આ કામ કરતી સ્ત્રી તરફ ન કરો નજર, શું કહે છે ચાણક્ય નીતિ
ચાણક્ય નીતિએ અર્થશાસ્ત્ર, રાજનીતિ, કુટનીતિ ઉપરાંત સામાજિક જીવન સાથે જોડાયેલી વ્યવહારિક બાબતો પણ આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સ્ત્રી અને પુરૂષે કેવા પ્રકારનું આચરણ કરવું જોઈએ.
ચાણક્ય નીતિએ અર્થશાસ્ત્ર, રાજનીતિ, કુટનીતિ ઉપરાંત સામાજિક જીવન સાથે જોડાયેલી વ્યવહારિક બાબતો પણ આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સ્ત્રી અને પુરૂષે કેવા પ્રકારનું આચરણ કરવું જોઈએ. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જ્યારે મહિલાઓ ચોક્કસ પ્રકારનું કામ કરતી હોય ત્યારે પુરુષોએ મહિલાઓ તરફ ન જોવું જોઈએ. આમાંની ઘણી બાબતોનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે.

આ કામ કરતી સ્ત્રીને ક્યારેય જોશો નહીં
સ્ત્રી જમતી હોય ત્યારે
ચાણક્ય નીતિ જણાવે છે કે, જ્યારે સ્ત્રી જમતી હોય ત્યારે પુરુષે તેની તરફ ન જોવું જોઈએ. તે શિષ્ટાચારની વિરુદ્ધ છે. આમ કરવાથી, સ્ત્રીઅસ્વસ્થતા અનુભવે છે અને સારી રીતે ખાવા માટે સક્ષમ રહેતી નથી.

તેના કપડા ઠીક કરતી હોય ત્યારે
જો સ્ત્રીને છિંક આવતી હોય કે બગાસું આવતું હોય ત્યારે પણ પુરુષે તેની તરફ ન જોવું જોઈએ. જો મહિલા તેના કપડા ઠીક કરતી હોય, ત્યારેપણ આવા સમયે પુરુષે તેની તરફ ન જોવું જોઈએ. આવું કરવું ખોટું છે. આ સમયે માણસે પોતાની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ અનેત્યાંથી આંખો દૂર કરી લેવી જોઈએ.

તેલથી માલિશ કરતી હોય ત્યારે
જ્યારે કોઈ સ્ત્રી તેલથી માલિશ કરતી હોય, બાળકને ધવડાવતી હોય અથવા બાળકને જન્મ આપતી હોય, ત્યારે તે સ્થિતિમાં પુરુષે સ્ત્રી તરફબિલકુલ ન જોવું જોઈએ. જ્યારે કોઈ સ્ત્રી તેની આંખોમાં કાજલ અથવા મેકઅપ લગાવે છે, ત્યારે પુરુષે તેની તરફ જોવું જોઈએ નહીં. પુરુષનાઆ સમયના ધ્યાનથી સ્ત્રીનું ધ્યાન ભટકાઈ શકે છે. આ સમયે માણસ ત્યાંથી ખસી જાય તો સારું.












Click it and Unblock the Notifications
