For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશોમાં પણ છવાયા ભારતીય છોકરાઓ, લગ્ન માટે માનવામાં આવે છે બેસ્ટ

આ સમાચાર ભારતીય યુવકો માટે છે જેમને લગ્ન માટે બેસ્ટ માનવામાં આવે છે. આનુ સૌથી મોટુ કારણ છે કે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા.

|
Google Oneindia Gujarati News

આ સમાચાર ભારતીય યુવકો માટે છે જેમને લગ્ન માટે બેસ્ટ માનવામાં આવે છે. આનુ સૌથી મોટુ કારણ છે કે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા. ભલે નોકરી અને બદલતી લાઈફ સ્ટાઈલના કારણે અમુક યુવકોની માનસિકતા બદલાઈ છે પરંતુ આજે પણ એક મોટી સંખ્યામાં એવા યુવકો હાજર છે જે પોતાના પરિવાર, પરંપરાઓ અને પોતાના મૂળ સાથે જોડાયલા છે.

જીવનસાથી રૂપે ભારતીય યુવકો પહેલી પસંદ

જીવનસાથી રૂપે ભારતીય યુવકો પહેલી પસંદ

ભારતીય યુવકોની ખૂબીઓની વાત એક અભ્યાસ બાદ સામે આવી છે. આ લેખમાં જાણીએ કે એવા કયા કારણો છે જેના કારણે વિદેશી છોકરીઓ પણ જીવનસાથી રૂપે ભારતીય યુવકોને પસંદ કરી રહી છે.

પરંપરાઓ અને રીતિ-રિવાજો સાથે જોડાણ

પરંપરાઓ અને રીતિ-રિવાજો સાથે જોડાણ

ભલે કોઈ પણ પરિસ્થિતિ હોય, મોટાભાગે પુરુષ પોતાના પરિવાર અને પોતાની જમીન પાસે વહેલો મોડો પાછો જ આવે છે. તેની અંદર પોતાના પરિવાર, રીતિ રિવાજ, તહેવાર માટે લગાવ જળવાઈ રહે છે. ભારતના ઘણા પરિવાર એવા છે જે સંયુક્તક પરિવારના ઢાંચાને મજબૂતી આપી રહ્યા છે. આ રીતના પરિવારના બાળકોને પણ પોતાના ઘરની પરંપરાઓ અને સંસ્કાર વિશે માલુમ રહે છે.

આ પણ વાંચોઃ અક્ષય દરેક છોકરીને પ્રપોઝ કરતો અને પછી મારી માફી માંગતો, મને કેરિયર છોડવા પણ કહ્યુઃ રવીનાઆ પણ વાંચોઃ અક્ષય દરેક છોકરીને પ્રપોઝ કરતો અને પછી મારી માફી માંગતો, મને કેરિયર છોડવા પણ કહ્યુઃ રવીના

બાળકોના સારા પાલનપોષણમાં આપે છે યોગદાન

બાળકોના સારા પાલનપોષણમાં આપે છે યોગદાન

આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે પહેલા બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવાનું મુશ્કેલ રહેતુ હતુ. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની માનસિકતામાં ભારે બદલાવ આવ્યો છે. પોતાના બાળકોને સારુ પાલનપોષણ આપવાની બાબતમાં ભારતીય પુરુષ જાગૃત છે. હવે તે બાળકોના શિક્ષણ માટે પૈસા ખર્ચ કરી રહ્યા છે. તે પોતાની પર્સનલ જરૂરિયાતોના બદલે બાળકોના સારા પાલનપોષણને પ્રાથમિકતા આપી રહ્યા છે.

પરિવાર સાથે ભાવનાત્મક લગાવ

પરિવાર સાથે ભાવનાત્મક લગાવ

એ વાતમાં કોઈ બેમત નથી કે પશ્ચિમી દેશોના યુવકોની તુલનામાં ભારતીય યુવકોનો પોતાના પરિવાર સાથે લગાવ વધુ હોય છે. તેઓ ભાવનાત્મક રીતે પોતાના પરિવારની વધુ નજીક હોય છે. લગ્નને સફળ બનાવવા માટે ભાવનાત્મક લગાવ હોવો જરૂરી છે. જે દંપત્તિઓ વચ્ચે ઈમોશનલ કનેક્શન સારુ હોય છે ત્યારં તેમના બાળકોના પાલનપોષણ માટે સારો માહોલ મળે છે.

પોતાની જવાબદારીઓનો સ્વીકાર કરવો

પોતાની જવાબદારીઓનો સ્વીકાર કરવો

ભારતીય સંસ્કૃતિમાં યુવક અને યુવતી બંનેને તેમની જવાબદારીઓથી વાકેફ રાખવામાં આવે છે. પશ્ચિમી દેશના યુવકોની તુલનામાં ભારતીય યુવકોને ભલે મોડેથી પોતાની જવાબદારીઓનો અહેસાસ થાય પરંતુ તે ક્યારેય તેનાથી દૂર નથી ભાગતા. તે એક વાર પોતાના ખભે કોઈ જવાબદારી લીધા બાદ ક્યારેય તેનાથી પીછેહટ નથી કરતા. એ પણ એક કારણ છે કે વિદેશોના મુકાબલે ભારતીય કપલ્સમાં છૂટાછેડાના કેસ ઓછા જોવા મળે છે.

જીવનભર સાથે રહેવાનુ વચન કરે છે પૂરુ

જીવનભર સાથે રહેવાનુ વચન કરે છે પૂરુ

ભારતના અમુક પરિવારોને છોડી દેવામાં આવે તો મોટાભાગના પરિણીત જોડા એકબીજાનો સાથ અંત સુધી નિભાવે છે. દંપત્તિઓ વચ્ચે લડાઈ-ઝઘડા, ચર્ચા અને તનાતની થાય છે પરંતુ તેઓ એકબીજાથી અલગ રહેવાનુ સ્વીકારતા નથી. તે લગ્ન અને પરિવાર જેવી સંસ્થાઓ પર પૂરો ભરોસો કરે છે.

English summary
Here are the reasons why Indian boys are perfect for marriage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X