For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાના અલગ-અલગ દેશોમાં છૂટાછેડાના અજબ-ગજબ નિયમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 ઓગસ્ટ: માત્ર છૂટાછેડા લઇ લેવાથી શું જન્મો-જન્મોનો સંબંધ ખતમ થઇ શકે છે. શું એક શબ્દ પતિ-પત્નીના સંબંધને ખતમ કરી શકે છે? આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ ભારતમાં માત્ર એક ટકા, જર્મનીમાં એક તૃતિયાંશ જ્યારે અમેરિકામાં લગભગ અડધા લગ્નનો અંત છૂટાછેડામાં થાય છે.

હા આ આંકડાઓ ચોંકાવનારા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે નાની-નાની વાતોથી પતિ-પત્ની એકબીજાને હંમેશા-હંમેશા માટે છોડવા માટે તૈયાર થઇ જાય છે. જોકે આપને જણાવી દઇએ કે દરેક દેશમાં છૂટાછેડાને લઇને અલગ-અલગ નિયમો છે. દુનિયાના કેટલાંક સ્થળો પર છૂટાછેડા માટે ઘણા અજબ નિયમો છે.

તસવીરોમાં જુઓ દુનિયાના અલગ-અલગ દેશોમાં છૂટાછેડાના અજબ-ગજબ નિયમો...

મિસીસિપી

મિસીસિપી

મિસીસિપીમાં પતિ અથવા પત્ની ઉપરાંત કોઇ ત્રીજી વ્યક્તિને તેમના લગ્ન તૂટવાના જવાબદાર મળી આવતા ભારે દંડ ભરવો પડી શકે છે. ન્યૂ મેક્સિકો અને મિસીસિપી સહિત અમેરિકાના સાત રાજ્યોમાં લાગૂ આ કાનૂનમાં છૂટાછેડા લેનાર વ્યક્તિને આ વાત સાબિત કરવી હોય છે કે અમુક વ્યક્તિના કારણે તેના લગ્ન તૂટ્યા છે.

શરત જીતવાને લગ્ન

શરત જીતવાને લગ્ન

અમેરિકાના ડેલવેરમાં જો કોઇ યુગલ મજાક અતવા જોશમાં લગ્ન કરી બેઠું હોય તો તે છૂટાછેડા માટે અરજી આપી શકે છે.

પાર્ટનરનું માનસિક અસંતુલન

પાર્ટનરનું માનસિક અસંતુલન

ન્યૂયોર્કમાં જો આપ સિદ્ધ કરી શકો કે આપનો પાર્ટનર પાગલ છે તો આ આધાર પર આપના છૂટાછેડા થઇ શકે છે. પરંતુ તેના માટે શરત હોય છે કે લગ્ન દરમિયાન ઓછામાં ઓછા 5 વર્ષો સુધી પાર્ટનરની માનસિક સ્થિતિ ખરાબ રહી હોય. જોકે લગ્ન ખતમ થયા બાદ પણ પતિ અથવા પત્નીએ બિમાર પાર્ટનની સંભાળ રાખવાની હોય છે.

કોઇ અન્ય સાથે લગ્ન

કોઇ અન્ય સાથે લગ્ન

ઓસ્ટ્રેલિયાના અબોરિજિનલ મૂળ નિવાસીઓમાં મહિલાઓની પાસે છૂટાછેડા લેવાની રીત એ છે કે તેઓ ભાગીને કોઇ અન્ય સાથે લગ્ન કરી લે. જો તે આવું કરે છે તો તેના પહેલા લગ્ન એની જાતે જ રદ્દ થઇ જાય છે.

ગેરકાયદેસર

ગેરકાયદેસર

ફિલિપીંસમાં કંઇક મુસ્લિમ ફિલિપીનો ઉપરાંત અન્ય લોકો માટે છૂટાછેડા ગેરકાયદેસર છે.

ગેરકાયદેસર

ગેરકાયદેસર

98 ટકા કેથોલિક ઇસાઇ વસ્તીવાળા માલ્ટામાં પણ છૂટાછેડા ગેરકાયદેસર છે.

અલગ-અલગ રહેવાથી છૂટાછેડા

અલગ-અલગ રહેવાથી છૂટાછેડા

એસ્કિમો લોકો છૂટાછેડા લેતા પહેલા અન્યોથી અલગ રહેવાનું શરૂ કરી દે છે. જોકે તેમના માટે અલગ અલગ રહેવાનો અર્થ જ છૂટાછેડા છે.

અહીં છૂટાછેડા બાદ ઉજવણી થાય છે

અહીં છૂટાછેડા બાદ ઉજવણી થાય છે

ન્યૂયોર્ક અને અમેરિકાના અન્ય મોટા શહેરોમાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જે ડિવોર્સ પાર્ટી આયોજિત કરાવે છે. લોસ વેગાસ, લોસ એંજિલિસ અને ન્યૂયોર્ક જેવા શહેર એવી પાર્ટીઓનું ગઢ છે.

English summary
If you think that sexual infidelity is the leading cause of divorce, you've got it all wrong. Here are some other culprits our experts blame for the alarmingly high divorce rate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X