For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid Omicron XE: કોરોનાનો આ વેરિઅંટ કેટલો ખતરનાક છે? જાણો તેના લક્ષણ

કોરોનાના ઘણા નવા વેરિઅંટ એક્સઈ વેરિઅંટ(XE variant)ના કારણે નવા કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. આવો, જાણીએ XE variant શું છે અને આ ચિંતાનો વિષય કેમ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એશિયા અને યુરોપના ઘણા દેશો કોરોનાની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે. કોરોનાના ઘણા નવા વેરિઅંટ એક્સઈ વેરિઅંટ(XE variant)ના કારણે નવા કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં જ મુંબઈમાં આ નવા વેરિઅંટનો એક કેસ મળવાની વાત સામે આવી હતી. ત્યારબાદ દેશમાં ડર ફેલાઈ ગયો હતો. પરંતુ બાદમાં આ વાતને ફગાવી દેવામાં આવી હતી. એક્સઈ વેરિઅંટ(XE variant)એ દુનિયાભરમાં પહેલેથી જ ચિંતાનો વિષય બનેલો છે કારણકે આને અત્યાર સુધી શોધવામાં આવેલ કોરોના વાયરસના અન્ય બધા વેરિઅંટની સરખામણીમાં વધુ ટ્રાન્સમિસિબલ માનવામાં આવે છે. આવો, જાણીએ XE variant શું છે અને આ ચિંતાનો વિષય કેમ છે.

શું છે XE વેરિઅંટ

શું છે XE વેરિઅંટ

WHOએ માન્યુ છે કે એક્સઈ વેરિઅંટ કોરોનાના બે અલગ-અલગ વેરિઅંટના જોડાવાથી તૈયાર થયો છે. આ વાયરસ Omicron BA.1 અને BA.2ના જોડાવાથી બન્યો છે. કોઈ કૉમ્બિનેશન ત્યારે તૈયાર થાય છે જ્યારે કોઈ વ્યક્તિ એકથી વધુ વેરિઅંટથી ઈન્ફેક્ટેડ થઈ ચૂક્યો હોય છે.

કેટલો ખતરનાક છે એક્સઈ વેરિઅંટ?

કેટલો ખતરનાક છે એક્સઈ વેરિઅંટ?

બ્રિટનની હેલ્થ એજન્સી NHSના મુખ્ય ચિકિત્સા સલાહકાર સુસાન હૉપકિન્સે જણાવ્યુ હતુ કે કોરોનાના અન્ય વેરિઅંટ સાથે જોડાઈને બની રહેલ આ પ્રકારના વેરિઅંટ ઘણા વધુ ઘાતક નથી હોતા અને જલ્દી મરી જાય છે. આના કેસ પણ બહુ ઓછા છે માટે એ માની શકાય છે કે આ ઓછા ઘાતક છે. WHOએ જણાવ્યુ છે કે XE variant વધુ ટ્રાન્સમિસિબલ છે. આ મૂળ ઓમિક્રૉનની સરખામણીમાં 10 ગણો વધુ ઝડપથી ફેલાય છે. અમુક દેશોમાં આના અમુક કેસ જોવા મળ્યા છે. એવામાં ભારતમાં આના કેસ મળવા ચિંતાનો વિષય હોઈ શકે છે.

XE variantના લક્ષણ

XE variantના લક્ષણ

અત્યાર સુધી XE variantના લક્ષણો હજુ સુધી જાણવા મળ્યા નથી. આ ઓમિક્રૉનના બે વેરિઅંટ સાથે જોડાઈને તૈયાર થયો છે માટે એવુ માનવામાં આવી રહ્યુ છે કે આના લક્ષણ પણ ઓમિક્રૉન વેરિઅંટ સાથે મળતા હોઈ શકે છે. જો તમને તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, થાક, શરીરમાં દુઃખાવો, માથામાં દુઃખાવો, ગળામાં ખારાશ, નાક વહેવુ અને ડાયેરિયા જેવા લક્ષણો અનુભવાય તો તમારે તરત જ તપાસ કરાવવી જોઈએ.

English summary
Covid Omicron XE: Symptoms and all you need to know about the combined variant
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X