Google Doodle: ભારતીય સિનેમાની પહેલી દલિત મહિલા અભિનેત્રી પીકે રોઝી, લોકોએ ઘર સળગાવ્યુ...

ગૂગલે આજે ભારતીય સિનેમાની પહેલી દલિત મહિલા અભિનેત્રી પીકે રોઝીની જન્મતિથિ પર તેમનુ ડૂડલ સમર્પિત કર્યુ છે.

PK Rosy Google Doodle: ગૂગલે આજનુ ડૂડલ પીકે રોઝીની સમ્માનમાં સમર્પિત કર્યુ છે. મલયાલમ સિનેમાની પહેલી મહિલા અભિનેત્રી પીકે રોઝીનુ જીવન ખૂબ જ મુશ્કેલીભર્યુ હતુ. તેમનો જન્મ 1903નાં તિરુવનંતપુરમમાં થયો હતો. રોઝીનુ સાચુ નામ રાજમ્મા હતુ પરંતુ લોકો તેમને પ્રેમથી રોઝી બોલાવતા હતા. રોઝીના પિતાનુ અચાનક નિધન થઈ જતા અભિનેત્રીનો પરિવાર ગરીબીમાં ધકેલાઈ ગયો.

PK Rosy

નાનપણથી જ હતુ અભિનેત્રી બનવાનુ જૂનુન

પિતાનો સહારો છીનવાઈ જતા રોઝીએ શરુઆતમાં ઘાસ કાપવાનુ શરુ કર્યુ. જો કે, નાની ઉંમરથી જ રોઝીમાં અભિનયનુ જૂનુન હતુ. રોઝીમાં અભિનેત્રી બનવાનુ જૂનુન એટલુ તીવ્ર હતુ કે તેના માટે તેણે પોતાનુ ઘણુ બધુ ગુમાવી દીધુ. માનવામાં આવે છે કે રોઝીએ ધર્મ પરિવર્તન કરી લીધુ હતુ અને એટલા માટે તેનુ નામ રાજમ્માથી રોઝી થઈ ગયુ હતુ.

ગુમનામીના અંધકારમાં વિતાવી જિંદગી

રોઝીએ પોતાની બાકીની જિંદગી ગુમનામીના અંધકારમાં વિતાવવી પડી. ગૂગલે આજનુ ડૂડલ પીકે રોઝીના સમ્માનમાં બનાવ્યુ છે. જો કે, ગૂગલ પાસે ગુમનામીનુ અંધકારમય જીવન ગુજારનાર પીકે રોઝીનો એક ધૂંધળો ફોટો છે, ના કોઈ ફોટોશૂટ છે અને ના કોઈ વીડિયો. પીકે રોઝી મલયાલમ અભિનેત્રી સાથે ભારતીય સિનેમાની પહેલી દલિત અભિનેત્રી પણ હતી. રોઝીની પહેલી ફિલ્મ વિગાથાકુમારન(ધ લૉસ્ટ ચાઈલ્ડ) રિલીઝ પહેલા જ ઘણી ચર્ચામાં હતી. ફિલ્મમાં રોઝીએ એક નાયર મહિલા સરોજિનીની ભૂમિકા નિભાવી હતી.

લોકોએ ઘર સળગાવ્યુ, જીવ બચાવવા ત્યાંથી ભાગી ગઈ

એક એવો સમય પણ હતો જ્યારે સમાજમાં પર્ફૉર્મિંગ આર્ટને ખાસ કરીને મહિલાઓ માટે સારુ નહોતુ માનવામાં આવતુ. રોઝીએ મલયાલમ ફિલ્મ વિગાથાકુમારન(ધ લૉસ્ટ ચાઈલ્ડ)માં અભિનય કર્યો. જો કે, અમુક લોકોએ તેનુ સમર્થન કર્યુ પરંતુ ઘણા લોકોએ તેના આ પગલાંનો વિરોધ કર્યો. એક દલિત મહિલાનુ સિનેમામાં કામ કરવુ એક સમુદાયને બિલકુલ ન ગમ્યુ. આ વિરોધ એટલો વધી ગયો કે કહેવાતા ઉચ્ચ જાતિના લોકોએ રોઝીનુ ઘર સળગાવી દીધુ હતુ. લોકોમાં રોઝી માટે રોષ હતો. જેના કારણે રોઝી પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગઈ હતી. રોઝીને એક ટ્રક દેખાઈ અને તે તેમાં જઈને છૂપાઈ ગઈ. આ ટ્રક તમિલનાડુ તરફ જતી હતી. ત્યારબાદ રોઝીએ ટ્રક ડ્રાઈવર સાથે લગ્ન કરી લીધા અને પોતાની બાકીની જિંદગી રાજમ્મલ બનીને વિતાવી દીધી. તે ક્યારેય પ્રસિદ્ધિ માટે ના ઉઠી અને અભિનયથી અલગ થઈ ગઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X