Christmas 2024 : લાલ અને સફેદ રંગના કપડા જ કેમ પહેરે સાન્તા ક્લોઝ? જાણો શું છે તેની પાછળનું કારણ?

Christmas 2024 : ક્રિસમસ આવતા જ સાન્તા ક્લોઝ ગિફ્ટ લઈને આવે છે. બાળકો આતુરતાથી સાન્તા ક્લોઝની રાહ જોવે છે. રેડ ટોપીમાં જોવા મળતા શાંતા બાળકોને પસંદ આવે છે.

જો કે તમને એવો સવાલ ક્યારેય થયો કે આખરે સાન્તા ક્લોઝ રેડ અને વ્હાઈટ કપડામાં જ કેમ જોવા મળે છે. આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશું.

Santa Claus

સાન્તા ક્લોઝનો લાલ અને સફેદ કપડાં પહેરવાની પરંપરા ઘણી જુની છે. તેનું આ સ્વરૂપ અમેરિકન અને યુરોપિયન સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે. શરૂઆતમાં સાન્તા અલગ-અલગ રૂપમાં દેખાતા હતા. અમેરિકામાં 19મી સદીમાં ક્લોઝ નામની વ્યક્તિ બાળકોમાં લોકપ્રિય હતી, જે ક્રિસમસના દિવસે બાળકોને ગિફ્ટ આપવા આવતી.

જણાવી દઈએ કે, શરૂઆતમાં સાંતાને કોઈપણ રંગના કપડામાં આવતા. પરંતુ 1930ના દાયકામાં, કોકા-કોલા કંપનીએ તેના જાહેરાતમાં સાન્તાને લાલ રંગમાં દર્શાવ્યા અને પછી સાન્તા એ જ રંગમાં પ્રોપ્યુલર થઈ ગયા.

કોકા-કોલા કંપનીએ એક જાહેરાત માટે પ્રખ્યાત ચિત્રકાર હેડન સંડબોમને સાન્તાક્લોઝનું ચિત્ર દોરવાનું કહ્યું હતું. તે સમયે સનબૂમે લાલ કપડાં, સફેદ દાઢી અને લાલ ટોપી પહેરેલા સાન્ટાનું ચિત્ર બનાવ્યું. આ તસવીર એટલી આકર્ષક હતી કે આ તસવીર આખી દુનિયામાં ફેલાઈ અને લોકોમાં લાલ અને સફેદ કપડામાં સાંતાની તસવીર ઘર કરી ગઈ.

લોકોના મનમાં આ વિચાર પણ વારંવાર આવે છે કે સાન્તાક્લોઝના ડ્રેસનો રંગ માત્ર લાલ અને સફેદ જ કેમ હશે? લાલ રંગ હૂંફ, ખુશી અને ઉર્જાનું પ્રતીક છે. જ્યારે સફેદ રંગ શાંતિ, પવિત્રતા અને ભલાઈનું પ્રતીક છે. આ પણ સાન્તાક્લોઝના વ્યક્તિત્વ સાથે ઘણું સામ્ય છે.

લાલ અને સફેદ રંગો સાન્ટાના સૌમ્ય અને દયાળુ સ્વભાવ દર્શાવે છે. લાલ રંગ ખુશી અને ઉજવણી દર્શાવે છે, જ્યારે સફેદ રંગ તેમના સારા અને દયાળુ સ્વભાવ દર્શાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X