લેડીઝ V/S નરેન્દ્ર મોદી, ભાજપની નવી સમસ્યા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે એક એવો 'લેડીઝ ક્લબ' પરેશાનીનું કારણ બનતું જાય છે તો તેની તરફથી નરેન્દ્ર મોદી પર થનાર હુમલામાં વધારો થતો જાય છે. હાલ એક બે નહી પરંતુ પાંચ મહિલાઓથી ખૂબ પરેશાન છે.

આ પાંચ મહિલાઓ અવાર-નવાર નરેન્દ્ર મોદી પર કોઇના કોઇ વિષય પર હુમલો કરી રહી છે અને તેમના વિરૂદ્ધ એવી વાતો કહી રહી છે જે બની શકે છે કે તેમના વડાપ્રધાન બનવાના મિશનમાં કેટલીક અડચણો ઉભી કરી શકે છે.

આ પાંચેય મહિલાઓ બીજી કોઇ નહી પરંતુ બીએસપી સુપ્રીમો માયાવતી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા અને પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મોરચો ખોલનાર આ મહિલાઓ ક્યારેક નરેન્દ્ર મોદી પર મહિલા સુરક્ષાને લઇને હુમલો કરી રહી છે તો ક્યારેક સ્નૂપગેટના મુદ્દો ફરી સામે લાવીને નરેન્દ્ર મોદીને કઠેડામાં ઉભા કરવામાં આવે છે.

જ્યાં જયલલિતા, માયાવતી, મમતા બેનર્જી અને સોનિયા ગાંધી પહેલાંથી જ 'એન્ટી મોદી ક્લબ'નો ભાગ છે તો બીજી તરફ પ્રિયંકા ગાંધીની આ ક્લબમાં નવી એન્ટ્રી થઇ છે. ગત કેટલાક દિવસોથી પ્રિયંકા ગાંધી, નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલો તેજ કરી દિધા છે.

સ્નૂપગેટ અને નરેન્દ્ર મોદીના આરએસવીપી કમેન્ટનો જવાબ આપનાર પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી પર તેમની '56 ઇંચની છાતી'ને લઇને હુમલો કર્યો છે. પોતાની અંગત જીંદગીમાં ભલે જ નરેન્દ્ર મોદી મહિલાઓથી અંતર રાખવાનો પ્રયત્ન કરે છે પરંતુ રાજકારણમાં નરેન્દ્ર મોદી મહિલાઓથી બચી શકતા નથી.

આગળની સ્લાઇડમાં જુઓ કે આ લેડીઝ ક્લબમાં સામેલ આ પાંચ મહિલાઓના કયા નિવેદનથી નરેન્દ્ર મોદીની મુસીબત બની શકે છે.

પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ રવિવારે રાયબરેલીમાં થયેલી એક રેલીમાં નરેન્દ્ર મોદી પર ફરી એકવાર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે દેશને ચલાવવા માટે 56 ઇંચની છાતી નહી પરંતુ મોટા દિલની જરૂરિયાત છે જે લોકોની પરેશાનીઓને સમજી શકે.

હે ભગવાન મોદીથી બચાવો

હે ભગવાન મોદીથી બચાવો

શનિવારે સોનિયા ગાંધી ગુજરાતમાં એક કરી રહી હતી, આ રેલીમાં સોનિયા ગાંધીએ કહ્યું કે જે ગુજરાત મોડલની પ્રશંસા નરેન્દ્ર મોદે કરે છે, તે હકિકતમાં એક દગો છે. આ સાથે જ તેમણે ભગવાનને અપીલ કરી કે ભગવાન નરેન્દ્ર મોદીના આ ગુજરાત મોડલથી દેશને બચાવો.

પાર્ટીએ કહ્યું ગુજરાતનો કસાઇ

પાર્ટીએ કહ્યું ગુજરાતનો કસાઇ

પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્તી તૃણમૂળ કોંગ્રેસે સોમવરે નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. પાર્ટીના પ્રવક્તા ડૈરેક ઓ બ્રાયને નરેન્દ્ર મોદીને ગુજરાતના કસાઇ કહીને સંબોધિત કર્યા. આ પહેલાં મમતા બેનર્જી પોતે પણ કહી ચૂકી છે કે તે કોઇપણ કિંમતે નરેન્દ્ર મોદીનું સમર્થન નહી કરે.

પીએમની ખુરશી, લઇ આવી મિત્રતામાં તિરાડ

પીએમની ખુરશી, લઇ આવી મિત્રતામાં તિરાડ

નરેન્દ્ર મોદી અને તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાની મિત્રતા વચ્ચે વડાપ્રધાનમંત્રીની ખુરશીએ તિરાડ પેદા કરી દિધી છે. થોડા દિવસો પહેલાં જ્યારે નરેન્દ્ર મોદી, જયલલિતાને પોતાની સારી મિત્ર ગણાવતાં હતા તો જયલલિતા, નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલ પર તેમની ટીકા કરી રહી હતી.

મોદી વડાપ્રધાન બનશે તો દેશનો સત્યાનાશ થઇ જશે

મોદી વડાપ્રધાન બનશે તો દેશનો સત્યાનાશ થઇ જશે

બસપા સુપ્રીમો માયાવાતીએ તો નરેન્દ્ર મોદી પર સતત હુમલા ચાલુ રાખ્યા છે. સોમવારે ઉત્તર પ્રદેશના ભદોહીમાં એક રેલીને સંબોધિત કરતાં માયાવતીએ સમાજવાદી પાર્ટીની સાથે નરેન્દ્ર મોદીને પણ મુજફ્ફરનગર રમખાણો માટે જવાબદાર ગણાવી દિધા. માયાવતીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધના બનશે તો પછી અલ્પસંખ્યક સમુદાયની સાથે દેશનો સત્યાનાશ થઇ જશે.

English summary
From Jayalalitha to Priyanka Gandhi its 'ladies trouble' for Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X