For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોડલિંગ કરતા હતા CM ફડણવીસ, વાજપાઇએ કરી હતી પ્રશંસા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ: મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં પ્રથમ વાર સરકાર બની છે. દેવેન્દ્ર ફડણવીસ પહેલાં બ્રાહ્મણ મુખ્યમંત્રી બન્યા છે. પોતાના નવ મંત્રીઓ સાથે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદની શપથ લીધી. દેવેન્દ્ર ફડણવીસ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય રહ્યાં છે. તેમણે આ ગુણ પોતાના પિતા દ્વારા વારસામાં મળ્યા છે.

તેમના મૃદુલભાષી સ્વભાવ લીધે તેમના ટીકાકારો પણ તેમના પ્રશંસક બની જાય છે. તેમના વિશે ઘણી બધી વાતો તમે જાણતા હશો, પરંતુ અમે તમને દેવેન્દ્ર ફડણવીસ સાથે જોડાયેલી તે 5 વાતો વાતો જણાવી રહ્યાં છીએ જેના વિશે તમને જાણકારી નહી હોય.

રાજકારણ પહેલાં મોડલિંગ કરતા હતા ફડણવીસ

રાજકારણ પહેલાં મોડલિંગ કરતા હતા ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનતાં પહેલાં એક જમાનામાં મોડલિંગ કરતા હતા ફડણવીસ. જી હાં તમે આશ્વર્યમાં પડી ગયા હશો, પરંતુ આ સત્ય છે દેવેન્દ્ર ફડણવીસ એક ગારમેંટ શોપની જાહેરાત માટે મોડલનું કામ કરતા હતા. અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અનુસાર 2006માં તેમની તસવીરોવાળા હોર્ડિંગ પશ્વિમી નાગપુરમાં ઘણી જગ્યાએ લાગ્યા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇએ પણ તેમની પ્રશંસા કરી હતી અને તેમને 'આવો, આવો મોડલજી' કહીને બોલાવ્યા હતા.

રાજકારણ માફક આવ્યું ન હતું

રાજકારણ માફક આવ્યું ન હતું

દેવેન્દ્ર ફડણવીસ એક સમયે રાજકારણથી કંટાળી ગયા હતા. તેમણે રાજકીય રીતભાત બિલકુલ ગમતી ન હતી. તેમને નક્કી કરી લીધું હતું કે બધુ છોડીને તે લંડન જતા રહેશે અને લૉનો આગળ અભ્યાસ કરશે. પરંતુ મિત્રોના કહેવા પર તેમણે પોતાનો નિર્ણય બદલી દિધો અને રાજકારણમાં ટકી રહ્યાં.

પત્નીને કામની આપી આઝાદી

પત્નીને કામની આપી આઝાદી

દેવેન્દ્ર ફડણવીસ ભલે મહારાષ્ટ્રના મુખ્ય્મમંત્રી બની ગયા હોય, પરંતુ તેમણે પોતાની પત્નીને કામની આઝાદી આપી છે. તેમની પત્ની અમૃતા ફડણવીસ એક્સિસ બેંકની એસોસિએટ વાઇસ પ્રેસિડેંટ છે.

પોતે ચૂકી ગયા, પરંતુ નાની પુત્રીએ બનાવ્યો અનોખો રેકોર્ડ

પોતે ચૂકી ગયા, પરંતુ નાની પુત્રીએ બનાવ્યો અનોખો રેકોર્ડ

મહારાષ્ટ્રના પ્રથમ બ્રાહ્મણ મુખ્યમંત્રી બનનાર દેવેન્દ્ર ફડણવીસ ભલે સૌથી નાની ઉંમરના સીમ બનવાનો રેકોર્ડ તોડી ન શક્યા હોય, પરંતુ તેમની 5 વર્ષની પુત્રે દિવિજાએ મુખ્યમંત્રી આવાસમાં સૌથી નાની ઉંમરની પુત્રી રહેવાનો રેકોર્ડ પોતાના નામે કરી દિધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1978માં મુખ્યમંત્રી બનેલા શરદ પવાર સૌથી નાની ઉંમરના સીએમ છે. તે તે સમયે 38 વર્ષના હતા.

સંગીત પ્રેમી છે ફડણવીસ

સંગીત પ્રેમી છે ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ સંગીતના ખૂબ શોખીન છે. હિન્દી અને મરાઠી ગીતો તેમને મોંઢે યાદ છે. નવરાશની પળોમાં તે સંગીત સાંભળે છે.

English summary
BJP’s first, Vidarbha's fourth and 18th chief minister of Maharashtra, Devendra Fadnavis had a knack for modelling eight years ago. According to reports, Fadanavis has also been a face of a garment store in Nagpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X