કાગડાની ઝપટે ચડતા પહેલા સાવધાન, આટલા વર્ષો સુધી યાદ રાખે છે દુશ્મની
કહેવાય છે કે કાગડાઓ તેમની સાથે ખરાબ કરનારાઓથી બદલો લે છે. તમે પણ ઘણી વખત આનો અનુભવ કર્યો હશે. તમને જાણીને નવાઈ લાગશે કે કાગડાઓ વર્ષો સુધી તેના દુશ્મનોને ભુલતા નથી.
કાગડાઓને લઈને હાલમાં જ સામે આવેલા એક રિસર્ચમાં ચૌકાવનારો ખુલાસો થયો છે. આ રિસર્ચ અનુસાર, કાગડા 17 વર્ષ સુધી તેના દુશ્મનોને ભુલતા નથી અને બદલો લેવાની ફિરાકમાં રહે છે.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના પર્યાવરણ વૈજ્ઞાનિક પ્રોફેસર જ્હોન માર્ઝલફના આ રિસર્ચમાં ઘણા ચૌકાવનારા ખુલાસા થયા છે.
2006 માં તેમણે આ રિસર્ચ શરૂ કર્યુ હતુ. આના માટે એક પ્રયોગ હાથ ધર્યો અને રાક્ષસનું માસ્ક પહેર્યું અને સાત કાગડાઓને જાળમાં ફસાવીને પકડ્યા. તેમણે તેમને ઓળખવા માટે તેમના પીંછાને ચિહ્નિત કર્યા અને પછી તેમને કોઈ નુકસાન વિના છોડી દીધા. છૂટ્યા પછી પણ કાગડા તેમની પાછળ પડ્યા રહ્યા. જ્યારે પણ તે કેમ્પસમાં માસ્ક પહેરતા ત્યારે કાગડા તેના પર હુમલો કરતા.
રિસર્ચમાં સૌથી ચૌકાવનારી બાબત એ છે કે અન્ય કાગડાઓ પણ તેમાં જોડાયા અને આ હુમલાઓ સાત વર્ષ સુધી ચાલુ રહ્યા. 2013 પછી કાગડાઓની આક્રમકતા ધીમે ધીમે ઓછી થવા લાગી.
પ્રયોગના 17 વર્ષ પછી માર્ઝલફે માસ્ક પહેરતા કાગડાઓએ ન તો તેના પર હુમલો કર્યો કે ન તો તેને પોકાર્યા. તેમના અભ્યાસ દ્વારા માર્ઝલુફે શોધ્યું કે કાગડાના મગજમાં સસ્તન પ્રાણી એમીગડાલા જેવો વિસ્તાર હોય છે, જે લાગણીઓની પ્રક્રિયા માટે જવાબદાર છે. કાગડા માત્ર માનવ વર્તનને નજીકથી જ નિહાળી જ નથી શકતા ણ ચહેરાને પણ ઓળખી શકે છે.
કાગડાઓ કોઈનાથી ભય અનુભવે ત્યારે તે વ્યક્તિને યાદ કરી શકે છે. કેટલીકવાર તે અન્ય કાગડાઓને પણ જણાવી શકે છે.












Click it and Unblock the Notifications
