અહીં છોકરાઓએ ફરજીયાત કરવા પડે છે બે લગ્ન, નહીં તો થઈ શકે છે જેલ
દુનિયાના ઘણા દેશોમાં યુવકોને લગ્ન માટે યુવતીઓ નથી મળી રહી. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્થિતી વચ્ચે એક દેશ એવો છે જ્યાં તમામ પુરૂષોએ બે લગ્ન કરવા ફરજીયાત છે.
અહીં કાયદાકીય રીતે બે લગ્ન કરવા તમામ યુવકો માટે જરૂરી છે. અહીં જો કોઈ વ્યક્તિ બે વાર લગ્ન ન કરે તો તેને જેલની સજા પણ થઈ શકે છે.

આપણે જે દેશની વાત કરી રહ્યાં છીએ તે આફ્રિકન દેશ એરિટ્રિયા છે. અહીં પુરુષો માટે બે વાર લગ્ન કરવા જરૂરી છે. જો અહીં કોઈ આવું ન કરે તો તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે.
ખાસ વાત એ છે કે લગ્ન સાથે જોડાયેલી આ વિચિત્ર પરંપરા લગ્ન કાયદા સાથે પણ જોડાયેલી છે. એરિટ્રિયામાં દરેક પુરુષે બે વાર લગ્ન કરવા જરૂરી છે. અહીં કોઈ પણ મહિલા પોતાના પતિને બીજી વાર લગ્ન કરવાથી રોકી શકતી નથી. જો કોઈ મહિલા આવું કરે તો તેને જેલમાં નાખવામાં આવે છે.
અહીં જો કોઈ પુરુષ બે વાર લગ્ન ન કરે તો તેને આજીવન કેદની સજા પણ થઈ શકે છે. જો કોઈ પુરુષ અહીં બે વાર લગ્ન ન કરે તો પુરુષ અને તેની પત્ની બંનેને આજીવન કેદની સજા થઈ શકે છે.
વિચિત્ર કાયદો શા માટે?
આ કાયદા પાછળ એક ખાસ કારણ છે. આ દેશમાં મહિલાઓની વસ્તી પુરુષો કરતા બમણી છે. જાન્યુઆરી 2024 માં એરિટ્રિયાની વસ્તી 3.78 મિલિયન હતી. ડેટા દર્શાવે છે કે 2023 અને 2024 ની વચ્ચે એરિટ્રિયાની વસ્તીમાં 67 હજારનો વધારો થવાની ધારણા છે.
ઈરીટ્રિયાની વસ્તીમાં મહિલાઓની સંખ્યા વધુ છે. અહીં 50.6 ટકા વસ્તી મહિલાઓની છે, જ્યારે 49.4 ટકા વસ્તી પુરુષોની છે.
એરિટ્રિયા વિશ્વના ગરીબ દેશોમાં આવે છે. દીર્ઘકાલીન નબળા શાસન, માળખાકીય સુધારા પ્રત્યે પ્રતિબદ્ધતાનો અભાવ, જાહેર નાણાંનું નબળું સંચાલન અને અવિકસિત કાનૂની અને નિયમનકારી માળખાને કારણે દેશ આગળ વધવામાં અસમર્થ રહ્યો છે. નબળા શાસનને કારણે ઘણા લોકો અહીં ગુના કરવામાં સંકોચ કરતા નથી.












Click it and Unblock the Notifications
