For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં હરણ કરે છે ડાન્સ એ પણ દેશી બીટ્સ પર

By Super
|
Google Oneindia Gujarati News

વિષ્ણુપુરને મણિપુરની સાસ્કૃતિક અને ધાર્મિક રાજધાની કહેવામાં આવે છે. આ એવું સ્થળ છે, જ્યાં ભગવાન વિષ્ણુ રહે છે, જે ડોમના આકારમાં ટેરાકોટા મંદિરથી ઘેરાયેલું છે અને અહીં પ્રસિદ્ધ નૃત્ય કરતા હરણ, સંગાઇ પણ જોવા મળે છે. આ તમામની હાજરીથી વિષ્ણુપુર કોઇ સ્વર્ગથી ઓછું લાગતું નથી. ઇમ્ફાલથી 27 કિમી દૂર સ્થિત, મણિપુરની રાજધાની વિષ્ણુપુરને પહેલા લુમ્લંગડોંગના નામથી ઓળખવામાં આવતું હતું. આ વિષ્ણુપુર જિલ્લાનું જિલ્લા મથક પણ છે જે ઉત્તર દિશામાં સેનાપતિ અને પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લાથી, પશ્ચિમ દિશામાં ચુરાચાંદપુર જિલ્લાથી, દક્ષિણ પુર્વીય દિશામાં ચંદેલ જિલ્લાથી અને પૂર્વ દિશામાં થૌબાલ જિલ્લાથી ઘેરાયેલું છે. વિષ્ણુપુર શહેરમાં થાંગજરોક નદી વહે છે. વિષ્ણુપુરને બિશેનપુર પણ કહેવામાં આવે છે.

વિષ્ણુપુરની આસપાસના પર્યટન સ્થળ

વિષ્ણુપુર નૃત્ય કરતાં હરણ, સંગાઇનું ઘર છે. આ એક એવું એકમાત્ર સ્થળ છે જ્યાં હરણ જોવા મળે છે. સંગાઇ લોકટક ઝીલના દક્ષિણ વિસ્તારમાં જોવા મળે છે. લોકટક ઝીલ પૂર્વીય ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું ઝીલ છે. આજકાલ સંગાઇ, કેઇબુલ લમ્ઝાઓ રાષ્ટ્રીય પાર્કથી સંરક્ષિત ક્ષેત્રમાં રહે છે જે વિષ્ણુપુર જિલ્લામાં જ પડે છે.

કેઇબુલ લમ્જાઓ રાષ્ટ્રીય પાર્કમાં બીજા જાનવર જેમ કે, પાઢા, પાણીમાં રહેતી પંખી અને ઉદબિલાવ પણ જોવા મળે છે. આ રાષ્ટ્રીય પાર્ક સૌથી મહત્વપૂર્ણ પર્યટન સ્થળમાંનું એક છે. કેઇબુલ લમ્જાઓ રાષ્ટ્રીય પાર્ક, લોકટક ઝીલથી ઘેરાયેલું છે અને પર્યટકો માટે સુંદર નજારો રજૂ કરે છે. આઇએનએ સ્મારક કોમ્પલેક્સ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને સમર્પિત છે અને ત્યાં એક સંગ્રહાલય પણ છે જ્યાં આ સ્વતંત્રતા સેનાનીના એવશેષ છે. ઝીલ પર તરતું દલદલ જેને સ્થાનિક લોકો ફુમ્દી કહે છે, આ ઝીલને લીલું રૂપ આપે છે. એ જ કારણ છે કે મોટાભાગની વનસ્પતિ પાણીમાં ડુબેલી છે. લોકટક લેકની આસપાસના ગામ આ તરતી વનસ્પતિની આસપાસ દુષ્કર જીવન વિતાવે છે.

વિષ્ણુપુરનો સંમોહિત કરતો ઇતિહાસ

વિષ્ણુપુર સાથે અનેક કથાઓ જોડાયેલી છે. વિષ્ણુપુર મણિપુરના મંદિરોવાળું નગર કેવી રીતે બન્યુ તે પણ રસપ્રદ કહાણીઓ છે. રાજા ક્યામા જેમણે 1467 એડીમાં આ ક્ષેત્રમાં શાસન કર્યું, પોંગની સાથે સારા સંબંધો હતા. પોંગની મદદથી રાજા ક્યામા શાન સામ્રાજ્યવાળા ક્યાંગ પર ચઢાઇ કરી. આ લડાઇને આ બન્ને રાજાએ સાથે મળીને જીતી અને આ જીતની શુભેચ્છાના રૂપમાં રાજા પોંગે ભગવાન વિષ્ણુની મૂર્તિ રાજા ક્યામાને ભેંટ સ્વરૂપે આપી. ત્યારથી આ મૂર્તિ લુમલાંગડોંગમાં રાખવામાં આવી છે અને બાદમાં આ નગર વિષ્ણુપુરના નામથી જાણીતું બન્યું છે, એવું સ્થળ જ્યાં વિષ્ણુનો વાસ હોય. આ સમય ભગવાન વિષ્ણુની પૂજા આ રાજ્યમાં લોકપ્રિય થઇ ગઇ.

વિષ્ણુપુર જવાનો યોગ્ય સમય

વિષ્ણુપુર જવાનો સૌથી યોગ્ય સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરીની વચ્ચે હોય છે કારણ કે એ સમયે યાત્રી પોતાની યાત્રા સુવિધાનજક રીતે કરી શકે છે.

વિષ્ણુપુર કેવી રીતે પહોંચવું

વિષ્ણુપુર પહોચવા માટે રેલ, માર્ગ અને હવાઇ યાત્રા કરી શકાય છે.

કેઇબુલ લમ્જાઓ રાષ્ટ્રીય ઉદ્યાન

કેઇબુલ લમ્જાઓ રાષ્ટ્રીય ઉદ્યાન

કેઇબુલ લમ્જાઓ રાષ્ટ્રીય ઉદ્યાન એક અદ્વિતિય સ્થળ છે. આ વિશ્વનું એકમાત્ર તરતું ઉદ્યાન છે, જ્યાં ઘણા પ્રકારના પશુ અને પક્ષીઓ રહે છે. તાંગા નગરની નજીક વિષ્ણુપુર જિલ્લામાં સ્થિત, કઇબુલ લમ્જાઓ રાષ્ટ્રીય ઉદ્યાન, લોકટક ઝીલનું અવિભાજ્ય અંગ છે. આ ઝીલ સૌથી પ્રમુખ આકર્ષણ છે, વિલુપ્ત થઇ રહેલા એલ્ડ હરણ અને બારહસિંઘા જેને અહીંના લોકો સંગાઇ કહે છે. તે નૃત્ય કરતા હરણો છે જે વિષ્ણુપુર અને મણીપુરને પ્રસિદ્ધ બનાવે છે. કેઇબુલ લમ્જાઓને 1977માં રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું હતું, જેથી સંગાઇને બચાવી શકાય.

એબુધોઉ થાંગજિંગ મંદિર

એબુધોઉ થાંગજિંગ મંદિર

એબુઘોઉ થાંગજિંગ મંદિર મોઇરંગમાં સ્થિત છે અને મોઇરંગને મણીપુરે વિષ્ણુપુર જિલ્લાના પ્રતિષ્ઠિત શહેરોમાંનું એક એક મનાય છે. આ એક જૂનુ મંદિર છે જે મણીપુરના લોકોને પરંપરાગત દેવતા એબુદોઉ થાંગજિંગને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન થાંગજિંગ, મોઇરંગને ખરાબ શક્તિઓથી બચાવે છે.

એબુધોઉ થાંગજિંગ મંદિરને લોઇ હરોબા તહેવાર દરમિયાન રોશનીથી ચમકાવવામાં આવે છે. લાઇ હરોબા તહેવાર મે મહિનામાં મનાવવામાં આવે છે. આ પરંપરાગત તહેવાર પ્રાચીન હિન્દુ દેવતા એબુધોઉ થાંગજિંગના સન્માનમાં મનાવવામાં આવે છે. આ તહેવારમાં નૃત્ય, ગીત અને ભોજન થાય છે, જે એક મહિના સુધી ચાલે છે.

પુરુષ અને સ્ત્રી પોતાના પારંપરિક પરિધાનમાં હોય છે અને મંદિર તરફથી પૂજા કરી આગળ વધે છે. ખમ્બા થોઇબી નામનું નૃત્ય રૂપ, લાઇ હરોબા તહેવારમાં દર્શાવવામાં આવે છે. આ સમયે મોઇરંગ જઇને આ તહેવારને માણવો સૌથી શ્રેષ્ઠ હોય છે.

આઇએનએ સ્મારક કોમ્પલેક્ષ

આઇએનએ સ્મારક કોમ્પલેક્ષ

મોઇરંગ ભારતીય સેનાના મુખ્યાલય રહી ચૂક્યા છે, જેનું નેતૃત્વ સુભાષ ચન્દ્ર બોઝે કર્યું. આઇએનએ સ્મારક કોમ્પલેક્ષ બીજા વિશ્વ યુદ્ધમાં થયેલી ઘટનાઓ અને આઝાદી માટે ભારતીય સંઘર્ષનું સાક્ષી છે. અહીં પર આઝાદ હિન્દુ ફોઝનો ઝંડો પહેલીવાર ભારતની સર જમીન પર નેતાજી દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. સ્મારક પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ઘણા બૈઝ, પત્ર અને લેખ ઉપરાંત કાંસની મૂર્તિ છે, જેમનું નિધન 1945માં રહસ્યપૂર્ણ રીતે થયું હતું. આ કોમ્પલેક્ષમાં એક સંગ્રહાલય પણ છે.

વિષ્ણુપુરની આસપાસના પર્યટન સ્થળ

વિષ્ણુપુરની આસપાસના પર્યટન સ્થળ

વિષ્ણુપુર નૃત્ય કરતાં હરણ, સંગાઇનું ઘર છે. આ એક એવું એકમાત્ર સ્થળ છે જ્યાં હરણ જોવા મળે છે. સંગાઇ લોકટક ઝીલના દક્ષિણ વિસ્તારમાં જોવા મળે છે. લોકટક ઝીલ પૂર્વીય ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું ઝીલ છે. આજકાલ સંગાઇ, કેઇબુલ લમ્ઝાઓ રાષ્ટ્રીય પાર્કથી સંરક્ષિત ક્ષેત્રમાં રહે છે જે વિષ્ણુપુર જિલ્લામાં જ પડે છે.

વિષ્ણુપુરની આસપાસના પર્યટન સ્થળ

વિષ્ણુપુરની આસપાસના પર્યટન સ્થળ

વિષ્ણુપુર નૃત્ય કરતાં હરણ, સંગાઇનું ઘર છે. આ એક એવું એકમાત્ર સ્થળ છે જ્યાં હરણ જોવા મળે છે. સંગાઇ લોકટક ઝીલના દક્ષિણ વિસ્તારમાં જોવા મળે છે. લોકટક ઝીલ પૂર્વીય ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું ઝીલ છે. આજકાલ સંગાઇ, કેઇબુલ લમ્ઝાઓ રાષ્ટ્રીય પાર્કથી સંરક્ષિત ક્ષેત્રમાં રહે છે જે વિષ્ણુપુર જિલ્લામાં જ પડે છે.

English summary
Bishnupur is called the cultural and religious capital of Manipur. The land where Lord Vishnu resides.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X