અહીં રહેવા માટે હનુમાનજી આપે છે ભાડું, જાણો ક્યાં આવેલી છે આ અનોખી જગ્યા?
સામાન્ય રીતે લોકોને કોઈ અન્ય વ્યક્તિના મકાનમાં રહેવા માટે ભાડું ચુકવવુ પડે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક જગ્યા એવી છે જ્યાં હનુમાનજી પણ ભાડું ચુકવે છે.
મથુરામાં એક મંદિર આવેલુ છે. અહીં હનુમાનજી ભાડા પર રહે છે. હનુમાનજીએ ભગવાન શિવને દરરોજ રહેવાનું ભાડું ચૂકવવું પડે છે. ભગવાન શિવ દરરોજ હનુમાનજી પાસેથી ભાડા તરીકે ભાંગ લે છે. મારુતિ નંદન ભગવાનને ગાંજો અર્પણ કરે છે.

શહેરના જૂના બસ સ્ટેન્ડ સામે મા બગલામુખીનું મંદિર આવેલું છે. માતાના મંદિરના પરિસરમાં સ્થિત મંદિરમાં ભગવાન શિવ તેમના પરિવાર સાથે રહે છે. અહીં ભગવાન શિવની સાથે બજરંગબલી પણ બિરાજમાન છે.
જો કે હનુમાનજી અહીં રહેવાનું ભાડું ચૂકવે છે. મંદિરના મહંત વીરુ પાંડાએ જણાવ્યું કે, હનુમાનજી છેલ્લા બે વર્ષથી શિવજીના સ્થાન પર ભાડે રહે છે. હનુમાનજી ભગવાન શિવને ભાડા તરીકે ભાંગ આપે છે.
મહંત આગળ જણાવે છે કે, અહીં બનેલું હનુમાનજીનું મંદિર હજુ અધુરું છે. આ કારણે હનુમાનજી ભગવાન શિવ સાથે રહે છે. વીરુ પાંડાએ કહ્યું કે, જ્યાં સુધી મંદિર અધૂરું રહેશે ત્યાં સુધી હનુમાનજી ભાડા પર રહેશે. તેમણે તમામ હનુમાન ભક્તોને હનુમાનજીના મંદિરમાં થોડું યોગદાન આપવાની અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
