For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chanakya Niti : પત્નીને ન જણાવો આ 4 વાત, નહીંતર થઇ જશો જોરુ કા ગુલામ

Chanakya Niti : આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં એવી વાતોનો ઉલ્લેખ કર્યો છે, જે ભૂલથી પણ કોઇને ન જણાવવી જોઇએ. આ વાતો પોતાની પત્નીને પણ ન જણાવવી જોઈએ. વિવાહિત જીવનને સુખી રાખવા માટે આ કરવું ખૂબ જ જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

Chanakya Niti : આચાર્ય ચાણક્યની ગણના ઇતિહાસમાં એક મહાન અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ અને રાજનેતા તરીકે થાય છે. ચાણક્યએ પોતાની નીતિઓના જોરે જ ચંદ્રગુપ્ત મૌર્ય જેવા સામાન્ય બાળકને અખંડ ભારતનો સમ્રાટ બનાવ્યો હતો.

Chanakya Niti

ચાણક્ય નીતિમાં આવી ઘણી નીતિઓ લખવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકાય છે. આ સાથે મુશ્કેલ સમયને કેવી રીતે પાર કરવો તે અંગેની પણ જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત પતિ-પત્નીના સંબંધો વિશે પણ ચાણક્ય નીતિમાં ઘણી વાતો જણાવવામાં આવી છે.

ચાણક્ય નીતિમાં લખ્યું છે કે, એવી કઈ કઇ વાતો છે, જે તમારે ક્યારેય કોઈને ના કહેવા જોઈએ. ભલે તે તમારા માટે કેટલું ખાસ હોય. ચાણક્ય નીતિમાં આ ગુપ્ત વાતો પત્નીને પણ કહેવાની મનાઈ ફરમાવી છે. આજે આપણે એ ચાર વાતો વિશે જાણીશું, જે તમારે ક્યારેય કોઇને કહેવી જોઇએ નહીં.

પોતાની નબળાઈ ક્યારેય કોઇને ન કહો

પોતાની નબળાઈ ક્યારેય કોઇને ન કહો

આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે, દરેક પુરુષે ધ્યાન રાખવું જોઈએ કે, તેણે ભૂલથી પણ પોતાની નબળાઈઓ વિશે પત્નીને ન જણાવવુંજોઈએ. ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, દરેક પુરુષે પોતાની નબળાઈ હંમેશા પત્નીથી છૂપાવવી જોઈએ. નહીંતર તમારી પત્નીતમારી આ નબળાઇનો ફાયદો ઉઠાવી શકે છે.

પોતાના અપમાન વિશે ન જણાવો

પોતાના અપમાન વિશે ન જણાવો

ચાણક્ય નીતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પુરૂષોએ ક્યારેય પણ પોતાની પત્નીને પોતાનું અપમાન ન કહેવું જોઈએ. આચાર્ય ચાણક્યએજણાવ્યું છે કે, પત્ની ક્યારેય પણ પોતાના પતિનું અપમાન સહન કરી શકતી નથી અને જો તેને તેની જાણકારી મળે છે, તો ઘરમાંવાદ-વિવાદ વધી શકે છે.

દાન વિશે માહિતી આપશો નહીં

દાન વિશે માહિતી આપશો નહીં

ઘણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, દાન હંમેશા ગુપ્ત રીતે કરવું જોઈએ. આચાર્ય ચાણક્ય પણ જણાવે છે કે, દાન હંમેશા ગુપ્ત રાખવું જોઈએ.ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે ક્યારેય દાન કરો છો, તો તેની માહિતી પત્નીને પણ ન આપવી જોઈએ. કારણ કે, સ્ત્રીસ્વભાવ મુજબ તે તેની બડાઇ હાંકશે.

કમાણીની સંપૂર્ણ વિગતો ક્યારેય ન આપો

કમાણીની સંપૂર્ણ વિગતો ક્યારેય ન આપો

ચાણક્ય નીતિ અનુસાર, કોઈ પણ પુરુષે ક્યારેય તેની પત્નીને તેની કમાણી વિશે સંપૂર્ણ રીતે કહેવું જોઈએ નહીં. આચાર્ય ચાણક્યએ જણાવ્યુંછે કે, જો પત્નીને તેના પતિની ચોક્કસ કમાણી વિશે ખબર હોય, તો તે વધુ ખર્ચ કરશે, જ્યારે તેની પાસે સંપૂર્ણ માહિતી ન હોય તો તે ખર્ચનેનિયંત્રિત કરશે.

English summary
Chanakya Niti : Don't tell your wife these 4 things, otherwise you will become a slave of wife
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X