• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અડવાણીની જીદથી યાદ આવ્યા રાવ-કેસરી

|

ફરી એકવાર ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી જીદ કરીને બેઠાં છે, જેના કારણે ભાજપની અંદર મહાભારત શરૂ થઇ ગયું છે. જેનું કારણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર ઘોષિત કરવામાં ના આવે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર હવે પક્ષના આલાકમાન રાજનાથ સિંહે અડવાણી વરિષ્ઠતાનો મોહ પણ નથી અને તે પક્ષના કાર્યકર્તાઓ અને પક્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અડવાણીની સહમતિ વગર જ શુક્રવારે મોદીને પીએમ પદના ઉમેદવાર ઘોષિત કરી દેશે.

અડવાણીની હાલત જોઇને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવ અને પક્ષના અધ્યક્ષ સીતારામ કેસરી યાદ આવી રહ્યાં છે, જેમની એક નાની અમથી જીદે લોકોને તેમને ભૂલી જવા માટે મજબૂર કરી દીધા.

તેમ છતાં આ બન્ને લોકોનું કોંગ્રેસ પાર્ટી અને દેશના વિકાસમાં અતુલનીય યોગદાન રહ્યું છે, પરંતુ પોતાની શેખી અને પોતાની હઠના કારણે કદાચ કોઇ કોંગ્રેસી તેમને યાદ પણ નહીં કરતું હોય. ઇતિહાસ જોઇએ તો જાણવા મળશે કે નેતા સીતારામ કેસરી શા માટે જાણીતા હતા અને નરસિંહા રાવના સમયમાં તેલંગણા વિવાદ શા માટે આગ ઓકતો નહોતો, જેણે કોંગ્રેસનું જીવવું ભારે કરી દીધું છે.

સીતારામ કેસરી અને પીવી નરસિંહા રાવ બન્નેમાં હજારો ગુણ હોવા છતાં પણ પોતાના સ્વાર્થને સર્વોપરી રાખ્યો. જેના કારણે હાંસિયામાં બેસેલી કોંગ્રેસે બન્ને ને હાંસિયામાં ધકેલી લીધા અને બન્ને પાર્ટી અને દેશ માટે વિતેલા કાલ જેવા બની ચૂક્યા છે. ક્યાંક આ સ્થિતિ અડવાણીની સાથે ના થાય, કારણ કે સમયાનુસાર અડવાણીએ પોતાનું મોટાપણું દર્શાવ્યું નહીં તો ભાજપે પણ એ જ કરવું પડશે જે કોંગ્રેસે કર્યું હતું, કારણ કે વિશ્વ ઉગતાં સૂરજને સલામ કરે છે અને મોદી હાલના સમયે ભાજપ માટે ઉગતાં સૂરજ સમાન છે અને તેમને લાગે છે કે મોદી કદાચ એ કરિશ્મા કરી બતાવે જે પાર્ટીના પીએમ ઇન વેઇટિંગ રહેલા લાલ કૃષ્ણ અડવાણી 50 વર્ષ કરતા વધુંના પોતાના રાજકીય જીવનમાં અને 2009માં લોકસભાની ચૂંટણીમાં નથી કરી શક્યાં.

જો કે, પરિસ્થિતિ કેવી રીતે કરવટ લે છે તે તો ટૂંક સમયમાં ખબર પડી શકે, પરંતુ હા બસ એટલું કહીં શકીએ કે સમજદાર વ્યક્તિ એ જ હોય છે, જે સ્થિતિ પહેલાંથી જાણી લે છે અને સન્માન વ્યક્તિને ઉમરથી નહીં પરંતુ કર્મોથી મળે છે.

ભાજપમાં મહાભારત

ભાજપમાં મહાભારત

પીએમ પદ માટે મોદીની ઉમેદવારી ઘોષિત કરવાને લઇને ભાજપમાં જોરદાર બબાલ ચાલી રહી છે. સૂત્રોના હવાલાથી સમાચાર છે કે અડવાણી અને તેમની ટૂકડી નથી ઇચ્છતી કે મોદીને પીએમ પદના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે.

બધું વ્યવસ્થિત છે

બધું વ્યવસ્થિત છે

જો કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે, કોઇ કોઇનાથી નારાજ નથી. વાતચીત જારી છે અને અમે ટૂંક સમયમાં ઉમેદવારની ઘોષણા કરીશું. પાર્ટીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઇને વિરોધાભાસ નથી. બધું વ્યવસ્થિત છે.

શા માટે અડવાણી કરી રહ્યાં છે જીદ

શા માટે અડવાણી કરી રહ્યાં છે જીદ

જ્યારે પાર્ટીના અડધાથી વધું લોકો મોદીના સમર્થનમાં છે તો પ્રશ્ન એ ઉઠે છે કે અડવાણી નારાજ કેમ છે? શું તેમને મોદીથી ખતરો છે કે ભવિષ્યમા તેમને એ સાંભળવું પડશે કે અડવાણીની આગેવાનીમાં ભાજપ ચૂંટણી હારી ગયું હતું અને મોદીની આગેવાનીમાં જીતી ગયું?

ઔપચારિક જાહેરાત

ઔપચારિક જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર મોટી સહમતિ છે. જેની ઔપચારિક જાહેરાત ભાજપની સંસદીય બોર્ડ તેમની ઉમેદવારીને લીલી ઝંડી શુક્રવારે આપી શકે છે.

કેટલાક કડક પગલાં

કેટલાક કડક પગલાં

સંસદીય બોર્ડની બેઠકમાં આમ સહમતિ નહીં બનતા રાજનાથ પાર્ટીના સંવિધાન હેઠળ મળેલા અધિકારનો ઉપયોગ કરીને બેઠકમાં તેની ઘોષણા કરી શકે છે.

English summary
BJP may announce Narendra Modi's name BJP's Prime Minister candidate for upcoming Lok Sabha elections even without persuading the sulking veteran LK Advani if needed. Rajnath Singh had a 30-minute meeting with Advani yesterday to persuade him on Modi's candidature but he failed sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more