બંધ સ્પેશ્યલ: બંધની "મઝા" અને "સજા"ની વાત જ નીરાળી છે
ભારતમાં અવારનવાર બંધ થતા રહેતા હોય છે. લોકશાહીમાં તમામ લોકોને પોતાનો વિરોધ નોંધાવાનો હક છે. અને સરકાર સામે આ પ્રકારના પ્રદર્શન ધણીવાર જરૂરી પણ બની જાય છે. પણ આ આર્ટીકલ બંધ રાખવો જોઇએ કે ના રાખવો જોઇએ તેની પર બિલકુલ નથી.
આ આર્ટીકલ મારા-તમારા જેવા લોકો માટે છે. જેને બંધ કરતા "બંધરૂપી" ફાયદા મળવાથી ભારે ઉત્સાહ હોય છે. બંધમાં તમને બે ટાઇપના લોકો જોવા મળશે. જેમાંથી એક ટાઇપના લોકોને બંધથી ભારે ફાયદો થાય છે. તે બંધનું નામ સાંભળતા જ ખયાલી પુલાવ બનાવવા લાગી જાય છે. અને બીજી ટાઇપના લોકો હોય છે તે બંધનું નામ સાંભળતા મનમાં બોલે છે...અરે યાર લાગી ગઇ! ત્યારે તમે કંઇ કેટેગરીમાં આવો છો તે વિષે વાંચો આ રસપ્રદ, રોચક આર્ટીકલમાં...

બંધ એટલે?
બંધ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ના જોડાયેલા તમામ લોકો માટે બંધ એટલે રજાનો દિવસ. તેમના માટે આ દિવસનો મહિમા જ ખાસ હોય છે. કેમ વાંચો આગળ...

નો ટ્રાફિક...સડસડાટ બાઇકની મજા
બંધના દિવસે મોટે ભાગના રસ્તાઓ ખાલી હોય છે. બહુ બહુ તો સવારે પ્રદર્શન થાય અને બપોર પર કંઇ ખાસ નહીં. એટલે જ તો અનેક લોકોને આવા બંધ ખાસ પ્રિય હોય છે કારણ કે આ દિવસ મસ્ત મઝાની બાઇક ચલાવા મળે. નો ટ્રાફિક. નો હોર્ન. સામાન્ય દિવસે જ્યાં પહોંચતા 1 કલાક લાગી જાય ત્યાં મખ્ખનની જેમ 20 મિનિટ પહોંચી જવાય! આવું સુખ...રોજ રોજ ક્યાં મળે છે.

બોસને ચોખ્ખુ કહેવાનું નહીં આવું
સામાન્ય રીતે મોટા ભાગની ઓફિસો બંધના દિવસે બંધ જ રહેતી હોય છે. પણ તેમ છતાં જો કોઇ નાની મોટી ઓફિસ ખુલ્લી રહી પણ ગઇ તો બોસને ઇજ્જત કહી શકાય...બોસ...બંધ છે મારાથી તો નહીં આવાય...અને બિચારો બોસ પણ મનમાં જાણતો હોય પણ ઇટ્સ ઓક કહેવા સિવાય તેની પાસે છૂટકો ક્યાં છે?

બંધ એટલે આરામ
એટલું જ નહીં આ વણમાગેલી રજાના કારણે મસ્ત ઘરે રહેવાની જે મજા આવે તેની તો વાત જ અલગ છે. મસ્ત ઘરનું જમાવાનું. પછી બપોરે ટીવી પર પિક્ચર. પરિવાર કે મિત્રો સાથે ગપ્પા હાંકવાના આવી મઝા ક્યાં મળે?

એકદમ શાંતિ
જે લોકોના ઘર રસ્તા પર હોય છે તે લોકો બંધ જેવા દિવસોમાં પોતાના ઘરના ટીવીનો અવાજ લો વોલ્યૂમ સાથે સાંભળવાનું સુખ માણી શકે છે. આવું સુખ તેમને ક્યારેક જ મળતું હોય છે. અને આવી નિરવ શાંતિ પણ!

બંધની સજા
પણ તેવું નથી કે બંધની બધાને મઝા જ મળે છે કેટલાક લોકોને સજા પણ મળે છે. જેમ કે જે લોકો પીજી કે પછી ભાડે રૂમ રાખીને રહેતા હોય તે લોકો મોટે ભાગે આસપાસની હોટલ પર ખાવા માટે નિર્ભર હોય છે. અને બંધના કારણે સવારથી હોટલમાં તાળા લાગી જાય છે. ત્યારે કેટલાક બંધને કારણે આવા લોકોને સવારની ચા પીવા કે ખાવા માટેના ફાંફા પડી જતા હોય છે.

પત્રકાર અને પોલિસ
જો કે બંધનું નામ સાંભળીને જો કોઇ મનથી ખુશ ના થતું હોય તો તે છે આ બે લોકો. કારણ કે આખી દુનિયાની ઓફિસમાં બંધની રજા હોય પણ પત્રકાર બિચારો કવર જ કરતો રહી જાય છે! એટલે કે તેનું કામ વધી જાય છે. અને તે જ રીતે પોલિસકર્મીઓ, ટ્રાફિક પોલિસ જેવા સુરક્ષાકર્મીઓની મુશ્કેલી પણ વધી જાય છે. તેમની તો રજા પણ કેન્સલ થઇ જાય છે.

બંધ
પણ આ બે ટાઇપના લોકોની વચ્ચે પણ એક ટાઇપ હોય છે. જેમના કારણે આ બંધ પાળવામાં આવ્યો હોય છે. આ તે લોકો હોય છે જેમની મુશ્કેલીઓને અવાજ ખાલી આ બંધ જ આપી શકે છે. માટે આપણા જેવા સામાન્ય લોકો ભલે તે મજા કે સજા હોય પણ જે બંધ સાથે જોડાયા હોય છે તે લોકો માટે બંધ તેમનું ભવિષ્ય ભાખનાર બની જાય છે.












Click it and Unblock the Notifications
