Happy Propose Day 2023 : રોમેન્ટિક મેસેજ સાથે તમારા પ્રેમીને વિશ કરો પ્રપોઝ ડે

Happy Propose Day 2023 : પ્રપોઝ ડે તમે તમારા પ્રેમીને પ્રપોઝ ડે ની શુભેચ્છાઓ પાઠવીને તેમને અહેસાસ કરાવી શકો છો કે, તેમને તમારા જીવનમાં આગવું સ્થાન ધરાવે છે. આ સાથે તેમને અહેસાસ કરાવો કે, તે તમારા માટે કેટલા ખાસ છે.

Happy Propose Day 2023 : સમગ્ર વિશ્વના યુગલો ફેબ્રુઆરીની આતુરતાથી રાહ જોતા હોય છે. ફેબ્રુઆરીને 'પ્રેમનો મહિના' તરીકે પણ ઓળખવામાં આવે છે. વેલેન્ટાઇન ડે 2023ના ભાગરૂપે, 7 થી 13 ફેબ્રુઆરી લોકપ્રિય રીતે વેલેન્ટાઇન વીક તરીકે ઉજવવામાં આવે છે.

Happy Propose Day 2023

આ સમય દરમિયાન લોકો તેમની લાગણી વ્યક્ત કરે છે, તેમના મિત્રોને ગુલાબ આપે છે, પ્રોમિસ આપે છે. આ સાથે ચોકલેટનો આનંદ પણ લે છે. વેલેન્ટાઈન્સ વીકનો બીજો દિવસ એટલે કે 8 ફેબ્રુઆરી જેને પ્રપોઝ ડે તરીકે ઉજવવામાં આવે છે.

પ્રપોઝ ડે તમે તમારા પ્રેમીને પ્રપોઝ ડે ની શુભેચ્છાઓ પાઠવીને તેમને અહેસાસ કરાવી શકો છો કે, તેમને તમારા જીવનમાં આગવું સ્થાન ધરાવે છે. આ સાથે તેમને અહેસાસ કરાવો કે, તે તમારા માટે કેટલા ખાસ છે.

આ ખાસ દિવસે લોકો પ્રેમની ઉજવણી કરે છે. તેમના પ્રેમી પ્રત્યે તેમની લાગણીઓ પણ વ્યક્ત કરે છે, પરંતુ આ દિવસ માત્ર અવિવાહિત લોકો માટે જ નથી, પરંતુ તે યુગલો માટે પણ છે, જે પહેલાથી જ સુખી અને કમિટમેન્ટ રિલેશનશિપમાં છે. જો તમે પણ પ્રપોઝ ડે પર તમારા જીવનના પ્રેમને પ્રપોઝ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ અહેવાલમાં અમે તમારા માટે સંદેશાઓ જણાવી રહ્યા છે, જે તમને વિશ કરવામાં મદદ કરશે.

પ્રપોઝ ડેના પ્રેમભર્યા સંદેશા

હું હંમેશાથી વિચારતો રહ્યો છું કે, મારી તમામ વાતો હંમેશા તમારા પર આવીને જ કેમ અટકી જાય છે? જેનો મને એક જ જવાબ મળ્યો કે, હું તામારા પ્રેમમાં છું. શું તમે પણ મારા બનશો?

જ્યારે હું તમારી સાથે હોઉં છું, ત્યારે હું કોઈ કારણ વગર હસતો રહું છું. હું તમને પ્રેમ કરું છું અને તમારી આસપાસ ખુશી અનુભવતો રહું છું. હું તમારા જીવનમાં, આજે, કાલે અને હંમેશા માટે રહેવા માંગુ છું.

મેં તમને જોયા છે ત્યારથી જ તમને મારું હૃદય આપી ચૂક્યો હતો. શું તમે તમારા માટેના મારા પ્રેમને સ્વીકારી શકશો અને મને જીવનભર તમને પ્રેમ કરવાનો હક આપશો?

સમય જતા તમારા પ્રત્યેની મારી લાગણીઓ વધુ મજબૂત થતી રહે છે. શું તમે મારા પ્રેમ સાથે અનંતકાળ માટે મારા જ બનીને રહેવાનું પસંદ કરશો?

હું દરરોજ તમારી સાથે થોડો થોડો વધુ પ્રેમમાં પડતો જઇ રહ્યો છું. હું તમને અનંત પ્રેમ કરું છું અને કદાચ તેનાથી પણ વધુ પ્રેમ કરુ છૂ. હેપ્પી પ્રપોઝ ડે!

જ્યાં સુધી તમે સાથે ન આવ્યા, ત્યાં સુધી મને મારા જીવનમાં કંઈ નક્કી ન હતું, તમે આવીને મારું જીવન પસંપૂર્ણ બનાવ્યું છે. હેપ્પી પ્રપોઝ ડે!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X