Bra vs Brallete: બ્રા અને બ્રાલેટ એક નથી, ખરીદતા પહેલા જાણો શું છે આમાં ફરક?
Bra vs Bralette: ગરમી શરુ થતા જ બ્રાલેટ ફેશનમાં પાછી આવી જાય છે. બ્રાલેટ છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ડમાં છે. ચોલીથી લઈને ક્રોપ ટોપનુ સ્થાન બ્રાલેટે લઈ લીધું છે. બ્રાલેટ એ લૉન્જરી નથી. આ એક મલ્ટીપર્પઝ ગાર્મેન્ટ છે જેને મહિલાઓ ઘણી રીતે પહેરી શકે છે.
ઘણીવાર છોકરીઓ અને મહિલાઓ બ્રા અને બ્રાલેટને સમાન માને છે. આનું કારણ તેમની સમાન રચના હોઈ શકે છે. તેથી જ ઘણી સ્ત્રીઓ અને છોકરીઓ બ્રાલેટને બ્રા માને છે પરંતુ તે બ્રાથી તદ્દન અલગ છે. ચાલો જાણીએ બ્રા અને બ્રેલેટમાં શું તફાવત છે?

બ્રા
સ્તનોને ટેકો આપવા માટે બ્રાની શોધ કરવામાં આવી હતી. તેમાં બ્રેસ્ટ શેપ પ્રમાણે અલગ-અલગ સાઈઝના કપ હોય છે, જે મહિલાઓના શેપને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. આમાં કપને A, B, Cમાં વિભાજિત કરવામાં આવે છે. બજારમાં વિવિધ જરૂરિયાતો અનુસાર બ્રા ઉપલબ્ધ હોય છે. જેમાં પેડેડ, નૉન-પેડેડ, વાયર્ડ, નૉન-વાયરનો સમાવેશ થાય છે.
બ્રાના પ્રકાર
આજે ઇનરવેરની દુનિયામાં બ્રાના ઘણા પ્રકાર ઉપલબ્ધ છે, જેમાં વિકલ્પો જેવા કે - બાલ્કનેટ, સ્ટ્રેપલેસ, ટી-શર્ટ, પ્લંગિંગ નેક લાઇન, પુશ અપ, બેન્ડ્યુ, સ્ટિક ઓન, મેટરનિટી, મિનિમાઇઝર અને સ્પોર્ટ્સ બ્રા ઉપલબ્ધ છે.
બ્રાલેટ
જે લોકો બ્રાલેટને બ્રા માને છે તેમને જાણીને નવાઈ લાગશે કે બ્રા જેવી દેખાતી બ્રાલેટને ક્રોપ ટોપની શ્રેણીમાં રાખવામાં આવી છે. આ એક 'લેઝી ડે બ્રા' છે જે નરમ, હળવી અને આરામદાયક છે. વળી, બ્રાલેટ્સમાં ન તો કપનું કદ હોય છે અને ન તો બ્રા જેવા વાયર હોય છે. તે હળવા ફેબ્રિકથી બનેલું હોય છે. તેમાં લાઇટ પેડ્સ હોય છે. વિવિધ પોશાકની જેમ, તે વિવિધ કદમાં ઉપલબ્ધ હોય છે, બ્રાલેટ એ લૉન્જરી નથી. તે કમ્ફર્ટની સાથે સ્ટાઇલિશ લુક આપે છે. લૉન્ગલાઈન, રેસરબેક, હાઈ નેક, સ્ટ્રેપી, હોલ્ટર, ટ્રાયેન્ગલ અને લેસી બ્રાલેટ , એ બ્રાલેટ્સમાં ખૂબ જ લોકપ્રિય છે.












Click it and Unblock the Notifications
