હોટ બેબ્સ સાથે તસવીરોમાં બાબા રામદેવ!
નવી દિલ્હી, 9 જુલાઇઃ આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયા કેટલું મહત્વનું હથિયાર સાબિત થશે, તે દરેક રાજકિય પક્ષ જાણે છે, તેથી પોતાની વાત રજુ કરવી હોય અથવા તો કોઇને બદનામ કરવા હોય તો, દરેક તેને માધ્યમ બનાવી રહ્યાં છે. વાત બદનામ કરવાની આવી છે, તો અમે તમને જણાવી દઇએ કે કેટલીક જુની તસવીરોનો ઉપયોગ કરીને, લોકોએ યોગ ગુરુ બાબા રામદેવને બદનામ કરવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે તેઓ જાણે છે કે ચૂંટણીમાં બાબાની ભૂમિકા મહત્વની થનારી છે.
ખરા અર્થમાં ફેસબુક, ગુગલ પ્લસ અને ટ્વિટર પર જે તસવીરો વાયરલ થઇ રહી છે. તેના પર તસવીરો પર લખ્યું છે, 'જૂઓ બાબા રામદેવનું સત્ય' અને તસવીરોમાં ભગવા વસ્ત્રો સાથે એક વ્યક્તિ યુવતીઓ સાથે નૃત્ય કરતો દર્શાવવામાં આવી રહ્યો છે. અનેક સ્થળો પર તસવીરોમાં બાબા વિરુદ્ધ કોમેન્ટ પણ કરવામાં આવી છે. જ્યારે સાચું કહેવામાં આવે તો તસવીરોમાં બાબા જેવો દેખાઇ રહેલો વ્યક્તિ બોલિવુડનો એક નાનો અમથો કલાકાર છે, જેનું નામ છે સુનીલ તલવાર.
આ વ્યક્તિ આજથી અંદાજે બે વર્ષ પહેલા બોલિવુડમાં એક પાર્ટીમાં બાબા રામદેવનો વેશ ધારણ કરીને, જોરદાર નૃત્ય પણ કર્યું. તે સમયે ખેંચવામાં આવેલી, તસવીરો કેટલાક મેગેઝિનોમાં આવી, પરંતુ કોઇનું ધ્યાન સુનીલ પર ધ્યાન ગયું નહીં, આજે આ જ તસવીરો ફરી એકવાર ફેસબુક અને જી પ્લસ પર નવી રીતે રજુ કરવામાં આવી રહી છે.

રામદેવનો ડુપ્લીકેટ
આ તસવીર એક કાર્યક્રમની છે, જ્યાં બાબા રામદેવનો ડુપ્લીકેટ યુવતીઓ સાથે નૃત્ય કરતો દર્શાવવામાં આવી રહ્યો છે. તમામ યુવતીઓ ડુપ્લીકેટને ચોંટીને બેઠો છે.

સોફિયા હયાત સાથે
સોફિયા હયાત સાથે આ તસવીરનું રિઝોલ્યુશન ફોટોશોપમાં જઇને ઓછું કરવામાં આવ્યું, ત્યારબાદ નાની તસવીરને બ્લર કરીને પબ્લિશ કરવામાં આવી, જેથી લોકોને આ વ્યક્તિ બાબા રામદેવ હોય તેવું લાગે.

તસવીરો થઇ રહી છે, વાયરલ
ખરા અર્થમાં ફેસબુક, ગુગલ પ્લસ અને ટ્વિટર પર જે તસવીરો વાયરલ થઇ રહી છે. તેના પર તસવીરો પર લખ્યું છે, 'જૂઓ બાબા રામદેવનું સત્ય' અને તસવીરોમાં ભગવા વસ્ત્રો સાથે એક વ્યક્તિ યુવતીઓ સાથે નૃત્ય કરતો દર્શાવવામાં આવી રહ્યો છે.

પ્રોમોશન કાર્યક્રમ
આ તસવીર ફિલ્મ ' ભાઇ કા મલા હે'નું પ્રમોશન કાર્યક્રમમાં ખેંચવામાં આવી હતી. આ તસવીરો એ સમયે વધારે લોકપ્રિય થઇ નહોતી.

બે વર્ષ પહેલા
આ વ્યક્તિ આજથી બે વર્ષ પહેલા બોલિવુડની એક પાર્ટીમાં બાબા રામદેવના વેશમાં ગયો અને ત્યાંથી જઇને જોરદાર નાચ્યો.












Click it and Unblock the Notifications
