તો આવી લાઇફ જીવે છે 'ગુજરાતી વહુ' નીતા અંબાણી
ભારતમાં વૈભવી જીવન જીવતા બિઝનેસ મેન, ખેલાડીઓ, બોલિવુડ સ્ટાર્સ અને રાજકારણીઓ અંગે અવાર નવાર આપણે સાંભળતા આવ્યા છીએ, તેમાં ખાસ કરીને જ્યારે પણ અને જ્યાં પણ અંબાણી પરિવારનો ઉલ્લેખ થાય ત્યારે તુરત જ લોકોનું ધ્યાન આપમેળે તેમના તરફ આકર્ષિત થઇ જતું હોય છે, ધીરુભાઇ અંબાણીએ ક્યાંથી ક્યાં પોતાના પરિવારને પહોંચાડી દીધો એ આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આ વખતે અહીં તેમના જયેષ્ઠ પુત્ર મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીના વૈભવી અને સામાજિક કાર્યવૃત્તિવાળા જીવન અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.
આઇપીએલ હોય કે પછી કોઇ ગ્લેમર પાર્ટી, સામાન્ય પ્રસંગ હોય કે જાહોજલાલીવાળો પ્રસંગ કે પછી સમાજ જીવનને ઉપયોગી થઇ શકે તેવા સામાજિક કાર્ય હોય નીતા અંબાણીનું નામ આપણને હંમેશા સાંભળવા મળે છે. પોતાની સાધારણ પણ અસાધારણ કહીં શકાય તેવા વ્યક્તિવ સાથે તેઓ દરેક સ્થળે જોવા મળતા હોય છે, ત્યારે અહીં તસવીરોના માધ્યમથી આપણે નીતા અંબાણીના જીવનની આવી જ કેટલીક બાબતોની માહિતી મેળવીએ.

નીતા અંબાણીનો પેલેસ
મુકેશ અંબાણીએ વિશ્વનું સૌથી મોંઘુ ઘર બનાવ્યું છે, જેની કિંમત અંદાજે 1 બિલિયન ડોલર છે. આ ઘરનું નિર્માણ 49000 સ્કેવર ફિટમાં કરવામાં આવ્યું છે. જેમાં એ તમામ વૈભવી અને હાઇફાઇ સુવિધાઓ છે જે મેળવવાનું સ્વપ્ન દરેક વ્યક્તિ નિહાળતો હોય છે. આ વૈભવી પેલેસના મહારાજા મુકેશ અંબાણી છે તો તેના મહારાણી નીતા અંબાણી છે.

106 વર્ષ જૂની જાપાનીઝ બ્રાન્ડનો ઉપયોગ
મુકેશ અંબાણીએ આ વૈભવી ઘરમાં 25 હજાર ટેબલવેરના પીસનો ઓર્ડર ખાસ જાપાનમાં આપ્યો હતો. જે જાપાનની 106 વર્ષ જૂની બ્રાન્ડ નોરિટેકનો છે. જ્યારે 50 પીસ સેટ 22 કેરેટ ગોલ્ડ અને પ્લેટિનિયમ ટ્રિમ્ડને ચીનથી મંગાવ્યા હતા.

જન્મ દિવસની ભેંટ
મુકેશ અંબાણીએ તેમના પત્ની નીતા અંબાણીને તેમના 44માં જન્મ દિવસ નિમિત્તે 242 કરોડના કિંમતની એરબસ 319 ભેંટમાં આપી હતી. આ જેટમાં તમામ વૈભવી સુવિધાઓ આપવામાં આવી છે.

પરફેક્ટ હોસ્ટ
બિલિયોનર વાઇફ નીતા અંબાણી એક પરફેક્ટ હોસ્ટ પણ છે. તેમના ઘર એન્ટાલિયામાં જ્યારે પણ કોઇ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે ત્યારે તે દરેક વખતે શાનદાર હોય છે અને તેમા સચિન તેંડુલકર, લક્ષ્મણ, બોલિવુડ હસ્તીઓ સહિતના અનેક લોકોની હાજરી જોવા મળે છે.

ફાઉન્ડર ચેરપર્સન
કારકિર્દીને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવેલી ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના તેઓ ફાઉન્ડર ચેરપર્સન છે. આ એક મોસ્ટ પ્રેસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યૂટ છે. આ ઉપરાંત તેઓ અનેક સ્થાનો પર નાના-નાના ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓની મદદ કરતા પણ આપણને અવાર-નવાર ટીવી ચેનલોમાં જોવા મળ્યા છે.

મોસ્ટ સ્ટાઇલિશ બિલિયોનર વાઇફ
નીતા અંબાણીનો સમાવેશ મોસ્ટ સ્ટાઇલિશ બિલિયોનર વાઇફ્સની યાદીમાં પણ કરવામાં આવ્યો છે. ભારતીય હૃદય ધરાવતા નીતા અંબાણી દરેક પાર્ટી અને અન્ય કાર્યક્રમોમાં તે સારી અને કૂર્તામાં જોવા મળે છે. જે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

પરોપકારી કાર્યોમાં પણ યોગદાન
નીતા અંબાણી માત્ર હાઇફાઇ જીવન જીવવામાં જ નથી માનતા તેઓ અનેક પરોપકારી કાર્યો સાથે જોડાયેલા છે. ધીરુભાઇ અંબાણી ફાઉન્ડેશન દ્વારા સ્વાસ્થ્ય કેર સર્વિસ, એજ્યુકેશન સહિતના અનેક કાર્યો સુવિધા વગરના ગામડાંઓ અને પછાત ગામોમાં કરવામાં આવે છે.

ગ્લેમર જગાવતી બેગ
ગ્લેમર લૂક ધારણ નહીં કરીને પણ નીતા અંબાણી જ્યાં પણ જાય છે ત્યાં ગ્લેમર ઉત્પન્ન કરી દે છે, અને આ કામ કરે છે તેમના હાથમાં જોવા મળતી ગ્લેમરિયસ બેગ. તેઓ જે બેગ લઇને પાર્ટી કે અન્ય કાર્યક્રમોમાં જાય છે, ત્યાં આ બેગ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેતી હોય છે.

વિવિધ મેગેઝીનના કવર ગર્લ
આપણે હંમેશા ગ્લેમર જગાવતી અભિનેત્રીઓ કે સ્પોર્ટ્સ ક્ષેત્રે જોડાયેલી યુવતીઓને વિવિધ મેગેઝીનમાં જોઇએ છીએ, પરંતુ આ તમામને માત આપીને નીતા અંબાણી પણ વિવિધ મેગેઝીનના કવર ગર્લ બની ગયા છે, જેમાં ફિલ્મફેર, વેર્વ અને હાઇ મેગેઝીન ટોચ પર છે.

આઇપીએલનું આકર્ષણ
જ્યારે પણ આઇપીએલમાં તેમની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ મેદાન પર રમવા માટે ઉતરતી હોય છે, ત્યારે મોઢા પર મુસ્કાન સાથે તેઓ આઇપીએલમાં જોવા મળતા હોય છે, ટીમ સારું પ્રદર્શન કરે કે પછી ટીમનું પ્રદર્શન નબળું હોય નીતા અંબાણી હંમેશા પોતાની ટીમ સાથે એક આત્મવિશ્વાસ સાથે ઉભેલા જોવા મળે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
