• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ધનતેરસ: આજે રાશિ અનુસાર પૂજન તથા ખરીદીના શુભ મુહૂર્ત

By Staff
|

[પં. અનુજ કે શુક્લ] ધનતેરસ દિવડાઓનો પ્રારંભિક તહેવાર છે. નિર્ણય-સિંધુ તથા સ્કંધ પુરાણમાં તેનો ઉલ્લેખ છે કે કારતક માસની તેરસના દિવસે સાંજના સમયે ઘરમાં મુખ્ય દ્વાર પર દિપક પ્રગટાવવો જોઇએ. આનાથી અકાલ મૃત્યું દોષ નષ્ટ પામે છે. ધનતેરસના દિવસે દ્વાર પર તથા પર તેલનો દિપક સળગાવવાની પ્રથા પ્રચલિત છે. વર્ષા ઋતુમાં એકઠા થયેલા જીવડાંઓને નષ્ટ કરવામાં દિપક મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે તેલ સળગવાથી હવામાં લુપ્ત કિટાણુંઓનો નાશ થાય છે.

તેરસના દિવસે સ્વાસ્થ્યના દેવતા ધનવંતરિનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે પહેલાં સુખ જ્યારે સુંદર કાયા અર્થાત સ્વસ્થ શરીર જ તમારો ખનાજો છે. ધન, દોલત, મકાન, વાહન, કેરિયર વગેરે મેળવવું સરળ છે, પરંતુ આજની ફાસ્ટ-ફૂડ પર આધારિત જીવનશૈલીમાં શરીરને સ્વસ્થ રાખવું કોઇ પડકારથી ઓછું નથી.

શરીર ઋતુની સિઝન આપણા શરીર માટે અનુકૂળ હોય છે, આ સિઝનમાં પાચન શક્તિ મજબૂત થઇ જાય છે અને આપણે પણ ખોરાક તરીકે ગ્રહણ કરીએ છીએ, તે સારી રીતે પચન થઇ જાય છે. ઠંડીની સિઝનની મોટાભાગની શાકભાજીઓ સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદયુક્ત હોય છે. અંતે આપણે બધા ધનવંતરિ દેવતાના જન્મોત્સવ પર સ્વાસ્થ્યનું બેંક બેલેન્સ વધારી આખુ વર્ષ રોગના હપ્તા પુરા પાડવાનું સંકલ્પ કરીએ.

ખરીદી કરવાનું શુભ મૂહૂર્ત- આ વર્ષે ધન તેરસ 01 નવેમ્બર 2013 ને શુક્રવારના રોજ રાત્રે 9:33 મિનિટ સુધી છે.

ચોધડિયા મૂહૂર્ત: સવારે 6:15 મિ. થી સવારે 10.33 મિ. સુધી ચર લાભ અમૃત તથા 11:59 મિ. થી બપોરે 01.23 મિ. સુધી શુભ તથા સાંજે 04.17 મિ. થી 5.43 મિ સુધી.

નવો ધંધો શરૂ કરવા માટે: સવારે 10:33 મિ. થી સાંજે 4:43 મિ. સુધી રહેશે.

પ્રસાદ- ઉપરોક્ત ઉપાયને શ્રદ્ધા પૂર્વ કરવાથી લાભ અવશ્ય થશે. ધનવંતરિ દેવને અર્પિત પ્રસાદ સ્વંય જરૂર ગ્રહણ કરે.

સ્લાઇડરમાં જુઓ રાશિ અનુસાર કરો ધનવંતરિ દેવતાનું પૂજન અને રોગમાંથી મેળવો છુટકારો.

આગળ વાંચો કેવી રીતે કરશો પૂજા

આગળ વાંચો કેવી રીતે કરશો પૂજા

ધરતેરસના દિવસે સ્વાસ્થ્યના દેવતા ધનવંતરિનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે પહેલું જ્યારે સુંદર શરીર અર્થાય સ્વસ્થ્ય શરીર જ તમારો ખજાનો છે. આ અવસર પર આગળ વાંચો રાશિઓ અનુસાર કેવી રીતે કરશો પૂજા.

મેષ

મેષ

મેષ રાશિના લોકો ધનવંતરિ દેવનો ફોટો રાખીને વિધિવત પૂજન કરો તથા ગોડ તથા ખારેકનો ભોગ ચઢાવો.

વૃષભ

વૃષભ

ખીરમાં ઇલાયચી તથા કેસર નાંખીને ધનવંતરિ દેવની પૂજા કરીને ભોગ લગાવીને રોગ નષ્ટ થશે અને ધન-ધાન્યથી તમે પરિપૂર્ણ થશો.

મિથુન

મિથુન

વરિયાળી, તથા મધથી ધનવંતરિ દેવતાને પુજા કરી ભોગ ચઢાવીને રોગનો નાશ કરો.

કર્ક

કર્ક

સફેદ વસ્ત્રો, સાકર તથા ઘી વડે ધનવંતરિ દેવતાનું પૂજન કરી ભોગ ચઢાવવાથી રોગ સમાપ્ત થશે.

સિંહ

સિંહ

ગુલાબ જળ, ગોળ તથા બદામથી ધનવંતરિ દેવતાનું પૂજન કરી ભોગ લગાવીને રોગોનો નાશ કરો.

કન્યા

કન્યા

ઇસબગુલનો ભુક્કો, મધ તથા દહીંનો ભોગ લગાવીને ધનવંતરિ દેવતાનું પૂજન કરી રોગોમાંથી મુક્તિ મેળવો.

વૃશ્વિક

વૃશ્વિક

લાલ ચંદન, ગુલાબના ફૂલ, ગોળ તથા બદામનો ભોગ ચઢાવીને ધનવંતરિ દેવતાનું પૂજન કરીવાથી રોગોનો નાશ થશે.

ધન

ધન

દૂધ, હળદર, પીળા ફૂલ તથા ગુંદનો ભોગ ચઢાવીને ધનવંતરિ દેવતાનું પૂજન કરીવાથી રોગોનો નાશ થશે.

મકર

મકર

તલ, ગુંદ તથા શિલાજીતનો ભોગ ચઢાવીને ધનવંતરિ દેવતાનું પૂજન કરવાથી રોગોમાંથી મુક્તિ મળશે.

કુંભ

કુંભ

લવિંગ, લોખંડની ભસ્મ તથા ભોગ ચઢાવીને ધનવંતરિ દેવતાનું પૂજન કરીને રોગોમાંથી મુક્તિ મેળવો.

મીન

મીન

કેસર, ચારોળી, સાકર તથા મધનો ભોગ લગાવીને ધનવંતરિ દેવતાનું પૂજન કરવાથી રોગોમાંથી મુક્તિ મળશે.

English summary
Astrologer Pandit Anuj K Shukla is telling here how to do Dhanteras Poojan according to zodiac sign.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more