• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

35 વર્ષે પણ તમે કેમ છો કુંવારા? આ રહ્યા કારણો

By Kumar Dushyant
|

ગાંધીનગર, 7 ઓક્ટોબર: તમે કોઇ ઓફિસ પાર્ટી કે પછી મિત્રોની સાથે સાંજ વિતાવવા જાવ છો. ત્યાં તમે જુઓ છો કે તમારા બધા મિત્રોની સાથે કોઇને કોઇ પાર્ટનર હાજર છે. જેના હાથમાં હાથ નાખીને તેઓ વાતો કરી રહ્યાં છે.

તમે પોતાના વિશે વિચારો છો કે તમે જ આ બધાની એકલા કેમ પડી જાવ છો. એવું તો શું છે કે તમે હજુ પણ એકલા જ છો અને તમાર મિત્રોની પાસે મનપસંદ પ્રેમ છે. તમે 35 વર્ષના થઇ ગયા છો અને તમે હજુ સુધી એટલા વ્યસ્ત રહો છો કે તમે કોઇ છોકરીની સાથે ડેટ પર જઇ નથી શકતા.

શું તમે તેમાંના એક છો જે વિચારે છે કે બીજા લોકોને કેવી રીતે પાર્ટનર મળી જાય છે? આપણામાંથી ઘણા એવા લોકો છે જે એટલા વ્યસ્ત રહે છે કે કોઇ પણ સંબંધમાં પડવું તેમના માટે સંભવ નથી અને જ્યારે ઘરે પરત ફરે છે તો તેમનું સુખ-દુખ વેચનાર કોઇ હોતું નથી.

શું તમે એવું અનુભવો છો કે તમે એ બદનસીબ લોકોમાંના એક છો જેની પાસે ગર્લફ્રેડ, બોયફ્રેડ કે પાર્ટનર મળી ન શકે? શું તમે ક્યારેય તેની પાછળના કારણો વિશે વિચાર્યું છે? જો તમે આ હજુ આ કારણોને શોધી નથી શક્યા તો અમે તમને આ કારણો સમજાવીએ.

35ની ઉંમરે પણ તમે કેમ કુંવારા છો? જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

નેટવર્કિંગ ઝડપી ન હોવું

નેટવર્કિંગ ઝડપી ન હોવું

તમારી દિનચર્યા કેવી છે? તમે તમારા જૂના મિત્રોને કેટલીવાર મળો છો અને તેમની સાથે કેટલીવાર પાર્ટી, પબ કે મોજમસ્તી કરવા માટે જાવ છો? શું તમારી જરૂરિયાતના સમયે તમારો કોઇ મિત્ર હાજર રહેશે. આ અંગે વિચારો તમને તમારો જવાબ જાતે મળી જશે.

વીકએન્ડ હંમેશા બોરિંગ જવો

વીકએન્ડ હંમેશા બોરિંગ જવો

જો તમારો વીકએન્ડ રોજિંદા દિવસોની જેમ પસાર થાય છે અને તમે તમારા મિત્રોની સાથે તે દિવસે કોઇ ખાસ પ્રોગામ હોતો નથી તો, સાચે જ કોઇપણ રિલેશનશિપમાં પડવ માટે એક તમે એક વ્યસ્ત વ્યક્તિ છો.

સાંજનો આનંદ ન માણવો

સાંજનો આનંદ ન માણવો

તમે થાકેલા પાકેલા ઓફિસથી આવો છો અને તમને જરાપણ સમય નથી મળતો કે તમે આ સુહાની સાંજને કોઇ સ્પેશની સાથે બહાર વિતાવો. આ દિનચર્યા બતાવે છે કે તમે લાઇફમાં બિલકુલ પણ આનંદ ઉઠાવતા નથી. તમારી જગ્યાએ કોઇ બીજો સિંગલ છોકરો કે છોકરી હોય તો તે આ અવસરનો ફાયદો જરૂર ઉઠાવતો અથવા ઉઠવતી.

મુસાફરીમાં વધુ સમય પસાર કરવો

મુસાફરીમાં વધુ સમય પસાર કરવો

તમારું કામ તમારી પાસે વધુ મુસાફરી કરાવે છે અને તમારી પાસે તમારા અંગત લોકો સાથે વાત કરવાનો સમય નથી. તમે તમારા મિત્રોને વાયદો કર્યો હતો કે તેની પાર્ટીમાં જરૂર આવશે પરંતુ કામ આવી જવાથી તમે યાત્રા પર નિકળી ગયા. તો તમારા માટે જાણવું જરૂરી છે કે કોઇપણ સબંધ માટે સમય હોવો કેટલો જરૂરી છે.

કોઇ નવા વ્યક્તિ સાથે મિત્રતા ન કરવી

કોઇ નવા વ્યક્તિ સાથે મિત્રતા ન કરવી

એવા ઘણા લોકો છે જેમને તેવા લોકોની શોધ હોય છે જે પોતાની જીંદગીમાં સારી રીતે સેટલ થઇ ગયા છે. પરંતુ તમે છો કે કોઇ સોશિયલ ગેધરિંગમાં જવા માંગતા નથી.

પોતાને બદલવાનો સમય આવી ગયો છે

પોતાને બદલવાનો સમય આવી ગયો છે

જો તમે આ વાતોને તમારી જીંદગીમાં અનુભવી હોય તો, સમય આવી ગયો છો કે તમે પોતાને બદલો. પ્રેમમાં રહેવાની ફિલિંગ દુનિયામાં કોઇપણ ફિલિંગથી અલગ હોય છે એટલા માટે પોતાનામાં કેટલાક પરિવર્તન કરો અને જેટલું શક્ય બને એટલું પ્રેમમાં ડૂબી જાવ.

lok-sabha-home

English summary
Do you feel that you are the unfortunate one who is not able to find a girlfriend, boyfriend or partner for you? Ever wondered what can be the reason? If you are not able to identify the reason yourself, just have a look on following things.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more