For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gandhi Jayanti 2020: ગાંધીજીને 'મહાત્મા'ની ઉપાધિ કોણે આપી? કોર્ટ પણ સંભળાવી ચૂકી છે ચુકાદો

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્માની ઉપાધિ કોણે આપી? આવો જાણીએ..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનુ આખુ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતુ પરંતુ આખુ વિશ્વ તેમને મહાત્મા ગાંધીના નામથી જાણે છે. મહાત્મા ગાંધી આ નામથી એટલે પ્રચલિત છે કે સ્કૂલની પરીક્ષાઓમાં આ સવાલ પૂછવામાં આવે છે કે મહાત્મા ગાંધીનુ આખુ નામ શું હતુ અથવા મહાત્મા ગાંધીનુ અસલી નામ શું હતુ. તો શું તમે ક્યારેય વિચાર્યુ છે કે 2 ઓક્ટોબર, 1859ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્માની ઉપાધિ કોણે આપી? આ કોઈ નાનો મામલો નથી, ગુજરાત કોર્ટનો પણ ચુકાદો આવી ચૂક્યો છે અને ઘણા એક્ટિવિસ્ટોએ આ સવાલ અંગે RTI પણ દાખલ કરી છે. ગાંધી જયંતિ 2020એ આવો આના બધા પાસાંઓને સમજવાની કોશિશ કરીએ.

ઈતિહાસના પુસ્તકોમાં શું લખ્યુ છે?

ઈતિહાસના પુસ્તકોમાં શું લખ્યુ છે?

'મહાત્મા' એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે એક મહાન આત્મા. ઈતિહાસના પુસ્તકો અને સ્કૂલના પુસ્તકોમાં લખ્યુ છે કે કવિ અને નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે 1915માં મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્માની ઉપાધિ આપી હતી. રવિન્દ્રનાથ ટાગોરે આ વાત પોતાની ઑટોબાયોગ્રાફીમાં લખી છે. બાદમાં રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને ગુરુદેવ પણ કહ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટે પણ પોતાના ચુકાદામાં કહ્યુ - ટાગોરે આપી ગાંધીજીને 'મહાત્મા'ની ઉપાધિ

ગુજરાત હાઈકોર્ટે પણ પોતાના ચુકાદામાં કહ્યુ - ટાગોરે આપી ગાંધીજીને 'મહાત્મા'ની ઉપાધિ

ગુજરાત હાઈકોર્ટે ફેબ્રુઆરી 2016માં પોતાના એક ચુકાદામાં કહ્યુ હતુ કે મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્માની ઉપાધિ રવિન્દ્રનાથ ટાગોરે આપી છે. રાજકોટ સ્થાનિક કોર્ટ દ્વારા એક પરીક્ષાની ઉત્તરવહીમાંથી બનેલી ભ્રમની સ્થિતિ બાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ન્યાયમૂર્તિ જેબી પારડીવાલાએ એક અરજીનો ઉકેલ લાવતા કહ્યુ કે બધી સ્કૂલના પાઠ્ય પુસ્તકો ગાંધીના મહાત્મા શીર્ષકનો શ્રેય ટાગોરને આપે છે. અરજી દાખલ કરનાર સંધ્યા મારુએ કોર્ટમાં કહ્યુ હતુ કે ગાંધીજીને મહાત્મા કહેનાર વિશે અસ્પષ્ટતાના કારણે તેમને રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત પરીક્ષામાં ગુણ મળ્યા નહિ કારણકે તેમાં નેગેટીવ માર્કિંગ હતુ.

RTIના જવાબમાં ભારત સરકારે શુ કહ્યુ?

RTIના જવાબમાં ભારત સરકારે શુ કહ્યુ?

ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર એક આરટીઆઈ કાર્યકર્તા રાજૂ માલ્થુમકરે પ્રધાનમંત્રી કાર્યાલયને એક આરટીઆઈ કરી દીધી જેમાં તેમણે પૂછ્યુ કે મોહનદાસ કરમચંદ ગાંધીને ક્યારે અને કેમ મહાત્મા કહેવામાં આવ્યા. તેમણે એ પણ જાણવા ઈચ્છ્યુ કે તેમને રાષ્ટ્રપિતા ક્યારે કહેવામાં આવ્યા. પીએમઓમાં અધિકારીઓએ આ સવાલનો જવાબ શોધવા માટે તેને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ(ICHR), ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર(NAI)અને પુરાતત્વ વિભાગને ટ્રાન્સફર કર્યો.

કોઈ દસ્તાવેજી માહિતી નથી

કોઈ દસ્તાવેજી માહિતી નથી

ત્યારબાદ ICHRએ રાજુ માલ્થુમકરને આના જવાબમાં જણાવ્યુ કે આ કેસમાં તેમની પાસે કોઈ દસ્તાવેજી માહિતી નથી. અહીં સુધી કે ભારતના રાષ્ટ્રીય અભિલેખાગારે પણ કહ્યુ કે તેમને આ વિશે કોઈ માહિતી નથી. બંને વિભાગોએ રાજુ માલ્થુમકરને એ પણ પત્રમાં કહ્યુ કે તે કોઈ પણ અન્ય માહિતી પર પોતાની લાઈબ્રેરી અને અભિલેખીય સુવિધાઓનો ઉપયોગ કરવા માટે અહીં આવી શકે છે.

દેશમાં રોજ 84 રેપ, મહિલા સામેના ગુનાઓમાં યુપી પહેલા નંબરે: NCRBદેશમાં રોજ 84 રેપ, મહિલા સામેના ગુનાઓમાં યુપી પહેલા નંબરે: NCRB

English summary
Gandhi Jayanti 2020: Why Gandhiji known as Mahatma Gandhi instead of Mohandas Karamchand Gandhi?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X