For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hanuman Jayanti: શનિ-મંગળના પ્રકોપથી બચાવશે બજરંગબલી, બસ કરો આટલું

Hanuman Jayanti: શનિ-મંગળના પ્રકોપથી બચાવશે બજરંગબલી, બસ કરો આટલું

By Staff
|
Google Oneindia Gujarati News

લખનઉઃ પૃથ્વીના જાગ્રત દેવ ભગવાન શ્રી હનુમાનનો જન્મોત્સવ 19 એપ્રિલે મનાવવામાં આવે છે. સંકટ મોચક હનુમાનજી શનિ અને મંગળની પીડામાંથી પણ મુક્તિ અપાવે છે. વૈદિક જ્યોતિષ મુજબ જો કોઈ જાતકની કુંડળીમાં શનિ અને મંગળ પીડા આપી રહ્યા હોય, શનિની સાડાસાતી ચાલી રહી હોય અથવા જાતકની કુંડળીમાં મંગળ દોષ હોય તો તેવા વ્યક્તિએ હનુમાજીની સાધના, આરાધના જરૂર કરવી જોઈએ.

બજરંગબલીના ભક્તોને શનિવેદન ક્યારેય પીડા નથી આપતા

બજરંગબલીના ભક્તોને શનિવેદન ક્યારેય પીડા નથી આપતા

કહેવાય છે કે શનિદેવને હનુમાનજીએ કષ્ટોમાંથી મુક્ત કરાવ્યા હતા માટે હનુમાન ભક્તોને શનિદેવ ક્યારેય પીડા નથી આપતા. આવી રીતે મંગળવારે હનુમાનજીનો જન્મ થયો માટે હનુમાનજીના ભક્તો પર મંગળની પણ વિશેષ કૃપા હોય છે. હનુમાનજીની સાધના આમ તો કોઈપણ દિવસે કરી શકાય છે પરંતુ મંગળવાર, શનિવાર અને હનુમાન જયંતી જેવા સંયોગને વિશેષ લાભકારી માનવામાં આવ્યા છે. આ દિવસોમાં પીડા દૂર કરવા માટે કેટલાય પ્રયોગ કરવામાં આવે છે.

11 કે 21 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો

11 કે 21 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો

મંગળવારે અથવા શનિવારે કોઈપણ હનુમાન મંદિરમાં જઈ ત્યાં બેસીને 11 અથવા 21 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જેનાથી મંગળ અને શનિ સાથે જોડાયેલા કષ્ટ દૂર થાય છે.

મંગળ દોષ હોય તો

મંગળ દોષ હોય તો

જો જન્મ કુંડળીમાં મંગળ દોષ હોય, અંગારક દોષ હોય, કુંડળી માંગલીક હોવાના કારણે વૈવાહિક તથા અન્ય કાર્યોમાં રૂકાટવ આવી રહી હોય તો પુરુષ જાતક 11 મંગળવાર હનુમાનજીને પૂર્ણ શ્રદ્ધા-ભક્તિથી ચોળો ચઢાવે. સ્ત્રી જાતક કોઈ બ્રાહ્મણ અથવા પોતાના પરિવારના પુરુષોના માધ્યમથી હનુમાનજીને ચોળો ચઢાવે. મંગળ દોષ શાંત થશે.

શનિની સાડેસાતી

શનિની સાડેસાતી

શનિની સાડેસાતી અથવા અઢિયામાં જાતકે કાર્ય, રાજ્ય અને અર્થ સંબંધી અનેક કષ્ટોનો સામનો કરવો પડે છે. આ પીડાને દૂર કરવા માટે પ્રત્યેક શનિવારે હનુમાન મંદિરમાં સાંજના સમયે સન્ના કરી શુદ્ધ વસ્ત્ર પહેરી જાઓ અને આપાંચ દીપક મંદિરમાં બેસીને બનાવો અને તેમને હનુમાનજની સમક્ષ પ્રજ્વલ્લિત કરો. હનુમાન બાહુ અષ્ટકનો પાઠ કરો અથવા 'ॐ હં હનુમતે નમઃ' મંત્રની પાંચ માળા જપો. હનુમાનજીને ગોળ-ચણાનો ભગ લગાવો અને પોતાના સંકટોથી મુક્તિની પ્રાર્થના કરો. આ પ્રયોગ હનુમાન જયંતીના દિવસે અવશ્ય કરો.

શું ઝારખંડના ગુમલામાં થયો હતો હનુમાનજીનો જન્મ ?શું ઝારખંડના ગુમલામાં થયો હતો હનુમાનજીનો જન્મ ?

જન્મ કુંડળીમાં કેટલાય પ્રકારના શુભ યોગ પણ હોય

જન્મ કુંડળીમાં કેટલાય પ્રકારના શુભ યોગ પણ હોય

જન્મ કુંડળીમાં કેટલાય પ્રકારના શુભ યોગ પણ હોય છે જેનો શુભ પ્રભાઈ કોઈ કારણસર નથી મળી શકતો. જેમાં કેટલીય વાર ઉચ્ચ અને નીમ્ન ગ્રહોનો રોલ હોય છે. એવામાં જો નિયમિત રૂપે હનુમાન ભગવાનની આરાધના કરવામાં આવે તો શુભ યોગ પોતાની અસર દેખાવવી આપોઆપ શરૂ કરી દેશે. હનુમાનજીની પૂજા કરીને નવ ગ્રહોની શાંતિ પણ કરી શકાય છે. આના માટે હનુમાનજને દરરોજ એક લોટો જળ અર્પિત કરો અને તેમની પ્રતિમા પરથી સિંદૂર લઈ તમારા મસ્તક પર લગાવવો.

English summary
Hanuman Jayanti will celebreted on 19th April 2019, here is puja vidhi and importance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X