આ ગુજરાતી મહિલા પાસે છે દુનિયાનુ સૌથી મોટુ ઘર, અંબાણીનો બંગલો પણ નાનો પડે, પતિ કરે છે આ કામ
Gaekwads of Baroda: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી પાસે ભારત અને દુનિયાનું સૌથી મોંઘું ઘર છે એવુ તમને લાગતુ હોય તો તમે ખોટા છો. હા, ગુજરાતના બરોડા રજવાડાના ગાયકવાડની માલિકીનો લક્ષ્મી વિલાસ પેલેસ વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેઠાણ છે.
બરોડાના ગાયકવાડનો આ મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ ઈંગ્લેન્ડના બકિંગહામ પેલેસ કરતાં ચાર ગણો મોટો છે. આ ઘર ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગાયકવાડ એક સમયે વડોદરાના શાસક હતા. આજે પણ તેમને ત્યાંના સમાજમાં ઘણું સન્માન આપવામાં આવે છે.

હાલમાં લક્ષ્મી વિલાસ પેલેસ, બરોડામાં એચઆરએચ સમરજિતસિંહ ગાયકવાડ અને તેમની પત્ની રાધિકારાજે ગાયકવાડ રહે છે. આ મહેલની માલિકી તેમની પાસે છે. રાધિકારાજે ગાયકવાડ એ મહિલા છે જે વિશ્વના સૌથી મોટા ઘરમાં રાણીની જેમ રહે છે.
કોણ છે રાધિકારાજે ગાયકવાડ?
રાધિકારાજે ગાયકવાડનો જન્મ 19 જુલાઈ 1978ના રોજ થયો હતો. રાધિકારાજે ગાયકવાડ ગુજરાતના વાંકાનેર રજવાડાના છે.
તેમના પિતા ડૉ. એમ.કે. રણજીત સિંહ ઝાલાએ IAS અધિકારી બનવા માટે શાહી પદવી છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.
રાધિકારાજે ગાયકવાડે દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રીરામ કોલેજમાંથી ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
મહારાજ સમરજિત સિંહ ગાયકવાડ સાથે લગ્ન કરતા પહેલા તેમણે પત્રકાર તરીકે કામ કર્યું હતું. રાધિકારાજે ગાયકવાડ અને સમરજીત સિંહ ગાયકવાડના લગ્ન 2002માં થયા હતા.
લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે આયોજિત પરંપરાગત સમારોહ દરમિયાન 2012માં સમરજિત સિંહ ગાયકવાડને બરોડાનો તાજ સોંપવામાં આવ્યો હતો. તેઓ હજુ પણ બરોડાનું રજવાડું સંભાળી રહ્યા છે.
રાધિકારાજે ગાયકવાડ અને સમરજિત સિંહ ગાયકવાડને નારાયણી અને પદ્મજા નામની બે પુત્રીઓ છે.

લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલ છે. લક્ષ્મી વિલાસ પેલેસ હાલમાં 3,04,92,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું ખાનગી રહેઠાણ છે. હાઉસિંગ ડોટ કોમ અનુસાર, લક્ષ્મી વિલાસ પેલેસ બકિંગહામ પેલેસના વિસ્તાર કરતાં ચાર ગણો વધુ છે. મુકેશ અંબાણીની 15,000 કરોડ રૂપિયાની કિંમતનું વિશ્વનું સૌથી મોંઘું ઘર એન્ટિલિયા પણ 48,780 સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલું છે.
ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસમાં 170થી વધુ રૂમ છે અને તેમાં ગોલ્ફ કોર્સ પણ છે. લક્ષ્મી વિલાસ પેલેસ બાંધકામ સમયે અત્યંત આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 1890માં આશરે £180,000ના ખર્ચે આ ભવ્ય મહેલનું બાંધકામ શરૂ કર્યું હતું.












Click it and Unblock the Notifications
