For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: કાશ્મીરમાં પહાડોએ ઓઢી શ્વેત ચાદર રચ્યું આહલ્લાદક દ્રશ્ય

|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 6 જાન્યુઆરી: કાશ્મીરને ધરતીનું સ્વર્ગ અમથું નથી કહેવામાં આવતું. નીચે સ્લાઇડરમાં આપેલી તસવીરોને જોઇને આપનું પણ મન કહેશે કે એક વખત હિમવર્ષા દરમિયાન ચોક્કસ કાશ્મીર જવું છે. હિમવર્ષ દરમિયાન કાશ્મીર ઘાટીમાં લોકો એટલા માટે ખુશ થઇ જાય છે, કારણ કે આ ઋતુમાં અત્રે પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે. પરંતુ દુ:ખ એ વાતનું છે કે હિમવર્ષાના કારણે તેમનું જનજીવન સંપૂર્ણપણે પ્રભાવીત થાય છે.

જો હવામાન ખાતાની તાજી માહિતી જોઇએ તો સોમવારે સવારે કાશ્મીરમાં હિમવર્ષા થઇ છે. તાપમાન નીચામાં 2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. એટલું જ નહીં કાશ્મીરના ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે છે.

ઠંડી વધવાનું કારણ તાજેતરમાં થયેલી હિમવર્ષા છે, જે શ્રીનગર, ગુલમર્ગ, કેકેરનાગ, કુલગામ અને કુપવાડામાં થઇ છે. હવામાન વિભાગના અનુસાર હાલમાં આવતા સાત દિવસ સુધી હવામાન આવું જ બની રહેશે. ગુલમર્ગમાં 2 ઇંચ બરફ પડ્યો છે, જ્યારે શ્રીનગરમાં 0.5 ઇંચ. અનુમાન એ પણ છે કે આવતા 24 કલાકમાં વરસાદ થઇ શકે છે. એટલે કે બરફ બરાબરનો જામીને પથ્થર થઇ જશે. કારગિલમાં શૂન્યથી 14 ડિગ્રી નીચે નોંધાયું. 8 અને 9 જાન્યુઆરીના રોજ ભારે હિમવર્ષા થવાની સંભાવના છે.

શ્રીનગર શહેરમાં મોટાભાગનું તાપમાન 2 ડિગ્રી અને લઘુત્તમ શૂન્યથી 4 ડિગ્રી સેલસિયસ નીચે નોંધવામાં આવ્યું છે. જે સામાન્યથી પાંચ ડિગ્રી ઓછું છે. ઘાટીમાં આ સમયે ચિલઇ કલન ચાલી રહ્યું છે. આ 40 દિવસ સુધી ચાલશે, ઘાટીનું હવામાન સૌથી વધારે ખરાબ આ સમયે જ હોય છે. સૌથી વધારે હિમવર્ષા લદ્ધાખમાં થઇ છે. સરકારે રાજ્યના તમામ રાજમાર્ગો પર એલર્ટ જાહેર કરી દીધું છે.

સ્લાઇડરમાં જુઓ હિમવર્ષાની અદભૂત તસવીરો....

સૌથી ઠંડુ પર્યટન સ્થળ

સૌથી ઠંડુ પર્યટન સ્થળ

કાશ્મીરનું પહેલગામ રવિવારે શૂન્યથી નીચે 12.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે કાશ્મીરનું સૌથી ઠંડુ પ્રર્યટન સ્થળ રહ્યું.

રાહત મળી શકે છે

રાહત મળી શકે છે

હવામાન વિભાગના અધિકારીઓનું અનુમાન છે કે આવતા 24 કલાકમાં કોલ્ડવેવથી થોડી રાહત મળી શકે છે.

તાપમાન શૂન્યથી નીચે

તાપમાન શૂન્યથી નીચે

રવિવારે લઘુત્તમ તાપમાન પહેલગામમાં શૂન્યથી નીચે 12.4 ડિગ્રી, શ્રીનગરમાં શૂન્યથી નીચે 4.2 ડિગ્રી અને ગુલમર્ગમાં શૂન્યથી નીચે 9.8 ડિગ્રી નોંધવામાં આવ્યું.

લેહ અને કારગિલ

લેહ અને કારગિલ

લેહ અને કારગિલમાં લઘુત્તમ તાપમાન ક્રમશ: શૂન્યથી નીચે 8.6 ડિગ્રી અને શૂન્યથી નીચે 16.1 ડિગ્રી નોંધવામાં આવ્યું. જમ્મુનું લઘુત્તમ તાપમાન રવિવારે 5.6 ડિગ્રી રહ્યું.

 કાશ્મીરમાં પ્રાણીઓ પણ ઠર્યા

કાશ્મીરમાં પ્રાણીઓ પણ ઠર્યા

હવામાન અધિકારીઓએ જણાવ્યું કે આખા કાશ્મીરમાં રાત્રે તાપમાનમાં થોડો વધારો કરી શકાય છે. જેનાથી કાશ્મીરવાસીઓને ઠંડીથી તોડી રાહત મળશે.

કાશ્મીરમાં હિમવર્ષા

કાશ્મીરમાં હિમવર્ષા

હવામાન કાર્યાલયએ આઠ અને 9 જાન્યુઆરીના રોજ ઘાટીમાં હિમવર્ષા અને વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

કાશ્મીર

કાશ્મીર

કાશ્મીર ઘાટીમાં શુક્રવારે સવારે તાપમાન શૂન્યથી નીચે નોંધાયું હતું. હવામાન વિભાગે લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની સંભાવના વ્યક્ત કરી છે.

કારગિલ ઠુંઠવાયું

કારગિલ ઠુંઠવાયું

કારગિલમાં તાપમાન શૂન્યથી 19.8 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધવામાં આવ્યું. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 1.6 ડિગ્રી સેલ્સિયસ નીચે, પહેલગામમાં શૂન્યથી 7.8 ડિગ્રી નીચે, ગુલમર્ગમાં શૂન્યથી 11 ડિગ્રી નીચે, લેહમાં શૂન્યથી 14.2 ડિગ્રી નીચે અને લદ્દાખ ક્ષેત્રના કારગિલમાં શૂન્યથી 19.8 ડિગ્રી નીચે નોંધવામાં આવ્યું.

કાશ્મીરમાં હિમવર્ષા

કાશ્મીરમાં હિમવર્ષા

સ્થાનીય હવામાન વિભાગના નિર્દેશક સોનમ લોટસે જણાવ્યું કે 'જમ્મુ શહેરમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી નીચે 3.7 ડિગ્રી સેલ્સિયસ હતું. કારગિલ શહેરમાં શૂન્યથી 19.8 ડિગ્રી નીચે નોંધવામાં આવ્યું. શુક્રવારે જમ્મુ અને કારગિલ શહેરમાં સૌથી વધારે ઠંડી અનુભવાઇ હતી.'

કાશ્મીરનું હવામાન

કાશ્મીરનું હવામાન

કારગિલમાં તાપમાન શૂન્યથી 19.8 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધવામાં આવ્યું. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 1.6 ડિગ્રી સેલ્સિયસ નીચે, પહેલગામમાં શૂન્યથી 7.8 ડિગ્રી નીચે, ગુલમર્ગમાં શૂન્યથી 11 ડિગ્રી નીચે, લેહમાં શૂન્યથી 14.2 ડિગ્રી નીચે અને લદ્દાખ ક્ષેત્રના કારગિલમાં શૂન્યથી 19.8 ડિગ્રી નીચે નોંધવામાં આવ્યું.

જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીર

સ્થાનીય હવામાન વિભાગના નિર્દેશક સોનમ લોટસે જણાવ્યું કે 'જમ્મુ શહેરમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી નીચે 3.7 ડિગ્રી સેલ્સિયસ હતું.

કાશ્મીર ઠંડુગાર

કાશ્મીર ઠંડુગાર

કારગિલમાં તાપમાન શૂન્યથી 19.8 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધવામાં આવ્યું. શુક્રવારે જમ્મુ અને કારગિલ શહેરમાં સૌથી વધારે ઠંડી અનુભવાઇ હતી.

તાપમાનમાં ઘટાડો

તાપમાનમાં ઘટાડો

આવતા 48 કલાકમાં ઠંડીમાં રાહત મળવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

બરફની મોટી ચાદર

બરફની મોટી ચાદર

બરફની મોટી ચાદર રસ્તાઓ પર જામી જવાના કારણે સવારે વાહનો રસ્તા પર દોડી શક્યા ન્હોતા.

હિમવર્ષાની અસર

હિમવર્ષાની અસર

હિમવર્ષાના પગલે અહીના ઠંડા પવનોએ દિલ્હી, બિહાર, અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

ઠંડી વધવાનું કારણ

ઠંડી વધવાનું કારણ

ઠંડી વધવાનું કારણ તાજેતરમાં થયેલી હિમવર્ષા છે, જે શ્રીનગર, ગુલમર્ગ, કેકેરનાગ, કુલગામ અને કુપવાડામાં થઇ છે. હવામાન વિભાગના અનુસાર હાલમાં આવતા સાત દિવસ સુધી હવામાન આવું જ બની રહેશે.

શ્રીનગરમાં તાપમાન ઘટ્યુ

શ્રીનગરમાં તાપમાન ઘટ્યુ

શ્રીનગર શહેરમાં તાપમાન 2 ડિગ્રી અને લઘુત્તમ 0.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે સામાન્યથી પાંચ ડિગ્રી ઓછું છે.

English summary
Kashmir Valley today received fresh bout of snowfall as temperature in the summer capital Srinagar dipped to 2.0 degrees Celsius, five notches below the normal level.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X