• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિધાનસભા ચૂંટણી: આ રહ્યાં હાર-જીતના મુખ્ય પરિબળો

By Kumar Dushyant
|

ગાંધીનગર, 9 ડિસેમ્બર: ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દિધું છે કે કોંગ્રેસે પોતાની રીત-ભાવમાં પરિવર્તન લાવવું જોઇએ. નહિતર તેના માટે આગળ જતાં વધુ મુશ્કેલી વધી જશે. તેના માટે તેને સૌથી પહેલાં પોતાના નેતૃત્વમાં પરિવર્તન લાવવા માટે તૈયાર થવું પડશે.

કોંગ્રેસની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તે ગાંધી-નહેરુ પરિવારથી આગળ જોવા માંગતી નથી. જ્યારે વાસ્તિવક્તા એ છે કે દેશની જનતા આ જુની પાર્ટીમાં ગાંધી-નહેરુ પરિવારના રાજકીય વર્ચસ્વથી કંટાળી ગઇ છે.

આ પરિવારના દાયરાથી બહાર એક નવું નેતૃત્વ જોવા માંગે છે, પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડ કોઇ સ્વતંત્ર છબિ વાળા નેતાને આગળ આવવા દેતી નથી. તેનું મુખ્ય કારણ એ છે કે તેને પોતાના અસિસ્ત્વ પર સ્પષ્ટ ખતરો જોવા મળી છે. આવો હવે જોઇએ વિધાનસભાની ચૂંટણીમાં હાર-જીત માટે કયા-કયા પરિબળોએ કામી કરી ગયા.

રમણનો રંગ

રમણનો રંગ

નરેન્દ્ર મોદી બાદ રમણ સિંહ ભાજપના બીજા એવા મુખ્યમંત્રી છે જેમના નેતૃત્વમાં ભાજપે ત્રીજી વાર સત્તા પ્રાપ્ત કરી હોય. મુકાબલો એકદમ રસપ્રદ અને રસાકસી ભર્યો હોવાછતાં વિરોધી વિપક્ષી પ્રચાર છતાં રમણ સિંહ પોતાનો ગઢ બચાવવામાં સફળ રહ્યાં તેમની સ્વચ્છ વ્યક્તિગત છબિ પણ એક મોટું યોગદાન છે.

શિવરાજ ફેક્ટર

શિવરાજ ફેક્ટર

મધ્યપ્રદેશની સત્તામાં ભાજપની હેટ્રિક પાછળ મોટું પરિબળ શિવરાજ સિંહ ચૌહાણની આમ આદમીની છબિ અને તેમના વિસ્તારમાં વ્યક્તિગત લોકપ્રિયતા પણ છે. શિવરાજ સિંહના નેતૃત્વમાં ભાજપે સત્તા વિરોધી હવાને નકારી કાઢતાં ગત ચૂંટણી કરતાં વધુ સીટો મેળવી જાદૂ કરી બતાવ્યો છે. મધ્ય પ્રદેશ એવો વિસ્તાર છે જ્યાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સૌથી ઓછી સભાઓ કરી છે.

કેજરીવાલનો કમાલ

કેજરીવાલનો કમાલ

ચૂંટણી પ્રચારમાં અરવિંદ કેજરીવાલ પોતાના રેડિયો સંદેશમાં કહેતા હતા કે દિલ્હીમાં કંઇક અદભૂત થઇ રહ્યું છે, આમ આદમી પાર્ટીની જબરજસ્ત લહેર છે. ખરેખર પરિણામો પર અદભૂત રહ્યાં. ત્રણ વખતથી મુખ્યમંત્રી બની આવતી શીલા દીક્ષિત રાજકારણના નવાનિશાળિયા અરવિંદ કેજરીવાલના સામે ભારે મતોથી હારી ગઇ. ફક્ત એક વર્ષ જુની પાર્ટી વિધાનસભાની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે.

બેઅસર રાહુલ

બેઅસર રાહુલ

ઘણી ચૂંટણીઓમાં સધન પ્રચાર અભિયાનો છતાં કોંગ્રેસનો નવો ચહેરો રાહુલ ગાંધી જનતાને આકર્ષિત કરવામાં સફળ રહ્યો નહી. આ કડવા સત્યને કોંગ્રેસી નેતા એકલામાં માને છે. છત્તીસગઢમાં રાહુલ ગાંધી પ્રચાર સભાઓમાં જોવા મળતી ભીડ પણ સ્થાનિક સ્તર પર ભાજપ સરકારના વિરોદ્ધ નારાજગીના કારણોને મતદારોના વિશ્વાસમાં ફેરવી ન શકી. રાહુલ ગાંધી ફોર્મૂલાથી રાજસ્થાન અને રાજસ્થાનમાં ઉમેદવારની પસંદગીનો પ્રયોગ પણ ઠેરનો ઠેર રહી ગયો.

મોંધા મનમોહન

મોંધા મનમોહન

મોંધવારી અને કેન્દ્ર સરકારની મનમોહન સરકાર વિરૂદ્ધ સામાન્ય લોકોની નારાજગી ચૂંટણી દરમિયાન કોંગ્રેસના હકમાં સત્તા વિરોધી લહેર પર ભારે પડી. મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢમાં કોંગ્રેસમાંથી આવેલી પરિવર્તનની પુકારને જનતાએ સાંભળી નહી. તો બીજી તરફ દિલ્હી અને રાજસ્થાનમાં કોંગ્રેસ વિરૂદ્ધ પરિવર્તનની લહેરને સમર્થન મળ્યું.

જૂથવાદનું કેન્સર

જૂથવાદનું કેન્સર

મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં સારી સંભાવના છતાં કોંગ્રેસ જૂથવાદની પોતાની બિમારીના કારણે જીતી ન શકી. રાજસ્થાનમાં પણ ટિકીટ વહેંચણીથી માંડીને પ્રચાર દરમિયાન સ્થાનિક નેતાઓની આંતરિક ખેંચતાણ જોવા મળી.

જોગી ઇફેક્ટ

જોગી ઇફેક્ટ

છત્તીસગઢમાં જીતની નજીક પહોંચેલી કોંગ્રેસની સંભાવનાઓ પર તેના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી વિરૂદ્ધ સ્થાનિક ધારણાઓની ભારે અસર પડી. નક્સલી હુમલામાં પોતાના પાંચ નેતાઓને ગુમાવ્યા છતાં આંતરિક હુમલાની શંકાએ કોંગ્રેસ માટે સંવેદનાની લહેર ન બનાવા દિધી.

English summary
Modi is a very big factor. People have seen what he has done in Gujarat," said the woman who's likely to be the new chief minister of Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more