફેબ્રુઆરી - કન્ફેશન ડે (Confession Day)

કન્ફેશન ડે દર વર્ષે 19 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તે એન્ટિ વેલેન્ટાઇન વીકના 5મા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે તમેતમારા ક્રશને કહી શકો છો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. આ તમે કેવું ફીલ કરો છે, તે વ્યક્ત કરવાની સારી તક પૂરી પાડે છે. જો તમેપહેલાથી જ કોઈ સંબંધમાં છો, તો તમે ભૂતકાળની ભૂલો માટે તમારા પાર્ટનરની માફી પણ માંગી શકો છો.

20 ફેબ્રુઆરી - મિસિંગ ડે (Missing Day)

20 ફેબ્રુઆરી - મિસિંગ ડે (Missing Day)

મિસિંગ ડે એ એન્ટિ વેલેન્ટાઇન વીકનો છઠ્ઠો દિવસ છે, જે 20 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે તમે કોઈ ખાસ વ્યક્તિને કહીશકો છો કે, તમે તેમને કેટલું મિસ કરો છો, પરંતુ આ દિવસે તમારા પૂર્વ પ્રેમીને મેસેજ કે કોલ કરશો નહીં, નહીંતર તમને પાછળથી પસ્તાવોથશે.

21 ફેબ્રુઆરી - બ્રેક અપ ડે (Breakup Day)

21 ફેબ્રુઆરી - બ્રેક અપ ડે (Breakup Day)

એન્ટિ વેલેન્ટાઇન વીક બ્રેક ડે સાથે સમાપ્ત થાય છે, જે 21 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. જો તમે એવી રિલેશનશીપમાં છો, જેતમારા જીવનમાં માત્ર નકારાત્મકતા જ ઉમેરે છે, તો તમારે આ દિવસનો લાભ ઉઠાવવો જોઈએ અને સ્વતંત્રતા પસંદ કરવી જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X