ભારત સિવાય આ દેશોમાં પણ છે ભારતીય સેનાના બેઝ કેમ્પ, લિસ્ટમાં આ જાણીતા દેશનું પણ નામ

દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી ભારતીય સેના તેની વીરતા માટે જાણીતી છે. તમને જાણીને નવાઈ લાગશે ભારતીય સેના ભારત સિવાય વિદેશમાં પણ પોતાના ઠેકાણા ધરાવે છે.

ચારે બાજુ દુશ્મનોથી ઘેરાયેલો ભારત સેના પર વિશેષ ધ્યાન આપે છે. આ જ કારણ છે કે ભારતીય સેનાનો દુનિયામાં ડંકો વાગે છે. દુનિયાના ઘણા દેશોમાં ભારતીય સેનાની હાજરી છે.

Indian Army

તજાકિસ્તાન
તજાકિસ્તાનના દક્ષિણ વિસ્તારમાં આવેલ સુલતિત ફરખોર એરબેઝ તેની સરહદોની બહાર ભારતનું પ્રથમ લશ્કરી એરબેઝ છે. તેની સ્થાપના મધ્ય એશિયામાં ભારતીય વાયુસેના દ્વારા તજાકિસ્તાનની વાયુસેનાના સહયોગથી કરવામાં આવી છે.

ભૂટાન
ભૂટાન ભારતનો ગાઢ મિત્ર છે. ભૂટાન એક હિમાલયનો દેશ છે અને ભારત ભારતીય લશ્કરી તાલીમ ટીમ દ્વારા ભૂટાનમાં આવશ્યક હાજરી જાળવી રાખે છે. આ તાલીમ મિશન દ્વારા ભારત રોયલ ભૂટાન આર્મી અને ભૂતાનના રોયલ બોડીગાર્ડને તાલીમ આપે છે.

મેડાગાસ્કર
આ પૂર્વ આફ્રિકાનો એક દેશ છે અને અહીં ભારતનું લશ્કરી મથક છે. તેની સ્થાપના વર્ષ 2007માં કરવામાં આવી હતી. આ ભારતની પ્રથમ વિદેશી ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સ ભેગી કરતી ચોકી છે.

મોરેશિયસ
મોરેશિયસના અગાલેગા દ્વીપમાં ભારતનું લશ્કરી મથક છે. તે હિંદ મહાસાગરમાં ભારત-મોરેશિયસ લશ્કરી સહયોગ કરાર દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે ભારત માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પોસ્ટ છે.

ઓમાન
ઓમાનના રાસ અલ હદમાં ભારતની પોસ્ટ છે અને દુક્મમાં પણ એક પોસ્ટ છે. દુક્મ પાસે ભારતીય નૌકાદળ અને એરફોર્સ બેઝ છે, જે લોજિસ્ટિકલ સપોર્ટ અને જાળવણી સેવાઓ પૂરી પાડે છે.

સિંગાપુર
ચાંગી નેવી બેઝમાં ભારત અને સિંગાપોરના સહયોગથી ભારતની પોસ્ટ છે. આ સુવિધા દ્વારા ભારતીય નૌકાદળના જહાજો મલક્કાના અખાતમાં પેટ્રોલિંગ કરે છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ પોસ્ટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X