First information report : નોર્મલ કે ઓનલાઈન? જાણો કઈ FIR નોંધાવવાથી જલ્દી અને યોગ્ય કાર્યવાહી થાય?
First information report : ઈન્ટરનેટના ફેલાવ સાથે દુનિયા ઝડપથી ઓનલાઈન થઈ રહી છે. આ જ કારણ છે કે હવે ભારત સહિત દુનિયાભરની પોલીસ પણ ઓનલાઈન થઈ રહી છે.
ભારતમાં પોલીસ ઝડપથી આધુનિક થઈ રહી છે અને હવે લોકો ઘરે બેઠા ઓનલાઈન એફઆરઆઈ નોંધાવી શકે છે.

અહીં એક સવાલ મહત્વનો એ આવે છે કે શું ઓનલાઈન એફઆરઆઈ અને ઓફલાઈન એફઆરઆઈમાં કોઈ અંતર છે કે કેમ? અને છે તો કઈ એફઆરઆઈ વધારે સારી છે?
સામાન્ય FIR
સામાન્ય એફઆઈઆરમાં પોલીસ સ્ટેશનમાં જઈને સબુતો સાથે લેખિત ફરિયાદ કરવાની રહે છે. પોલીસ અધિકારી તમારી ફરિયાદ સાંભળે છે અને એફઆઈઆર દાખલ કરે છે.
ઓનલાઈન FIR
ઓનલાઈન એફઆઈઆરમાં ઈન્ટરનેટ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. ઓનલાઈન એફઆઈઆરની સુવિધા ઘણા રાજ્યોમાં ઉપલબ્ધ છે. આમાં ઘરે બેસીને મોબાઈલ ફોન કે કોમ્પ્યુટરથી ઓનલાઈન FIR નોંધાવી શકાય છે.
પોલીસ સ્ટેશન જઈને સામાન્ય એફઆઈઆર દાખલ કરવાની હોય છે અને ઘરે બેસીને દિવસ દરમિયાન ગમે ત્યારે ઓનલાઈન એફઆઈઆર નોંધાવી શકાય છે.
સામાન્ય એફઆઈઆરમાં લેખિત ફરિયાદ આપવાની હોય છે તો ઓનલાઈન એફઆઈઆરમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. સામાન્ય એફઆઈઆરમાં પોલીસને પુરાવા બતાવી શકાય છે તો ઓનલાઈન એફઆઈઆરમાં પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના હોય છે. સામાન્ય એફઆઈઆરની સરખામણીમાં ઓનલાઈન એફઆઈઆર સમય બચાવે છે.
કઈ FIR યોગ્ય છે તે પરિસ્થિતિ પર નિર્ભર છે. જો પરિસ્થિતિ ગંભીર હોય ચોરી, લૂંટ કે હુમલાનો મામલો હોય તો તમારે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જઈને FIR નોંધાવવી જોઈએ.
જો તમારી સ્થિતિ ગંભીર ન હોય, ખોવાયેલ સામાન અથવા નાની અથડામણ જેવી ઘટનામાં એફઆઈઆર ઓનલાઈન નોંધાવી શકાય છે. જો તમે ઘરની બહાર હોવ અને તમારી સાથે કોઈ ઘટના બને તો તમે તમારા મોબાઈલ ફોનથી ઓનલાઈન એફઆઈઆર નોંધાવી શકો છો.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
