બ્લેકબેરીની નવી ઓફર જૂનો ફોન લાવો અને નવો ઝેડ 30 લઇ જાવ
જો આપ આપના જૂના ફોનથી કંટાળી ગયા હોવ તો બ્લેકબેરી આપના માટે એક નવી ઓફર લઇને આવી છે, આપ આપના જૂના સ્માર્ટફોનના બદલામાં બ્લેકબેરીનો ઝેડ 30 લેવા માટે 30 હજાર રૂપિયાની છૂટ મેળવી શકો છો. કેનેડાઇ કંપની બ્લેકબેરીએ ઝેડ 30 માટે નવું કેશબેક ઓફર રજૂ કર્યું છે, જેની મદદથી યૂઝર પોતાના જૂના સ્માર્ટફોનથી ઝેડ 30ને એક્સચેંજ કરી શકાય છે.
આ પહેલા સેમસંગ અને એપ્પલે પણ પોતાના સ્માર્ટફોન માટે આ પ્રકારની જ ઓફર આપી હતી. જેડ 30ને કંપનીએ 39,990 રૂપિયામાં લોન્ચ કર્યો હતો, ત્યારબાદ માર્ચમાં બ્લેકબેરીના દસ વર્ષ પૂરા થવાની ખુશીમાં કંપનીએ આ ફોનનો ભાવ 34,000 રૂપિયા કરી દીધા હતા. બ્લેકબેરી ઇન્ડિયાના ડિસ્ટ્રિબ્યૂશન ડાયરેક્ટર સમીર ભાટિયાએ જણાવ્યું કે આની પહેલા જેડ 10ના પ્રમોશનલ ઓફરમાં અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો અમને આશા છે કે ઝેડ 30માં પણ અમને આવો જ રિસ્પોન્સ મળશે.
એક નજર ઝેડ 30માં આપવામાં આવેલા ફીચર્સ પર...
- કિંમત- 39,990 રૂપિયા
- એક્સચેન્જ કિંમત- 34,990 રૂપિયા
- 5 ઇંચ સુપર એમોલ્ડ ટચ સ્ક્રીન
- 2 મેગાપિક્સલ સેકેંડરી કેમેરા
- 1.7 ગીગાહર્ટ ક્વાલકોમ MSM8960T પ્રો ડ્યુઅલ કોર પ્રોસેસર
- ફૂલ એચડી રેકોર્ડિંગ
- 64 જીબી એક્પેંડેબલ મેમોરી
- બ્લેકબેરી 10 વી 10.2 ઓએસ
- 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
- વાઇફાઇ
અન્ય ફિચર્સ...

ચેટ
ઝેડ 30માં આપ બીબીએમની મદદથી ફેસ ટૂ ફેસ વીડિયો ચેટ કરી શકો છો અને સાથે જ ઇચ્છો તો તમારા ફોનની સ્ક્રીન પણ શેર કરી શકો છો.

બ્લેકબેરી હબ
બ્લેકબેરી હબ બ્લેકબેરી ડિવાઇસિસનું સૌથી યૂનિક ફિચર છે, જેમાં આપ તમામ પ્રકારે નોટીફિકેશન વાંચી શકો છો. જેમકે ફેસબુક, મેઇલ, ટ્વિટર, લિંક્ડઇન સાથે જ એનો જવાબ પણ આપી શકો છો.

પ્રેજેન્ટેશન
આપ ઝેડ 30માં ઓફિસ પ્રેજેન્ટેશનની સાથે માઇક્રોએચડી પોર્ટની મદદથી તેને મોટી સ્ક્રીનમાં જોઇ શકો છો.

ફાસ્ટ ટાઇપિંગ
ઝેડ 30માં ટચ સ્ક્રીન કીબોર્ડ આપવામાં આવ્યું છે જે પર્સનલાઇઝ નેક્ટ વર્ડ સજેસ્ટ કરવાની સાથે મેસેજને ફ્લિક કરવાનું ઓપ્શન આપે છે.

કેમેરા
ઝેડ 30માં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે, સાથે જ 1080 પિક્સલ ક્વોલિટીની વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે.

Screen
ઝેડ 30માં 5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે જે શાર્પ અને શાનદાર પિક્ચર ક્વોલિટી આપે છે.

એપ
ફોનમાં બ્લેકબેરી વર્લ્ડની મદદથી આપ ખૂબ બધી એપ્લીકેશન ડાઉનલોડ કરી શકો છો.












Click it and Unblock the Notifications
