આવા લોકો સાથે આજે જ તોડી નાંખો સંબંધ, નહીંતર થઇ જશો બરબાદ

Chanakya Niti : ચાણક્ય નીતિમાં જણાવેલી વાતો વર્તમાન સમયમાં પણ એટલી જ સુસંગત સાબિત થઇ રહી છે. જો તમે ચાણક્યનીતિમાં જણાવેલી વાતોનું પાલન કરશો, તો તમે ઘણી સમસ્યાઓમાંથી બચી જશે.

Chanakya Niti : ચાણક્ય નીતિમાં જણાવેલી વાતો વર્તમાન સમયમાં પણ એટલી જ સુસંગત સાબિત થઇ રહી છે. જો તમે ચાણક્યનીતિમાં જણાવેલી વાતોનું પાલન કરશો, તો તમે ઘણી સમસ્યાઓમાંથી બચી જશે. આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્ર ચાણક્ય નીતિમાં જણાવ્યું છે કે, સજ્જન એટસે કે સારા વ્યક્તિએ હંમેશા કેટલાક લોકોથી દૂર રહેવું જોઈએ.

આ સાથે જો સજ્જન વ્યક્તિ જો આવા લોકોના સંપર્ક હોય અથવા તેઓ તેમની નજીક હોય તો પણ તેમની સાથે સંબંધ તોડી નાંખવા જોઇએ, અથવા તેમનાથી થોડુ વધારો અંતર રાખવું જોઇએ. જો તમે આવું નહીં કરો તો તમારું જીવન પણ બરબાદ થઈ જશે. આ ઉપરાંત તમને અંતમાં માત્ર પસ્તાવો જ મળશે.

આવા લોકોથી દૂર રહો

આવા લોકોથી દૂર રહો

આવા લોકો કે જેઓ તેમના જીવનમાં કંઈક બનવા માંગે છે, સન્માન મેળવવા માંગે છે, તેઓએ તેમના જીવનમાં થોડી સાવચેતી રાખવાનીજરૂર છે.

ચાણક્ય નીતિમાં એવી સલાહ આપવામાં આવી છે કે, સજ્જન વ્યક્તિએ કેટલાક લોકોથી દૂર રહેવું જોઈએ. આચાર્ય ચાણક્ય જણાવે છે કે, સજ્જન વ્યક્તિએ હંમેશા કેટલાક લોકોથી દૂર રહેવું જોઈએ. અન્યથા તેમની સંગત તેમના જીવનનો બરબાદ કરી નાંખે છે.

સ્વાર્થી વ્યક્તિ

સ્વાર્થી વ્યક્તિ

ચાણક્ય નીતિ અનુસાર હંમેશા સ્વાર્થી વ્યક્તિથી દૂર રહેવું હિતાવહ છે. આવી વ્યક્તિ ક્યારેય અન્યના નુકસાનની પરવા કરતા નથી, પરંતુ તેમના નાના ફાયદા માટે સામે વાળાનું કોઇપણ હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે. તેથી આવા વ્યક્તિથી હંમેશા દૂર રહો.

વાસનામાં અંધ વ્યક્તિ

વાસનામાં અંધ વ્યક્તિ

વાસનામાં અંધ વ્યક્તિનો ભરોસો ક્યારેય ન કરવો જોઇએ. આવી વ્યક્તિ વાસનાની આગમાં તમને ગમે ત્યારે મોટી મુશ્કેલીમાં ફસાવી શકે છે. આવા વ્યક્તિથી હંમેશા દૂર રહેવામાં જ ભલાઇ છે. જો તમે તેમની સાથે રહેશો તો તમારે બદનામીનો સામનો કરવો પડશે. ક્યારે તેમના સહવાસને કારણે જેલ સુધી પણ જવું પડી શકે છે.

ઈર્ષાળુ લોકો

ઈર્ષાળુ લોકો

જે લોકો દુષ્ટ અને લોભી હોય છે, હંમેશા બીજાની ઈર્ષ્યા કરતા રહે છે, તેવા લોકોથી શક્ય હોય તેટલી દૂરી રાખવી જોઇએ. કારણ કે, આવા લોકો તમને ક્યારેય આગળ વધતા જોઈ શકશે નહીં અને તમને આગળ વધતા અટકાવવા શક્ય તમામ અવરોધો ઉભા કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X