ફેસબુકે લોંચ કર્યું નવું પબ્લિશિંગ ટૂલ
ફેસબુક પર પોતાની પોસ્ટનું પ્રચાર કરનારા ઉપયોગકર્તાઓ અને જાહેરાતદાતાઓને અને વધારે સુવિધાઓ આપવાના પ્રયાસમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે એક નવું ટૂલ લોંચ કર્યું છે જે વિષય સામગ્રીને પ્રચારિત કરવા માટે ઉપયોગકર્તાઓને વધારે અધિકાર આપશે.
મેશેબલના રિપોર્ટ અનુસાર, જાહેરાતદાતાઓ માટે સૌથી મોટુ ટૂલ behavioral targeting છે. જે સ્થાનો, હસ્તિઓ અને રમત ટીમો જેવી શ્રેણી બનાવવા અને તેમને પોતાની પોસ્ટથી જોડવા માટે ફેસબુકના ડેટાનો ઉપયોગ કરશે.
સોશિયલ મેનેજરને હવે એ નક્કી કરવાનો અધિકાર મળશે કે કોઇ પોસ્ટને ન્યૂઝ ફીડમાં પ્રચારિત કરવાથી કયા દિવસે રોકવામાં આવે. આ દિવસ બાદથી પોસ્ટના ન્યૂઝ ફીડમાં પ્રચાર થવાનું બંધ થઇ જશે.આ ટૂલનો ઉદ્દેશ્ય સમાચાર પ્રકાશકોને પ્રોત્સાહિત કરવાનો છે જેથી તેઓ વધારેમાં વધારે સમય પર સમાચાર પ્રકાશિત કરી શકે. પ્રચારનો સમય સમાપ્ત થયા બાદ પ્રચારિત સામગ્રી ફેસબુક પર તો ઉપલબ્ધ રહેશે પરંતુ તેનો પ્રચાર નહીં કરવામાં આવે.
આ પબ્લિશિંગ ટૂલમાં એક ટૂલ સ્માર્ટ પબ્લિશિંગ પણ રહેશે જે શરૂમાં માત્ર એક નિશ્ચિત સમૂહ માટે ઉપલબ્ધ થશે. અને એ સમાચારો પર નજર રાખશે જેમાં ઉપભોક્તા ફેસબુક પર પોસ્ટ કરી રહ્યા છે, અને પછી તેને તે લોકોના ન્યૂઝ ફીડમાં સમાહિત કરી દેવામાં આવશે જે તે કંપનીને પસંદ કરે છે.