For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chanakya Niti : આવા શિક્ષકો પર ક્યારેય ન કરો વિશ્વાસ, નહીં તો જીંદગી થઇ જશે બરબાદ

Chanakya Niti : દરેક વ્યક્તિના પ્રથમ શિક્ષક તેના માતાપિતા છે, પરંતુ માતા-પિતા બાદ શાળાના શિક્ષકો તેમના સૌથી મોટા શિક્ષક કહેવાય છે.

|
Google Oneindia Gujarati News

Chanakya Niti : દરેક વ્યક્તિના પ્રથમ શિક્ષક તેના માતાપિતા છે, પરંતુ માતા-પિતા બાદ શાળાના શિક્ષકો તેમના સૌથી મોટા શિક્ષક કહેવાય છે. સંત કબીરે તો ગુરુને ઇશ્વરથી પણ મોટા ગણાવ્યા છે, કારણ કે ગુરુ વિના સારા ભવિષ્યની કલ્પના કરી શકાતી નથી. ગુરુ વિના શિષ્યને જ્ઞાન મેળવવું અશક્ય છે. આ સાથે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત ગુરુ દ્વારા જ પ્રાપ્ત થાય છે.

Chanakya Niti

ગુરૂ કે શિક્ષણ વિશે ચાણક્ય કહે છે કે, જેટલો શિષ્ય પોતાના ગુરુ પ્રત્યે સમર્પિત હોવો જોઈએ તેટલા જ ગુરુની પણ ફરજ બને છે કે, તેઓ પોતાના શિષ્યોને સાચો રસ્તો બતાવે. આ અંગે ચાણક્ય જણાવે છે કે, જીવનમાં ક્યારેય સાચા ગુરુનો ત્યાગ ન કરવો જોઈએ. આ સાથે જો ગુરૂ ખરાબ હોય તો તેનો તાત્કાલિકધોરણે ત્યાગ કરવો જોઇએ.

અજ્ઞાની ગુરૂ

ચાણક્ય નીતિમાં જણાવ્યા અનુસાર, જે શિક્ષક પોતે જ અજ્ઞાની છે, તો તેને વહેલા સર છોડી દેવો હિતાવહ રહે છે. ગુરુ પોતાના શિષ્યને સાચું માર્ગદર્શન આપે છે, યોગ્ય શિક્ષણના માધ્યમથી સારા-ખરાબનો તફાવત શીખવે છે, પરંતુ જો ગુરુ પાસે જ્ઞાન નથી, તો તે શિષ્યનું ભલું કેવી રીતે કરશે.

આવા અજ્ઞાની ગુરુ પાસેથી શિક્ષણ લેવાથી ધનની ખોટ સાથે સાથે સમય અને ભવિષ્ય પણ બરબાદ થઇ જાય છે. તેથી આવા ગુરુને તરત જ છોડી દેવા તમારા માટે ફાયદાકારક હોય છે. ગુરુ અને શિષ્યનો દોર શ્રદ્ધા અને પરસ્પર વિશ્વાસથી બંધાયેલો છે.

આ સાથે અજ્ઞાની શિક્ષક સમગ્ર દેશ માટે ખતરારૂપ છે. આવા ગુરુઓ દેશના ભવિષ્ય સાથે ચેડા કરતા હોય છે, તેમની આસપાસ રહેતા સમયે પણ હંમેશા સાવચેત રહેવું જરૂરી છે, અને જો શક્ય હોય તો તેમનાથી અંતર જાળવી રાખવું જોઇએ.

English summary
Chanakya Niti : Never trust such teachers, otherwise life will be ruined
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X