જાણો, કંઇ સેલિબ્રિટીના ઓટાગ્રાફ સાથે મળે છે તમારા હસ્તાક્ષર

તમે કદી કોઇ સેલેબ્રિટીને મળ્યા છે. અને તેનો કદી ઓટોગ્રાફ લીધો છે. નોર્મલી ફેન, સેલેબ્રિટી કે સ્ટાર્સના ઓટોગ્રાફ તો લઇ લે છે, પણ કદી તે ઓટોગ્રાફને ધ્યાનથી જોવાની તસ્દી નથી લેતા.

કહેવાય છે કે આપણું વર્તન આપણા વિષે ધણું કહી જાય છે. તે જ રીતે આપણા હસ્તાક્ષરો પણ આપણા વિષે ધણું જ કહી જાય છે.

તો આજે અમે તમને શાહરૂખ, સલમાન, પ્રિયંકા, ઐશ્વર્યા, કેટરીના જેવા અનેક જાણીતા સ્ટાર્સના ઓટોગ્રાફ બતાવીશું. સાથે જ કહીશું કે તેમના આ આટોગ્રાફ તેમના વિષે શું કહે છે. જો તમારા પણ ઓટોગ્રાફ આ સ્ટાર સાથે મળતા આવતા હોય તો તમને પણ તમારી વિષે ધણું જાણવા મળશે.

હમ જહાં ખડે હોતે લાઇન વહાં સે શરૂ હોતી હૈ

હમ જહાં ખડે હોતે લાઇન વહાં સે શરૂ હોતી હૈ

એટલીસ્ટ અમિતાભ બચ્ચનનો એટોગ્રાફ તો તેમના વિષે આમ જ કહે છે. કારણ કે તેમના હસ્તાક્ષરમાં પહેલો અક્ષર ખૂબ જ મોટો છે આવા લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી વાળા હોય છે, બિલકુલ અલગ.

અમિષા પટેલ

અમિષા પટેલ

અમીષાના ઓટોગ્રાફમાં હિન્દી અને અંગ્રેજી બન્ને શબ્દો છે. આવા લોકો હંમેશા એક વખતે બહુ બધા કામ કરવાનું વિચારે છે. તેમને બધુ જ એકી સાથે જોયતું હોય છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યાના હસ્તાક્ષર કહે છે કે તે ગમે તે પરિસ્થિતિમાં અચલ રહે છે. જે રીતે એશ સાદગીમાં પણ સુંદર લાગે છે તે જ રીતે તેની પર્સનાલિટી પણ એટલી જ સાદી અને સરળ છે.

પોઝિટીવ દિપિકા

પોઝિટીવ દિપિકા

દિપિકાના ઓટોગ્રાફમાં એક રેખા નીચેથી ઉપરની તરફ જાય છે. પણ આ રેખા ખૂબ જ નાની છે. જે બતાવે છે તે પોઝિટિવ અને મહત્વકાંક્ષી છે પણ, વધુ પડતી મહત્વકાંક્ષી નથી.

સિંધમ અજય

સિંધમ અજય

અજય દેવગણના ઓટોગ્રાફમાં તેમનું પૂરું નામ નથી. આવા લોકો પોતાના બળે આગળ આવે છે. અને જે કરે છે તે પોતાના દમ પર કરે છે.

હૃતિક રોશન

હૃતિક રોશન

હૃતિકના ઓટોગ્રાફમાં નીચે બે બિંદું છે. આવા લોકો હંમેશા કંઇ પણ કહેતા પહેલા વિચારે છે. સાથે જ પોતાની વસ્તુઓને વ્યવસ્થિત રાખવાનો પ્રયત્ન કરે છે.

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા પોતાના નામનો પહેલો અક્ષર 'ડી' બહુ જ સુંદર રીતે લખે છે. આવા લોકો પહેલી જ મુલાકાતમાં સામે વાળાનું મન જીતી લે છે. તેના હસ્તાક્ષર નીચેથી ઉપર જાય છે જે બતાવે છે તેને આગળ વધવાની ઇચ્છા છે.

ઇમરાન ખાન

ઇમરાન ખાન

જેમના હસ્તાક્ષરમાં પહેલો અક્ષર મોટોને બાકીના અક્ષર નાના હોય જેમ કે ઇમરાન ખાન તેવા લોકો શાંત સ્વભાવના હોય છે અને તે ઝગડો કરવાનું ટાળે છે.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના પોતાના ઓટોગ્રાફમાં ખાલી પોતાનું નામ લખે છે. જે તે બતાવે છે કે પોતાનામાં વિશ્વાસ રાખે છે. વધુમાં તેમના અક્ષર નાના-મોટા છે. આવા લોકોનું મન સ્થિર નથી રહેતું. તેઓ બહુ મૂડી હોય છે.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

કરિશ્માના હસ્તાક્ષરમાં વચ્ચેનો લેટર મોટો છે. આવા લોકો પિતા કરતા પોતાની માતાથી વધુ જોડાયેલા હોય છે. અને તે અચાનક ક્યારે શું કરી જાય કંઈ કહેવાય નહીં.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરના હસ્તાક્ષરમાં આર ને કે કાપે છે. જે લોકો હસ્તાક્ષરમાં એક શબ્દથી બીજા શબ્દને કાપે છે તેવા લોકોના મનમાં હંમેશા ડર બની રહે છે. અને તે બીજા લોકોની ઇચ્છાઓને સો ટકા સાબિત કરવા પાછળ મથ્યા કરે છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

સૈફ અલી ખાનના હસ્તાક્ષર ખૂબ જ અસ્પષ્ટ છે. આવા લોકોનો આઇક્યૂ ખૂબ જ વધુ હોય છે. આવા લોકો હંમેશા પોતાના વિઝન પર ફોકસ કરે છે. અને જીવનમાં પોતે લીધેલા ખોટા નિર્ણયોને લઇને ખૂબ જ વિચારે છે.

અમૃતા રાવ

અમૃતા રાવ

અમૃતા રાવનો ઓટોગ્રાફમાં તમે જોશો તો "અ" અને "ર" બન્ને ખૂબ જ મોટી રીતે લખ્યા છે. આવા લોકો ક્રિએટીવ હોય છે. સાથે તે પોતાની જાતને બીજા સામે ખૂબ જ સારી રીતે રજૂ કરી શકે છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ ખાનનો પહેલા અક્ષરમાં મોટા કર્વ છે. આવા લોકો ચાર્મિંગ હોય છે. લોકો તેમની પર ફિદા રહે છે. વધુમાં આવા લોકો ખૂબ જ એક્ટિવ હોય છે. અને તે પરિવારને સાથે લઇને આગળ વધવામાં માને છે.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

તેના ઓટોગ્રાફ એક ડોટ સાથે પૂરો થાય છે. આવા લોકો જે કામ કરે છે તે શ્રેષ્ઠ રીતે કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાના કામને હંમેશા સુધારવાનો પ્રયાસ કરે છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકાના ઓટોગ્રાફમાં પી અને સી બન્ને કર્વીલી લખવામાં આવ્યા છે. આવા લોકો ચાર્મિંગ હોય છે અને સામાજિક યોગદાન કરવામાં હંમેશા આગળ હોય છે. વધુમાં આવા લોકો ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે.

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાનના હસ્તાક્ષર કોણિય છે. આવા લોકો સ્ટ્રોંગ પર્સનાલિટી વાળા હોય છે. અને તેમનો વિલ પાવર સ્ટ્રોંગ હોય છે.

કૈટરીના કૈફ

કૈટરીના કૈફ

કૈટરીના કૈફના હસ્તાક્ષરમાં તેનું નામ સ્પષ્ટ રીતે દેખાય છે આવા લોકો પોતાના ક્ષેત્રમાં પોતાની બ્રાંડ બનાવે છે. અને તેમની અંદર ખૂબ જ ક્ષમતા હોય છે. અને તેમનું વિઝન પણ ક્લિયર હોય છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાનના હસ્તાક્ષરની શરૂઆતમાં અસામાન્ય આકૃતિ જોવા મળે છે જે બતાવે છે કે તે ખૂબ જ દળાયુ છે. અને તે લોકોની ભલાઇ કરવાનું જ વિચારે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X