Chanakya Niti : માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે કરો આ 3 વસ્તુઓનું સેવન

Chanakya Niti : વર્તમાન સમયમાં સ્વસ્થ રહેવું અને ફીટ રહેવું એ મોટો પડકાર છે. આ માટે ખાણીપીણી અને જીવનશૈલી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આરોગ્ય નિષ્ણાતો માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે દરરોજ સંતુલિત આહાર લેવાની ભલામણ કરે છે.

આ સાથે લોકોને દરરોજ કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ આચાર્ય ચાણક્યએ પણ નીતિશાસ્ત્રમાં આ અંગેનું વર્ણન કર્યું છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે દરરોજ આ 3 વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

Chanakya Niti

દૂધનું સેવન કરો

જો તમારે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવું હોય, તો રોજ દૂધનું સેવન કરો. તબીબો હંમેશા સ્વસ્થ રહેવા માટે દૂધ પીવાની સલાહ આપે છે. પ્રોટીન, કેલ્શિયમ સહિત ઘણા જરૂરી પોષક તત્વો દૂધમાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આચાર્ય ચાણક્ય એ સ્વસ્થ રહેવા માટે દૂધ પીવાની સલાહ આપી છે. દૂધ પીવાથી વ્યક્તિ શારીરિક રીતે મજબૂત બને છે. અનાજ કરતાં દૂધમાં દસ ગણી વધુ શક્તિ હોય છે. આ માટે રોજ દૂધનું સેવન કરો.

ઘી ખાઓ

પ્રાચીન સમયમાં લોકો સ્વસ્થ રહેવા માટે માખણ અને ઘીનું સેવન કરતા હતા. હાલમાં પણ ડૉક્ટર્સ પેટની સમસ્યા દૂર કરવા માટે ઘી ખાવાની સલાહ આપે છે.

આચાર્ય ચાણક્ય અનુસાર, વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે દરરોજ ઘીનું સેવન કરવું જોઈએ. ઘીમાં દૂધ કરતાં વધુ શક્તિ હોય છે. આ માટે દરરોજ ઘીનું સેવન કરો. જોકે, હંમેશા શુદ્ધ ઘીનું જ સેવન કરો.

અનાજ ખાઓ

આચાર્ય ચાણક્ય કહે છે કે, સ્વસ્થ રહેવા માટે અનાજ ખાવું જરૂરી છે. અનાજનું સેવન કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. તેમજ વ્યક્તિ મજબૂત બને છે.

વિવિધ પ્રકારના અનાજના સેવનથી પાચનતંત્ર પણ મજબૂત બને છે. આ માટે દરરોજ વિવિધ પ્રકારના અનાજ જેવા કે, ચોખા, ઘઉં, બાજરી, મકાઈનું સેવન કરવું જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X