અહીં મંદિરના સ્તંભમાંથી સંભળાય છે સંગીત, પાણીમાં તરે છે મંદિરની ઈંટો

ભારતમાં એકથી એક ભવ્ય મંદિરો આવેલા છે. આ મંદિરો તેની ભવ્યતા સાથે સાથે તેના રહસ્યો માટે દુનિયાભરમાં ચર્ચામાં રહે છે. આવુ જ એક મંદિર તેલંગાણામાં આવેલુ છે.

આ મંદિરોનું નામ કાકટિયા રુદ્રેશ્વર મંદિર છે અને તેને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેલંગાણાના મુલુગુ જિલ્લાના પાલમપેટ ગામમાં આવેલું આ મંદિર 1213 માં બન્યુ છે અને ભગવાન શિવને સમર્પિત છે.

Rudreshwar Ramappa Temple

માન્યતા છે કે, આ મંદિર 13મી સદીના એન્જિનિયરિંગ અજાયબી છે. આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં પણ સામેલ છે. મંદિરમાં ઘણી ચમત્કારી અને રહસ્યમય વિશેષતાઓ છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે.

આ મંદિરના મુખ્ય શિલ્પકાર પ્રસિદ્ધ શિલ્પકાર રામપ્પા હતા. આ મંદિરના નિર્માણમાં 1173 થી 1213 સુધી 40 વર્ષ લાગ્યા હતા. આ મંદિરનું નામ શિલ્પકાર રામપ્પાના નામ પરથી રાખવામાં આવ્યું છે.

આ મંદિરનું નિર્માણ સેન્ડસ્ટોન, ગ્રેનાઈટ, ડોલેરાઈટ અને લાઈમનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. મંદિર તેની જટિલ કોતરણી માટે જાણીતું છે, જે તેની શિલ્પો, દિવાલો, થાંભલાઓ અને છત પર દેખાય છે.

મંદિરનું શિખર અથવા ગોપુરમ ખાસ ઈંટોથી બનેલુ છે. આ ઇંટો એટલી હલકી છે કે જ્યારે પાણીમાં મૂકવામાં આવે ત્યારે તે તરે છે. આ ઇંટોનું વજન 0.85 થી 0.9 g/cc છે, જેની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે.

આ ઇંટો બાવળનું લાકડું, ભૂસી અને માયરોબાલનની માટીનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. તેને સ્પોન્જની જેમ બનાવવામાં આવે છે, જેના કારણે આ ઇંટો પાણીમાં તરતી રહે છે.

મંદિરના સ્તંભો તેની વિશેષતા માટે દુનિયાભરમાં જાણીતા છે. મંદિરના એક સ્તંભ પર ભગવાન કૃષ્ણની પ્રતિમા છે, જેમાં તે ઝાડ પર બેસીને વાંસળી વગાડતા જોવા મળે છે. તે ગોપિકા વસ્ત્રપ્રહારમની પૌરાણિક કથા દર્શાવે છે. જ્યારે ભગવાનની મૂર્તિ પર ટેપ કરવામાં આવે ત્યારે સપ્તસ્વર સંભળાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X