• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝાની જરૂર છે ખરી?

|

ગાંધીનગર, 25 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુજરાતની ગાદી માટે હેટ્રિક નોંધાવી છે ત્યારથી કોંગ્રેસ પ્રદેશ સમિતિ તો ખોવાઇ જ ગઇ છે પરંતુ રાષ્ટ્રીય સ્તરના કોંગી નેતાઓમાં મોદી નામનો એવો તો ભય પેસી ગયો છે કે તેઓ કોઇ પણ પ્રસંગે નરેન્દ્ર મોદી પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. ગુજરાતના મુખ્યમંત્રીએ કોઇ નાનકડી શાળામાં પણ સંબોધન કર્યું હોય તો પણ કોંગ્રેસના કેન્દ્રીય સ્તરના નેતાઓ તેમના નિવેદન પર ટિપ્પણીઓ કરવા મીડિયા સમક્ષ હાજર થઇ જાય છે.

હાલમાં નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા આપવા-નહીં આપવાનો મુદ્દો માધ્યમોમાં ખૂબ ચગ્યો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ હાલમાં અમેરિકા પ્રવાસ પર છે. અમેરિકામાં તેમણે એક 'અફઘાનીસ્તાનની સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ' વિષય પર સભાનું સંબોધન કર્યું હતું, દરમિયાન તેમણે ભાજપના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીને વિઝા નહી મળ્યાની વાત પર ખેદ વ્યક્ત કરી અમેરિકન સરકારને મંચ પર વિનંતી કરી હતી કે 'તેઓ આ વિષયમાં કંઇ યોગ્ય નિર્ણય લે.'

રાજનાથ સિંહે આટલું શું કહ્યું એમાં તો ભારતની સંસદમાં બેઠેલા કોંગ્રેસી અને યુપીએ સરકાર સાથે જોડાયેલા 65 જેટલા નેતાઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને સામુહિક હસ્તાક્ષર કરી એક પત્ર લખી દીધો કે અમેરિકન સરકાર નરેન્દ્ર મોદીને વિઝા ના આપે. જોકે આજે આ મુદ્દા પર અમેરિકન પ્રવક્તાએ જણાવ્યું હતું કે 'નરેન્દ્ર મોદી વિઝા માટે અરજી કરે, અમેરિકન નીતિ પ્રમાણે તેની પર વિચાર કરવામાં આવશે.'

નરેન્દ્ર મોદી એક કુશળ શાસનકર્તા છે, જે તેમણે ગુજરાતમાં વિકાસના મોડલ થકી સાબિત કરી બતાવ્યું છે. આ ઉપરાંત ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી છેવાડાના લોકો સુધી પહોંચવાની તેમની કળા પર લોકો ફિદા છે. નરેન્દ્ર મોદીએ ઘણી વખત 3ડી ટેકનોલોજીના માધ્યમથી એક સાથે અનેક સ્થળો પર જાહેર સભા, શિક્ષણસભા, કાર્યકરોને સંબોધી રાજકીય ક્ષેત્રે પોતાની નવી છાપ ઉભી કરી છે. તેમણે હાલમાં જ બિહારના ભાજપી કાર્યકરોને મોબાઇલ દ્વારા સંબોધ્યા હતા. જે નેતા પોતાના ગાંધીનગરના કાર્યાલયમાં બેસીને અમેરિકાના ગુજરાતી ડાયસ્પોરાને સંબોધી શકતો હોય તેને વિઝા નામની ઔપચારિકતાની કોઇ જરૂર ખરી?

જે વ્યક્તિ દેશમાં આટલી બધી લોકપ્રિયતા ધરાવતો હોય તેવા નેતાને બહાર જવાની શી જરૂર છે. નરેન્દ્ર મોદીને અમેરિકાના ડેલિગેટ્સ સામે ચાલીને ગાંધીનગર મળવા આવે છે, અને અમેરિકાની સંસદમાં જઇને મોદીને વિઝા આપવાની ભલામણ કરે છે આનાથી વધું શું જોઇએ.

બીજી બાજું મોદીને જ્યારે વિઝા આપવાનો અમેરિકાએ પહેલીવાર ઇનકાર કર્યો હતો ત્યારે તેઓ એક રાજ્યના મુખ્યમંત્રી જ હતાં અને રમખાણો અંગે તેમની છબી સમગ્ર દેશમાં અને છેક અમેરિકા સુધી ખરડાયેલી કે ખરડાવાયેલી હતી, પરંતુ એ પછી અમેરિકાની નાઇલ નદી હોય કે દિલ્હીની યમુના અથવા પછી અમદાવાદની સાબરમતીમાં ઘણા પાણી વહી ચૂક્યા છે. એમાં કોઇ શંકા નથી કે નરેન્દ્ર મોદી આજે પણ એક રાજ્યના મુખ્યમંત્રી જ છે. પરંતુ હવે તેઓ માત્ર ભાજપની પ્રચાર સમિતિના અધ્યક્ષ જ નથી પણ દેશના સૌથી લોકપ્રિય નેતા પણ છે.

નરેન્દ્ર મોદી અને ભારતીય રાજકારણને જાણનારાઓને એ જણાવવાની જરૂર નથી કે મોદી પોતાના આ વિરાટ સ્વરૂપે શૂન્યમાંથી ઉભરી આવ્યા છે. જે મોદી એક સમયે માત્ર સામાન્ય કાર્યકર્તા હતા અને એક સમયે ચારેય બાજુથી ટીકાઓના પ્રહાર ઝીલતા હતાં, તે મોદી જો આજે આટલા વિરોધોને પાર કરી દેશના સૌથી લોકપ્રિય નેતા બનવાની લાયકાત ધરાવતા હોય તો શું અમેરિકાના વિઝા તેમના માટે મોટી બાબત ગણાય.

નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની રાજકિય કારકિર્દી પર નજર ફેરવીએ તો સ્પષ્ટ જણાઇ આવે છે કે તેઓ કોઇ પણ વસ્તું કે હોદ્દાને પામતા પહેલા તેને લાયક બનવામાં વિશ્વાસ ધરાવે છે. એક સામાન્ય કાર્યકર પછી મુખ્યમંત્રી બન્યા અને આજે વડાપ્રધાનપદના હોટફેવરિટ ઉમેદવાર ગણાતા હોય તો તે ઉમેદવાર બનવાની યોગ્યતા તેમણે પોતે જ કેળવી છે. હવે વાત કરીએ જો અમેરિકાના વિઝાની તો સૌ જાણે છે કે દેશનો કોઇપણ સામાન્ય નાગરિક આ વિઝા પ્રાપ્ત કરી શકે છે પરંતુ મોદી માટે આ વિઝા મેળવવા કપરું હોય તો એ પણ સ્પષ્ટ બાબત છે કે મોદી એક મુખ્યમંત્રી તરીકે જો વિઝા ના મેળવી શકતા હોય તો તેઓ પોતાને એ સ્થાનને લાયક બનાવશે કે જ્યાંથી તેમની અરજી ફગાવવાની ગુસ્તાખી અમેરિકા પણ ના કરી શકે. અને લોકોને એ જણાવવાની જરૂર નથી કે એ સ્થાન કયું છે. એ દિવસ દૂર નથી કે નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રીની ગાદી પર બેશે, ત્યારે સામે ચાલીને અમેરિકા મોદી માટે વિઝાની ભેટ લઇને આવશે..

આ કારણોસર મોદીને વિઝાની કોઇ જરૂર નથી...

3ડીમાં મોદીનો રેકોર્ડ

3ડીમાં મોદીનો રેકોર્ડ

નરેન્દ્ર મોદી લોકસંપર્ક માટે નવી ટેકનોલોજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવા માટે જાણીતા છે. આ બાબત હવે દુનિયા પણ માનવા લાગી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 દરમિયાન નરેન્દ્ર મોદીએ એક સાથે અનેક લોકો સુધી પહોંચવા માટે થ્રીડી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. નરેન્દ્ર મોદીના થ્રીડી ભાષણોને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યા છે. મોદીએ પાંચ દિવસમાં 3ડી ટેકનોલોજી થકી 106 સભા સંબોધી હતી.

મોદી વિઝા વગર પહોંચ્યા યુએસ

મોદી વિઝા વગર પહોંચ્યા યુએસ

નરેન્દ્ર મોદીએ 13 મેના રોજ યુએસના 20 જેટલા શહેરોને એકસાથે સંબોધ્યા હતા. નરેન્દ્ર મોદીએ એકવાર ફરી ટેકનોલોજીના માધ્યમથી અમેરિકાના ગુજ્જુભાઇ બહેનો સુધી પહોંચીને અંતરંગ વાતો કરી હતી. નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં ગુજરાતના છેલ્લા દસ વર્ષના વિકાસની ગાથાની વાત કરી હતી, ઉપરાંત તેમણે ભારત માતાની ગૌરવ ગાથા અંગેની ચર્ચા કરી પોતાની માતૃભૂમિ પ્રત્યે પ્રેમભાવ રાખવાનું આહ્વાન કર્યું હતું. જો મોદી વિઝા વગર અમેરિકામાં ગુજરાતીઓને સંબોધી શકતા હોય તો તેમને વિઝાની શી જરૂર? જુઓ વીડિયો...

બોબાઇલ ટેકનોલોજીનો ઉપયોગ

બોબાઇલ ટેકનોલોજીનો ઉપયોગ

નરેન્દ્ર મોદીએ 6 જુલાઇના રોજ બિહારના ભાજપી કાર્યકરોને મોબાઇલ દ્વારા સંબોધ્યા હતા. નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી જ પટણામાં બેઠેલા પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં માહેર નરેન્દ્ર મોદીએ એક સાથે 1500 કાર્યકરો સાથે દરેક મોટા મુદ્દા પર ચર્ચા કરી. આ દરમિયાન સુશીલ કુમાર મોદી, અશ્વિની ચૌબે વગેરે નેતાઓએ તેમને સવાલ પૂછ્યા.

શિક્ષકોને સંબોધ્યા

શિક્ષકોને સંબોધ્યા

નરેન્દ્ર મોદીએ હાલમાં જ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી ગુજરાતની વિવિધ શાળાના શિક્ષકોને સંબોધ્યા હતા.

અમેરિકન ડેલિગેટ્સ

અમેરિકન ડેલિગેટ્સ

નરેન્દ્ર મોદીને તાજેતરમાં જ અમેરિકન ડેલિગેટ્સ મળવા માટે આવ્યા હતાં, આ ડેલિગેટ્સ મોદીને મળીને તેમને અમેરિકા આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. અને તેમણે અમેરિકાની સંસદમાં મોદીને વિઝા આપવાની ભલામણ પર કરી હતી.

English summary
Do Narendra Modi require American visa. Narendra Modi can reach everywhere by using technology, recently he had addressed the Gujarati diaspora of America from Gandhinagar. When he become PM, America will have to give visa him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more