Currency Note Printing Cost : રૂપિયા છાપવા પાછળ ભારત સરકાર કેટલો ખર્ચ કરે છે? વિગતે જાણો તમામ આંકડા
Currency Note Printing Cost : ભારતમાં રૂપિયા છાપવાની જવાબદારી આરબીઆઈની છે. ભારતમાં તમામ પ્રકારની ચલણી નોટોના છાપકામ આરબીઆઈના હાથ નીચે થાય છે.
આ સ્થિતીમાં સવાલ થાય કે રૂપિયા છાપવા પાછળ સરકારને કેટલો ખર્ચ આવે? તો આજે અમે તમને આ સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ આપવાના છીએ.

જણાવી દઈએ કે, કોઈપણ સરકાર કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઈચ્છે તેટલી નોટો છાપી શકતી નથી. આ માટે ચોક્કસ નિયમ છે. RBI ભારતમાં કેટલી નોટો છાપી શકે છે તે લઘુત્તમ આરક્ષિત સિસ્ટમના આધારે નક્કી થાય છે.
આ સિસ્ટમ ભારતમાં 1957 થી કાર્યરત છે. આ સિસ્ટમ અનુસાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 200 કરોડ રૂપિયાની સંપત્તિ પોતાની પાસે રાખવી પડે છે. જેમાં 115 કરોડ રૂપિયાના સોનાના ભંડાર અને 85 કરોડ રૂપિયાના વિદેશી ચલણનો સમાવેશ થાય છે.
આટલા પૈસાનો સંગ્રહ કર્યા પછી જ આરબીઆઈ અર્થતંત્રની જરૂરિયાત મુજબ અનિશ્ચિત સમય માટે ચલણ છાપવા માટે મુક્ત બને છે.
માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં 10 રૂપિયાની કિંમતની 1 હજાર નોટ છાપવા માટે 960 રૂપિયા ખર્ચવા પડ્યા. હતા. આ મુજબ સરકારને 10 રૂપિયાની એક નોટ છાપવા માટે 96 પૈસા ખર્ચવા પડે છે.
આ જ વર્ષે 20 રૂપિયાની એક હજાર નોટ છાપવા માટે 950 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. એટલે કે 20 રૂપિયાની એક નોટ છાપવા માટે 95 પૈસા ખર્ચ થાય છે.
વર્ષ 2021-22માં 50 રૂપિયાની એક હજાર નોટ છાપવા માટે 1130 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. એટલે કે RBIએ 50 રૂપિયાની નોટ છાપવા માટે 1 રૂપિયો 13 પૈસા ખર્ચવા પડે છે.
આ જ રીતે RBIને 100 રૂપિયાની એક હજારની નોટ છાપવા માટે કુલ 1770 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. એટલે કે RBIએ 100 રૂપિયાની એક નોટ છાપવા માટે 1.77 રૂપિયા ખર્ચવા પડ્યા હતા.
200 રૂપિયાની નોટની વાત કરીએ તો 200 રૂપિયાની એક હજાર નોટ છાપવામાં 2370 રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. એટલે કે RBIએ 200 રૂપિયાની એક નોટ છાપવા માટે 2.37 રૂપિયા ખર્ચવા પડશે.
500 રૂપિયાની નોટની વાત કરીએ તો RBIએ 2021-22માં 500 રૂપિયાની એક હજાર રૂપિયાની 500ની નોટ છાપવા પર 2290 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. એટલે કે RBIને 500 રૂપિયાની એક નોટ છાપવા માટે 2.29 પૈસા ખર્ચવા પડ્યા હતા.












Click it and Unblock the Notifications
