• search

Fit N Fine છે મોદી, તેમની આખી દિનચર્યા પર એક નજર..

ગાંધીનગર, 8 મે: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સાત મહીનાની અંદર 400થી પણ વધારે રેલીઓ, 25થી પણ વધારે રાજ્યોમાં ભ્રમણ, ત્રણ લાખ કિલોમીટરથી પણ વધારેની યાત્રા, ચાય પે ચર્ચાથી લઇને થ્રીડી સભા જેવા નવા પ્રયોગો, ચૂંટણી એજન્ડા સેટ કરતા વિરોધીઓ પર પ્રહારો કરવા અને આ બધાની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ પોતાની જવાબદારીઓનું કોઇ રોકટોક વગર નિર્વાહન કરવું. નરેન્દ્ર મોદી આ બધું થાક્યા વગર કેવી રીતે કરી શકે છે.

એટલું જ નહીં, અઢળક મીડિયા ઇન્ટરવ્યૂ, વીવીઆઇપી મહેમાનો સાથે મુલાકાત અને દેશ-દૂનિયામાં શું બની રહ્યું છે, વિરોધીઓ તેમના વિશે શું કહી રહ્યા છે તે અંગેની જાણકારી રાખવી. પોતાના ખાસ અને પોતાની કોર ટીમ સાથે વાતચીત કરવી. મોદીની આ રોજીંદી ક્રિયા માત્ર સમર્થકો માટે જ નહીં પરંતુ તેમના વિરોધીઓ માટે પણ યક્ષ પ્રશ્ન સમાન છે. કારણ કે ભારતીય રાજનૈતિક ઇતિહમાં કોઇએ પણ આટલા ઓછા સમયમાં આટલી બધી રેલીઓને સંબોધી નથી. એબીપીએ પોતાના ખાસ કાર્યક્રમમાં જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી એક દિવસના 24 કલાકોનો કેવી રીતે કરે છે ભરપૂર ઉપયોગ...

નરેન્દ્ર મોદીની દિનચર્યા જુઓ સ્લાઇડરમાં...

મોદીની માનસિક શક્તિનું રહસ્ય

મોદીની માનસિક શક્તિનું રહસ્ય

મોદીની માનસિક શક્તિનો સૌથી મોટું રહસ્ય છે યોગ અને ધ્યાન. મોદી ભલે માત્ર ત્રણ કલાકની જ ઊંઘ લેતા હોય, પરંતુ તેઓ સવારે અડધા કલાક સુધી યોગ, પ્રાણાયમ અને ધ્યાન કરવામાં તેઓ કોઇ સમજૂતી કરતા નથી.

મોદી યોગ સાથે કોઇ બાંધછોડ નથી કરતા

મોદી યોગ સાથે કોઇ બાંધછોડ નથી કરતા

નોંધનીય છે કે મોદી 365 દિવસોમાં ઓછામાં ઓછા 300 દિવસ તો આ કાર્ય કરે છે. જો સમય વધારે મળ્યો તો આ પ્રકારની થોડીક કસરતો કરી લે છે. મોદી આ તમામ વસ્તુ ગાંધીનગરના મિનિસ્ટિરિયલ કોમ્પલેક્સમાં બંગલા નંબર 26માં કરે છે.

કેટલાં વાગે ઉઠે છે મોદી

કેટલાં વાગે ઉઠે છે મોદી

મોદીના દિવસની શરૂઆત સવારે પાંચ વાગ્યાથી જ શરૂ થઇ જાય છે. રાત્રે ભલે ગમે તેટલા મોડા કેમ ના ઊંઘે, પરંતુ સવારે વહેલા તેઓ ઊઠી જાય છે. મોદીને ચાની ચૂસકી મારતા મારતા પુસ્તકો વાંચવાનો શોખ છે. મોદીને આવેલા મેઇલ પર તેઓ સવારે પાંચ વાગ્યે જ નજર મારી દે છે, જરૂરી જણાય તો જવાબ પણ આપી દે છે. મોદી યોગ અને હળવી કસરત કર્યા બાદ નાસ્તો કરે છે. સામાન્ય રીતે પૌહા, ખાખરા અથવા તો ભાખરી ખાય છે.

નાસ્તામાં શું લે છે મોદી

નાસ્તામાં શું લે છે મોદી

નાસ્તો પતાવ્યા બાદ મોદીના દિવસમાં વેગ આવી જાય છે, તેઓ દેશ દુનિયાની હલચલ જાણવામાં લાગી જાય છે, તેઓ પોતાના લેપટોબ, ડેક્સટોપ ઉપરાંત છાપાં વાંચી નાખે છે. તેમની કોરટીમના મેમ્બરો તેમના રસ પડે તેવા સમાચાર તેમના માટે તૈયાર રાખતા હોય છે. સામાન્ય રીતે નરેન્દ્ર મોદી 7 વાગ્યા સુધી સમગ્ર દેશ-દુનિયાના સમાચારો વાચીને ઊભા થઇ જાય છે.

દિવસની શરૂઆત

દિવસની શરૂઆત

સમાચારોથી અવગત થયા બાદ મોદી પોતાનો પ્લાન ઓફ એક્શન ગઢવાનું શરૂ કરે છે અને તેના માટે તેઓ પોતાના બંગલા નંબર એકમાં આવે છે જે તેમના રહેઠાણના બંગલા નંબર 26 સાથે જોડાયેલ છે. આ સ્થાન તેમનું રહેઠાણનું કાર્યાલય છે. અહીં આવીને મોદી પોતાની કોર-ટીમના સભ્યો સાથે વાતચીત કરે છે. એક પછી એક દરેકની સાથે ફોન પર વાતચીત થયા છે, કોની પાસે કેવા પ્રકારનું કામ લેવાનું છે તેનો નિર્દેશ આપે છે. ચૂંટણી મૌસમમાં કેમ્પેઇન સાથે જોડાયેલ વાતચીત જ તેમની પ્રાથમિકતા રહે છે. પરંતુ સામાન્ય દિવસોમાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં જરૂરી મુદ્દાઓ પર લોકો પાસેથી ફીડબેક લેવાનું ભૂલતા નથી મોદી.

લોકેને મળવાનો સિલસિલો

લોકેને મળવાનો સિલસિલો

જરૂરી ફોન કોલ્સ બાદ મોદીનો લોકેને મળવાનો સિલસિલો શરૂ થઇ જાય છે. આ દરમિયાન તેઓ પોતાની ચૂંટણી સ્પેશિયલ ટિમને મળે છે અથવા ગુજરાત સરકારના કામકાજ અંતર્ગત જરૂરી આધિકારિક બેઠકો, મોદી તેને પૂર્ણ કરે છે. સરકારી ફાઇલોને જોવી અને તેની પર જરૂરી નિર્દેશ આપવાનું કામ પણ સવારના આ સમયે જ થાય છે, અંગત સ્ટાપ પહેલાથી જ હાજર હોય છે.

ઇન્ટરવ્યૂ સવારે જ રેકોર્ડ

ઇન્ટરવ્યૂ સવારે જ રેકોર્ડ

પરંતુ સવારે સાત વાગ્યા બાદની આ રૂટિન પ્રક્રિયામાં ઘણી વખતે ફેરબદલ પણ થાય છે આ ચૂંટણી સીઝનમાં. ગયા મહીને કેટલીક એવી સ્થિતિ પણ આવી કે તેમણે પોતાનો ઇન્ટરવ્યૂ સવારે જ રેકોર્ડ કરાવવો પડ્યો.

ભાષણ માટે સવારે રવાના થઇ જાય છે

ભાષણ માટે સવારે રવાના થઇ જાય છે

સામાન્ય રીતે મોદી પોતાની ચૂંટણી સભાઓને સંબોધવા માટે નવ-સાડા નવ વાગ્યે પોતાનું અધિકારીક રહેઠાણ સ્થળેથી નીકળી જાય છે. પરંતુ જ્યારે હમણા નોર્થ ઇસ્ટમાં તેમની સભાઓ હતી ત્યારે તેઓ સવારે સાત વાગ્યે જ રવાના થઇ જતા હતા. ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ સુધી મોદી પહોંચાવામાં પંદરથી વીસ મિનિટનો સમય લાગે છે, ત્યારબાદ જેડ પ્લસ સુરક્ષા અને એનએસજીના કમાંડો તેમને એરપોર્ટ મૂકીને પાછો ફરે છે.

રોજ હવાઇ મથકથી યાત્રા કરે છે

રોજ હવાઇ મથકથી યાત્રા કરે છે

અમદાવાદના સરદાર પટેલ હવાઇ મથકથી મોદી છેલ્લા ત્રણ મહીનાથી રોજ હવાઇ મુસાફરી કરી રહ્યા છે. અદાણી સમૂહની કંપની કર્ણાવતી એવિએશનના ચાર્ટેડ જેટ વિમાનથી મોદી પોતાની હવાઇ યાત્રા કરે છે. જોકે વિરોધી પક્ષો તેમના પર આ મુદ્દે પ્રહાર પણ કરતું આવ્યું છે, જોકે ગૌતમ અદાણીએ પોતે ખુલાસો કર્યો છે કે તેમના પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે.

વિમાનમાં પણ તેઓ કામ કરે છે

વિમાનમાં પણ તેઓ કામ કરે છે

જેટ વિમાનમાં તેમની સાથે તેમના પીએ, હોય છે અને તેમની પાસે હોય છે કેટલીંક કામની ફાઇલો. આ ફાઇલો ચૂંટણીથી લઇને સરકારી કામકાજની હોય છે. જે સરકારી ફાઇલોને મોદી ઘરે નથી જોઇ શકતા તેને તેઓ વિમાનમાં જોઇ લે છે. સાથે સાથે તેઓ લોકો દ્વારા મોકલવામાં આવેલી ચિઠ્ઠીઓનો કેવો ઉત્તર આપવો તે અંગેના નિર્દેશ પણ કરે છે, આ બંધુ મોદી લાલ પેનથી કરે છે, અને પોતાના પીએને સુપરત કરી દે છે.

હવાઇ યાત્રા દરમિયાન ગપશપ પસંદ નથી

હવાઇ યાત્રા દરમિયાન ગપશપ પસંદ નથી

2009ની ચૂંટણી દરમિયાન મોદીએ હવાઇ મુસાફરી દરમિયાન ઇન્ટરવ્યૂ આપ્યા હતા પરંતુ આ વખતે એ સિલસિલો બંધ છે. સામાન્ય રીતે નેતાઓ હવાઇ મુસાફરી દરમિયાન થોડી ઊંઘ લઇ લે છે, પરંતુ મોદીના રૂટિનમાં તે નથી. ક્યાં, કઇ રેલીમાં કયો નવો મુદ્દો લેવાનો છે તે તેમના દિમાગમાં ચાલતું રહે છે. મોદીને હવાઇ યાત્રા દરમિયાન ગપશપ પસંદ નથી. સામાન્ય રીતે વીઆઇપી નેતાઓની વિરુદ્ધ તેમના વિમાનમાં અંગત સહાયક ઉપરાંત બીજું કોઇ હોતું નથી.

મોદીનું વિમાન લેન્ડ થાય છે ત્યાંથી...

મોદીનું વિમાન લેન્ડ થાય છે ત્યાંથી...

પહેલી રેલીની નજીક જે પણ હવાઇ મથક આવે ત્યાં મોદીનું વિમાન લેન્ડ થાય છે ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા રેલી સ્થળ પર બનાવવામાં આવેલા હેલિપેડ પર પહોંચે છે. હેલિકોપ્ટરમાંથી ઊતરીને મોદી સમય બરબાદ કર્યા વગર ગાડીમાં બેસી જાય છે અને ફટાફટ સીડીઓ ચડીને મંચ પર પહોંચી જાય છે.

મોદીનો સમય કિંમતી છે

મોદીનો સમય કિંમતી છે

જોકે મોદીનો સમય કિંમતી છે કારણ કે તેઓ ભાજપ અને એનડીએના પણ સૌથી મોટા કેમ્પેઇનર છે, માટે તેમના મંચ પર પહોંચતા પહેલા તમામ સ્થાનિક ઉમેદવારો અને નેતાઓના ભાષણ સમાપ્ત થઇ જાય છે. મંચ પર પહોંચતા જ કેટલાંક પ્રમુખ નેતાઓ દ્વારા માલ્યાર્પણ થયા બાદ તુરંત મોદી પોતાના હાથમાં માઇક લઇ લે છે, અને શરૂ થઇ જાય છે તેમનું ભાષણ.

મોદી પોતાના ભાષણમાં..

મોદી પોતાના ભાષણમાં..

મોદી ભાષણ દરમિયાન મહત્વપૂર્ણ સ્થાનીય મુદ્દાઓને પણ ઉઠાવે છે, તેમજ તેઓ સ્થાનીય ભાષા બોલીને અથવા તો એવો કોઇ અનુભવ કહીને તે વિસ્તાર સાથે પોતાનો સંબંધ કાઢવાનો પ્રયત્ન કરે છે, આવુ કરીને મોદી લોકો સાથે સકારાત્મક સંબંધ જોડી લે છે. ત્યારબાદ મોદી એક પછી એક પાર્ટીઓ પર પ્રહારો કરવા લાગે છે.

મોદી કેમ ગરમ પાણી પીવે છે

મોદી કેમ ગરમ પાણી પીવે છે

મોદીના ભાષણ દરમિયાન પંદર-વીસ મિનિટના અંતરાલમાં તેઓ ગરમ પાણી પીવે છે, જેથી કરીને તેમનું ગળું બેસીના જાય. છેલ્લા ત્રણ મહીનાથી મોદી દરરોજ રેલીઓને સંબોધી રહ્યા છે, જોકે તેમને ડોક્ટર પાસેથી મળેલી સલાહ પ્રમાણે તેઓ મજબૂરીમાં ગરમ પાણીનું સેવન કરવું પડે છે. જો મોદી ગરમ પાણીના પીવે અને તેમનું ગળું બગડી જાય તો તેમના કેમ્પેઇનને કેટલો મોટો ફટકો પડી શકે છે તે મોદી બરાબર જાણે છે.

પોતાના વિરોધીઓને તુરંત જવાબ આપી દે છે

પોતાના વિરોધીઓને તુરંત જવાબ આપી દે છે

એક સ્થળેથી સભા પૂરી કરીને મોદી તાત્કાલીક બીજી જગ્યાએ જવા માટે રવાના થઇ જાય છે. હેલિકોપ્ટરમાં બેસ્યા પહેલા તેમની કોર ચૂંટણી ટીમ પાસેથી રિયલ ટાઇમ ફીડબેક આવી જાય છે, આખરે તેમના કયા ભાષણનો કેવો પ્રભાવ પડ્યો. કોર ટીમ તરફથી મોદીને એ પણ બતાવી દેવામાં આવે છે કે તેમના વિરોધીઓએ તેમની પર શું પ્રહાર કર્યો. આ રીતે મોદી થોડા જ કલાકોની અંદર પોતાના વિરોધીઓને જવાબ આપી દે છે.

મોદી જમવામાં શું લે છે?

મોદી જમવામાં શું લે છે?

સામાન્ય રીતે જ્યારે મોદી ગાંધીનગરમાં પોતાના કાર્યલમાં હોય છે તો ઘરે એકાંતમાં 1.30થી 2.00 વાગ્યાની વચ્ચે લંચ કરે છે. ભોજન એકલામાં કરવું તેમને પહેલાથી જ પસંદ છે. જોકે ચૂંટણી માહોલમાં મોદી વિમાન અથવા હેલિકોપ્ટરમાં જ લંચ કરી લે છે. આ ભોજન પણ ઘરેથી જ લાવેલું હોય છે તેઓ બહારનું ભોજન ખાવાથી દૂર રહે છે. ક્યારેક તેઓ દાળ-ભાત-શાક-રોટલી તો ક્યારેક માત્ર મગની દાળ પીને કામ ચલાવી લે છે.

પાછા ફરતી વખતે...

પાછા ફરતી વખતે...

મોદીનો રેલીઓનો કાર્યક્રમ સવારે અગ્યાર વાગ્યાથી સાંજ સુધી ચાલે છે. રેલી પૂરી થતા જ મોદી ફરીથી ચાર્ટેડ વિમાનમાં સવાર થઇ જાય છે, અને તેઓ ઘરે પાછા આવવા યાત્રા કરતા હોય છે. વિમાનમાં એકવાર ફરી એજ રૂટીન, ફાઇલોને જોવાની, નિયમિત અંતરાલ બાદ ગરમ પાણી પીવું અને પછી ક્યારેક આદુવાળી ચા પી લેવી.

એરપોર્ટ પર જ કપડા બદલી લે છે

એરપોર્ટ પર જ કપડા બદલી લે છે

ઘણી વખત તેઓ એરપોર્ટ પર જ હેંગરવાળી બિલ્ડિંગના જ અતિથિ રૂમમાં પોતાના કપડા બદલી લે છે. આખો દિવસ ગરમીમાં સભાઓ સંબોધિત કર્યા બાદ તેમનો જભ્ભો ખરાબ થઇ જાય છે. એટલે પાછા ફરતી વખતે જો સીધા ઘરે નહીં પરંતુ બીજે ક્યાય સભામાં, બેઠકમાં કે કોઇ ઇન્ટરવ્યૂ માટે જવાનું હોય તો તેઓ પોતાના કપડા એરપોર્ટ પર જ બદલી લે છે. એરપોર્ટ પર ફરીથી તેમનો ફોનનો સિલસિલો શરૂ થઇ જાય છે, તેઓ વિમાનમાં હતા તે દરમિયાન શું ઘટ્યું, શું રાજકીય પ્રહારો થયા વગેરે તેઓ પોતાની કોર ટીમ પાસેથી જાણી લે છે. મોદી પોતાનો ફોન નથી રાખતા તેઓ પીએના જ ફોન પરથી વાતચીત કરી લે છે.

રોજ મોદી પાર્ટી કાર્યાલય કમલમ્ માં આવે છે

રોજ મોદી પાર્ટી કાર્યાલય કમલમ્ માં આવે છે

રોજ મોદી દેશભરમાં ચૂંટણી સભાઓ કરીને ગાંધીનગરથી થોડે દૂર બનાવવામાં આવેલું પાર્ટીનું નવું કાર્યાલય 'કમલમ્'માં આવે છે. અત્રે તમામ સેટઅપ લગાવવામાં આવ્યા છે કે સ્ટૂડિયોમાં બેસીને અથવા તો ઊભા ઊભા મોદી 45 મિનિટ લાંબુ ભાષણ આપે છે. જે 3ડી હોલોગ્રામ ટેકનીક દ્વારા એક સાથે 100થી 150 સ્થળે દેખાય છે.

રોજ 3ડી સભાઓ

રોજ 3ડી સભાઓ

આજકાલ મોદી રોજ 3ડી સભાઓ કરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આ સભાઓ બાદ મોદી અથવાતો કમલમમાં જ પાર્ટીની સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બેઠક કરી લે છે અથવા તો મીડિયાને ઇંટરવ્યૂ આપે છે. છેલ્લા ઘણા દિવસોમાં મોદીએ ઇન્ટરવ્યૂ ભાજપના મુખ્યાલયથી જ ઇન્ટરવ્યૂ આપ્યા હતા.

મોદીના ઇંટરવ્યૂનો સિલસિલો

મોદીના ઇંટરવ્યૂનો સિલસિલો

મોદીના ઇંટરવ્યૂનો સિલસિલો તેમના આધિકારીક રહેઠાણ પર પણ ચાલે છે. એબીપી ન્યૂઝનો ખાસ કાર્યક્રમ 'ઘોષણાપત્ર'નું રેકોર્ડિંગ મોદીના રહેઠાણ પર જ થયું હતું. જોકે જે સમયે આ કાર્યક્રમનું રેકોર્ડિંગ થયું હતું, તેના થોડા સમય પહેલા રાજ્યમાં વાવાઝોડું આવ્યું હતું. તે સમયે મોદીએ રાહત ઉપાય કરવા માટે રાજ્યના મુખ્ય સચિવની સાથે બેઠક પણ કરી લીધી હતી.

ઓફીસ વર્ક અને બીજા દિવસની રણનીતિ

ઓફીસ વર્ક અને બીજા દિવસની રણનીતિ

મોદી પોતાના અધિકારીક રહેઠાણે પહોંચ્યા બાદ જેને મળવાનું નક્કી હોય છે, તેમને મળે છે અથવા તો દિવસ દરમિયાન આવેલી ફાઇલોને જોવા બેસી જાય છે. એટલું જ નહીં, જે પત્રોના જવાબ ટાઇપ થઇ ગયા હોય તેમની પર હસ્તાક્ષર કરે છે. આ બધું પત્યા બાદ તેઓ પોતાના અંગત સ્ટાફ અને કોર ટીમના સભ્યો સાથે તેમની વાતચીત થાય છે અને બીજા દિવસની રણનીતિ ગઢે છે. ત્યારબાદ તેમના ફોન પર આવેલા મેસેજ અને ફોનનો તેઓ વળતો ઉત્તર આપે છે, જેને ફોન કરવાનું જરૂરી સમજે તેમને ફોન કરીને વાત કરે છે.

રાત્રિનું વાળું કેટલાં વાગે લે છે

રાત્રિનું વાળું કેટલાં વાગે લે છે

સામાન્ય રીતે મોદી 9થી 9.30 અથવા રાત્રે 11 વાગ્યે ડિનર કરે છે મોદી. ચૂંટણી સિઝનમાં મોદી હવે ડિનર પણ સ્કિપ કરવા લાગ્યા છે, તેના સ્થાને તેઓ માત્ર ગરમ પાણી પીધા કરે છે. નવરાત્રીના દિવસોમાં તેઓ ઉપવાસ કરે છે માત્ર લીંબૂપાણી પર નિર્ભર રહે છે.

ચાર રૂમનું મકાન છે પણ એકનો જ રૂપયોગ કરે છે

ચાર રૂમનું મકાન છે પણ એકનો જ રૂપયોગ કરે છે

ઘણા ઓછા લોકોને એ વાતનો ખ્યાલ છે કે મોદી ચાર ઓરડાના રૂમમાં રહે છે અને માત્ર એક જ રૂમનો ઉપયોગ કરે છે, તે રૂમમાં મોદીના પુસ્તકો પણ છે, અને આ જ રૂમમાં તેમનું પૂજાઘર અને બેડ પણ. ઓરડામાં માત્ર મોદી હોય છે અને બહાર કડક સુરક્ષા વ્યવસ્થા. જોકે મોદી કેટલાં વાગે ઊંઘે છે તેનો કોઇને પણ ખ્યાલ નથી, પરંતુ તેઓ સાડા અગ્યાર વાગ્યા સુધી સહયોગીઓ સાથે વાતચીત કરે છે અને કોરટીમને મેઇલના જવાબ પણ આપે છે. મોદીએ પોતે કહ્યું છે કે તેઓ માત્ર ત્રણ-ચાર કલાક જ ઊંઘે છે, તેમાં તેમનું કામ ચાલી જાય છે.

તેમને જાણનારાઓમાં અલગ મત

તેમને જાણનારાઓમાં અલગ મત

સવાલ એ ઉઠે છે કે ચોવીસ કલાકમાંથી 20થી 21 કલાક મોદી કેવી રીતે થાક્યા વગર કામ કરી શકે છે. અને તે પણ દેશના અલગ અલગ રાજ્યોમાં રેલીઓને સંબોધીત કર્યા પછી પણ. તેમની રાજકીય અને જીંદગીને લાંબા સમયથી જાણનારા લોકો આ મુદ્દે અલગ અલગ જવાબ ધરાવે છે.

પરસેવો પાડતા મોદીને શું 7 RCR નું ફળ મળશે?

પરસેવો પાડતા મોદીને શું 7 RCR નું ફળ મળશે?

એનડીએના પ્રમુખ કેમ્પેઇનર મોદી છેલ્લા ત્રણ મહિનાથી સતત આ રીતે રેલીઓ કરતા આવ્યા છે અને 10 મે સુધી હજી તેઓ આવી રીતે રેલીઓ કરતા રહેશે. ત્યાર બાદ પણ બેઠકોનો સિલસિલો ચાલુ રહેશે, અને સરકારી કામકાજ પણ. 16 મેના રોજ મતગણતરી છે, ત્યારબાદ જ માલૂમ પડશે કે મોદીની દિનચર્યા 7 આરસીઆરની આજુબાજુમાં રહેશે કે પછી ગાંધીનગરના મિનિસ્ટિરિયલ કોમ્પલેક્સના બંગલા નંબર 26માં, જ્યાં તેઓ હાલમાં રહે છે. હાલમાં તો મોદી માટે આ સમય પરસેવો પાડવાનો છે અને તેઓ એ કરી પણ રહ્યા છે જોકે તેનું ફળ શું આવે છે તે 16 મી મેનો દિવસ નક્કી કરશે...

English summary
Fit N Fine Narendra Modi: Come to take look at Modi's daily routine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more