Dating Tips : પરિણીત પુરૂષને ડેટ કરી રહ્યા છો તો સાવધાન, એક સાથે થઈ શકે છે ઘણા નુકસાન
પ્રેમમાં લોકો બધી મર્યાદાઓ ભુલી જતા હોય છે. આમાં છોકરીઓ ઘણી હદ વટાવે છે. ઘણી યુવતીઓ પરિણીત પુરૂષને ડેટ કરતા પણ અચકાતી નથી. કહિકતમાં આ એક નુકસાનનો સોદો છે.
જો તમે કુંવારી છોકરી છો અને પરિણીત પુરુષ સાથે રિલેશનશિપ ઈચ્છો છો તો તેના ખતરનાક પરિણામો આવી શકે છે. સમાજમાં તેને અનૈતિક માનવામાં આવે છે અને આ માટે પુરુષોએ તેમની પત્ની સાથે છેતરપિંડી કરવી પડે છે.

પરિણીત પુરુષને ડેટ કરવાના નુકસાન
સાર્વજનિક સ્થળે મળવું મુશ્કેલ
જ્યારે તમે પહેલેથી જ પરિણીત પુરુષને મળવા જાઓ ત્યારે તમને હંમેશા ડર લાગશે કે કોઈ તેને જોઈ શકે છે. તમે ઘણીવાર હોટલના બંધ રૂમમાં મળો છો, જે અપરાધની લાગણી લાવી શકે છે. આ ઉપરાંત તમારે તમારા બોયફ્રેન્ડની પત્ની તેને રિસીવ ન કરે તે માટે તમારે કયા સમયે ફોન કરવો તેની કાળજી લેવી પડશે.
જૂઠ જીવનનો એક ભાગ બની જશે
જ્યારે કોઈ છોકરી પરિણીત પુરુષને ડેટ કરે છે અથવા રિલેશનશિપમાં હોય ત્યારે તે આ વાત જાહેરમાં કહી શકતી નથી. આને છુપાવવા માટે તમારે દરેક પગલા પર જૂઠનો સહારો લેવો પડે છે. જેથી તમારા પુરુષ પાર્ટનરનું વિવાહિત જીવન ટકી શકે. ઉપરાંત, તમે તમારા પરિવારના નજીકના સભ્યને પણ આ જાહેર કરી શકશો નહીં, કારણ કે કોઈ પણ શુભચિંતક આવા સંબંધને મંજૂરી આપશે નહીં.
ઘર તોડવાનો આરોપ લાગશે
તમે તમારા પ્રેમને લઈને ગમે તેટલા ગંભીર હોવ, ભલે તમને પહેલા કોઈ પુરુષ પાર્ટનર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હોય, તો પણ તમે ઘર તોડનાર જ કહેવાશો. આનો આરોપ તમને શરમનો અનુભવ કરાવશે. શક્ય છે કે તેના કારણે તમે ડિપ્રેશનમાં આવી શકો.
ભવિષ્ય જાણતા નથી
પરિણીત પુરુષને ડેટ કરવામાં ઘણી અનિશ્ચિતતા છે, કારણ કે આ સંબંધનું ભાવિ મુશ્કેલીઓથી ઘેરાયેલું છે. તે વ્યક્તિ તમને તેનો જીવન સાથી ત્યારે જ બનાવશે જ્યારે તે છૂટાછેડા લેશે અથવા તેની પત્નીથી અલગ થઈ જશે, જે સામાન્ય સ્થિતિમાં મુશ્કેલ છે.
પ્રાથમિકતા બનવું મુશ્કેલ
પરિણીત પુરુષ તમારી સાથે ગમે તેટલો ખુશ હોય, તમે ભાગ્યે જ તેની પ્રાથમિકતા બનશો, કારણ કે તે તેની પત્ની અને બાળકોને પ્રથમ પ્રાધાન્ય આપશે. તે તદ્દન શક્ય છે કે જ્યારે સમય આવશે ત્યારે તે તમને તેના જીવનમાંથી અલગ કરી દેશે.












Click it and Unblock the Notifications
