For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Eco Friendly Diwali: માટીના દીવાનો ઉપયોગ કરીને મનાવો સુરક્ષિત દિવાળી

દિવાળી પર આ વખતે ચાઈનીઝ લાઈટની જગ્યાએ માટીના દીવાનો ઉપયોગ કરો કારણકે પર્યાવરણમાંથી મળતી વસ્તુઓ પર્યાવરણને કંઈક આપીને જાય છે.

|
Google Oneindia Gujarati News

દિવાળી ખુશીઓ, પ્રેમ અને રોશનીનો પર્વ છે. આ દિવસે લોકો દીવા પ્રગટાવીને પોતાની ખુશીઓ વ્યક્ત કરે છે પરંતુ છેલ્લા અમુક સમયથી તહેવારના નામ પર આપણે પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે. જેનુ પરિણામ એ આવ્યુ છે કે આજે પ્રદૂષણ ખતરનાક રૂપ ધારણ કરી ચૂક્યુ છે પરંતુ જો હજુ પણ સ્થિતિ સંભાળવામાં ન આવી તો આવનારી સ્થિતિ વધુ ભયાનક બની શકે છે.

માટીના દીવાનો જ કરો ઉપયોગ

માટીના દીવાનો જ કરો ઉપયોગ

તમે દિવાળી પર આ વખતે ચાઈનીઝ લાઈટની જગ્યાએ માટીના દીવાનો ઉપયોગ કરો કારણકે પર્યાવરણમાંથી મળતી વસ્તુઓ પર્યાવરણને કંઈક આપીને જાય છે. માટીના બનેલા દીવા બાયોડિગ્રેડેબલ હોય છે જેનાથી પર્યાવરણને કોઈ નુકશાન થતુ નથી. તમને જણાવી દઈએ ક માટીના દીવા ગરીબ પરિવારના લોકો બનાવે છે માટે તમે જો આ દીવા ખરીદશો તો તમારુ ઘર પર રોશન થશે, આ વાતોનુ ધ્યાન રાખીને માટીના દીવા જ ખરીદવા જોઈએ.

ઘરની જેમ શહેરને પણ રાખો સ્વચ્છ

ઘરની જેમ શહેરને પણ રાખો સ્વચ્છ

દિવાળી સ્વસ્છતાનો પણ તહેવાર છે કહે છે કે સફાઈથી ઘરમાં લક્ષ્મી આવે છે એટલા માટે ઘરની સફાઈ કરવામાં આવે છે. આ રીતે શહેર પણ સ્વચ્છ રહે તેનુ ધ્યન રાખવુ જોઈએ. આનાથી ખુશી બમણી થાય છે. વાતાવરણ પણ સ્વચ્છ રહે. પ્રદૂષિત ન થાય તેનુ ધ્યાન આપવા સાથે દિવાળી મનાવવી જોઈએ. લોકોએ આ પ્રસંગે સાવધાની રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ Diwali 2019: જાણો શું હોય છે ગ્રીન ફટાકડા?આ પણ વાંચોઃ Diwali 2019: જાણો શું હોય છે ગ્રીન ફટાકડા?

ડેકોરેશનમાં ઈકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ

ડેકોરેશનમાં ઈકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ

ડેકોરેશન માટે પણ માર્કેટમાં મોટાભાગો પ્લાસ્ટિક કે પર્યાવરણને નુકશાન ન પહોંચાડનાર મટિરિયલથી બનેલી વસ્તુઓ મળે છે. આ જગ્યાએ ઈકો-ફ્રેન્ડલી મટિરિયલ જેવા કે પેપર ક્રાફ્ટ, વાંસ, મડ વગેરેથી બનેલી વસ્તુઓ અને રંગોલીમાં આપણે રંગોની જગ્યાએ પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને પર્યાવરણને પ્રદૂષિત બનવાથી બચાવી શકીએ છીએ.

English summary
Decorate home with earthen lamps or Clay lamps or diyas instead of electrical/Chinese diyas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X