• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બદલાઈ રહ્યા છે કોરોનાના લક્ષણો, આના ક્યારેય નજરઅંદાજ ન કરતા

|

અત્યાર સુધી લોકો ખાંસી, શરદી, તાવ અને શ્વાસ લેવામાં થતી મુશ્કેલીને જ કોરોના વાયરસના લક્ષણ તરીકે જોઈ રહ્યા હતા પરંતુ ઈટલી અને સ્પેનના વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે સામાન્ય રીતે ચિકનપૉક્સમાં પગમાં દેખાતા જાંબલી રંગના ઘા પણ કોરોના સંક્રમણનુ એક લક્ષણ હોઈ શકે છે. આ બંને દેશોમાં એવા લોકો પણ કોરોના પૉઝિટીવ મળી આવ્યા જેમના અંગુઠામાં ઉંડા ઘા હતા. આ લક્ષણ ખાસ કરીને બાળકો અને કિશોરોમાં જોવા મળ્યા. દુનિયાભરમાં જેટલી ઝડપથી કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાઈ રહ્યુ છે એટલુ તેના લક્ષણોમાં પણ ફેરફાર આવી રહ્યો છે. દુનિયાભરના દેશમાં થયેલા રિસર્ચ મુજબ છેલ્લા 4 મહિનાની અંદર કોરોનાના 15થી વધુ નવા લક્ષણ જોવા મળ્યા છે.

કયા લક્ષણ દેખાવા પર એલર્ટ થઈ જવુ જોઈએ

કયા લક્ષણ દેખાવા પર એલર્ટ થઈ જવુ જોઈએ

સૌથી ખાસ વાત એ છે કે આવા કેસોની સંખ્યા વધી રહી છે જેમાં કોરોનાના એ સામાન્ય લક્ષણ નથી દેખાતા જેવા કે તાવ, સ્નાયુઓ જકડાઈ જવા અને શ્વાસ લેવામાં તકલીફ. સંક્રમણની શરૂઆતમાં જ આવા ફેરફાર દેખાઈ રહ્યા છે જેને લોકો સંક્રમણનો ઈશારો નથી સમજી રહ્યા જેવા કે ગંધ અનુભવી ન શકવી, માથાનો દુઃખાવો, બોલતા-બોલતા સુધબુધ ગુમાવી બેસવુ, પેટમાં દુઃખાવો અને દિમાગમાં લોહીના ધક્કા જામવા. નિષ્ણાતો પાસેથી જાણીએ કે સંક્રમણના કયા લક્ષણ દેખાવા પર એલર્ટ થઈ જવુ જોઈએ.

બેચેની અને ભ્રમ

બેચેની અને ભ્રમ

વૉશિંગ્ટન નર્સિંગ હોમના લેટેસ્ટ રિપોપ્ટમાં લગભગ એક તૃતીયાંશ લોકો કોરોના વાયરસના દર્દી જોવા મળ્યા. આમાંથી અડધા લોકોમાં કોઈ લક્ષણ નહોતા અને અનુક રોગીઓમાં અસામાન્ય લક્ષણ જેવા કે બેચેની ભ્રમની સ્થિતિ જેવા લક્ષણ જોવા મળ્યા હતા.

ઠંડી લાગવી કે સ્નાયુઓમાં દુઃખાવો

શરદી, શરીરમાં દુઃખાવો, ફ્લુ સહિત ઘણી બિમારીઓના લક્ષણ હોઈ શકે છે પરંતુ કોરોના વાયરસ રોગીઓમાં પણ આ લક્ષણ જોવા મળ્યા છે. ડબ્લ્યુએચઓએ આને સ્પષ્ટ લક્ષણ નથી માન્યા પરંતુ અમુક દર્દીઓમાં આ લક્ષણ દેખાઈ રહ્યા છે.

પગમાં જાંબલી રંગના ઘા

પગમાં જાંબલી રંગના ઘા

ઈટલીમાં કોરોના સંક્રમણની શરૂઆતમાં 13 વર્ષના બાળકનો કેસ સામે આવ્યો. તેના પગમાં ઘાટા રંગનો ઘા હતો જેને માંકડ કરડવાનુ નિશાન માનવામાં આવ્યુ. ઘા વધતા તેને 8 માર્ચે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. બે દિવસ બાદ તાવ, માથાનો દુઃખાવો, શરીરમાં ખંજવાળ, ઘા પર બળતરા, સ્નાયુઓમાં દુઃખાવો જેવા લક્ષણ દેખાયા. ઈટલીમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યાના 5 સપ્તાહ બાદ એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો. આમાં જણાવવામાં આવ્યુ કે હોસ્પિટલમાં દરેક પાંચમાં એક બાળકની ચામડી પર એક અલગ પ્રકારનો ફેરફાર દેખાઈ રહ્યો છે. સ્પેનિશ જનરલ કાઉન્સિલ ઑફ પીડિયાટ્રિક્સ કાઉન્સિલના રિપોર્ટમાં સામે આવ્યુ કે આવા કેસ ઈટલી, સ્પેન અને ફ્રાંસમાં કોરોનાથી સંક્રમિત દર્દીમાં મળ્યા છે આમાં સૌથી વધુ સંખ્યા બાળકોની છે.

સ્વાદ અને ગંધ સમજી ન શકવી

સ્વાદ અને ગંધ સમજી ન શકવી

ડૉક્ટર્સનુ કહેવુ છે કે સ્વાદ અને ગંધ સમજી ન શકવી અથવા તેનો અહેસાસ ગુમાવી દેનારા લોકોએ સમય રહેતા સચેત થઈ જવુ જોઈએ. એક રિસર્ચ રિપોર્ટ મુજબ દક્ષિણ કોરિયામાં કોરોનાથી પીડિત 30 ટકા લોકોને ગંધ સુંઘી ન શકવી સૌથી મુખ્ય લક્ષણ હતુ. તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત એ પણ એક મહત્વનુ લક્ષણ છે જે સંક્રમણ ઓળખવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આવો જ રિપોર્ટ અમેરિકન એકેડમી ઑફ ઓટટોલેરેંગોલૉજીએ પણ હાલમાં જારી કર્યો છે. અમેરિક એકેડમીના રિપોર્ટ મુજબ આવા લક્ષણ દેખાવા પર સ્હેજ પણ વિલંબ કર્યા વિના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

માથાનો દુઃખાવો કે ચક્કર આવવા

માથાનો દુઃખાવો કે ચક્કર આવવા

માથાનો દુઃખાવો કે ચક્કર આવવા પણ કોરોના વાયરસના સંકેત હોઈ શકે છે. ધ લાંસેટના અધ્યયન મુજબ કોરોનાના લગભગ 8 ટકા રોગીઓને માથાના દુઃખાવાની ફરિયાદ છે. અમુક કેસોમાં ચક્કર આવવા પણ જણાવવામાં આવ્યુ છે. સતત ચક્કર આવવા ગંભીર આરોગ્ય જોખમના સંકેત હોઈ શકે છે.

બદલાઈ રહ્યા છે કોરોનાના લક્ષણ

કોરોના મહામારીની શરૂઆતમાં વિશ્વ આરોગ્ય સંગઠન અને સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ આના લક્ષણો પર એડવાઈઝરી જારી કરી હતી. જે મુજબ તાવ, શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી, છાતીમાં દુઃખાવો, ચહેરો કે હોઠ વાદળી પડી જવા સંક્રમણના લક્ષણ હતા પરંતુ છેલ્લા 4 મહિનામાં જે કેસ સામે આવ્યા એમાં બીજા ઘણા લક્ષણ સામે આવ્યા તેને સમજવા ખૂબ જ જરૂરી છે. હવે પેટમાં દુઃખાવો થવો, ગંધ કે સ્વાદ ન અનુભવી શકવુ, સતત માથાનો દુઃખાવો, પગમાં જાંબલી રંગના ઘા હોય તો તેને નજરઅંદાજ ન કરવા અને ત્વરિત ડૉક્ટરની સલાહ લેવી.

આ પણ વાંચોઃ હવે શું કરીશુ? પાણીમાં પણ મળ્યો કોરોના વાયરસઆ પણ વાંચોઃ હવે શું કરીશુ? પાણીમાં પણ મળ્યો કોરોના વાયરસ

English summary
Foot sores may be a new symptom of COVID-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X